આપણી જ વાર્તા – ગૌરવ ધ્રુ

આજનું આ ગીત ખાસ મારા ‘રાજા’ અમિત અને અમારી પરીની કહાણી માટે… (આમ તો અમે વર્ષમાં ચાર જાતની Anniversary ઉજવીએ છે, પણ આજે આ ગીત… બસ એમ જ.. પ્રેમમાં ક્યાં કારણ જોઇએ? 🙂 )

સ્વર : આશિત – હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

.

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી,
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા
કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

હોળી હલ્લેસા ને પાણીનું રણ
અને ડમરી સમ ____ એના લ્હેરે
લથબથતા ભીંજાતા નખશીખ ____
હવે શમણેરી વેશ જુઓ પ્હેરે
હાંફતા હરણ સમા કિનારે પહોચ્યા
ત્યાં આવ્યું તું અંકમાં સમાણી

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

– ગૌરવ ધ્રુ

21 replies on “આપણી જ વાર્તા – ગૌરવ ધ્રુ”

  1. પહેલી ખાલી જગ્યામાં ‘લોઢ’
    અને બીજીમાં ‘પોત’…
    (મને સંભળાય છે!)

  2. Marvelous composition…. The words and the composition are as if “made for each other”, and The voice of Ashit bhai and Hema ben is also “Made for Each other” Undoubtedly one of the best composition by ashit bhai in this mood. Keep giving such numbers. All our best wishes are with you.

  3. Khub saras geet che…ek special request- please balako mate thoda jodakana pan add karo.. english school ma bhanta balako ne pan thoda jodakana saras gokhavi shakshu .. possible hoi to please add karjo..

  4. ખુબજ સરસ
    આમજ સદા ટહુકતા રહો એવાઆસિરવાદ

  5. “હોડી હલેસા ને પાણીનુ રણ” હોવુઁ ઘટે, બરાબર? મારી ભૂલ હોય તો સુધારશો.
    સુઁદર હળવુઁ હળવુઁ ગીત. આપણે આમ જ જીવતા હોઈએ તો જીવન સઁગીત બને.
    આભાર જયશ્રી.
    કલ્પના લન્ડનથી

  6. શબ્દ અનેસંગીતનું સુમધુર મીલન. આપની હરિયાળી સદાય મહેંકતી રહે. હાર્દિક પ્રભુ પ્રાર્થના.

  7. આપણે જ રાજા અને આપણે જ રાણી, સરસ વાત કરી છે અને સરસ રમતિયાળ રીતે ગવાયેલુ ગીત આભાર, અભિનદન સૌને……

  8. Amazing!! like u r front of mirror!!
    looking at your eyes with flashback of own life!!!

    Thanks for such a nice wordings…..

  9. કહેતા ફરોના બધાને કહાણી
    કહેશે કદી’કો શબદની ઉજાણી

    અને એ કહાણી મહીં એકજ વિષય
    હતો એક રાજા અને એક રાણી

  10. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
    ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી..
    શૅખાદમ આબુવાલાના શબ્દોમા.. મારા જિવનની પરિકથામાથી પરિ ઊડી ગઈ અને કથા રહી ગઈ…

  11. પ્રેમમા ભીંજતા ‘રાજા’ ને ‘રાણી’ ની સુંદર કહાની !

  12. પ્રિય અમિત અને જયશ્રી,
    રહો આનંદ માં મારા વહાલા રાજા અને રાણી.
    ખુબ જ મઝાનું ગીત.વિશાલે પણ સાંભળ્યું તેને પણ ગમ્યું.
    મમ્મી

  13. Pranam Gaurav bhai,

    Very nice lyrics….very happy to see your name after a long time..you must be there but i visited TAHUKO after a long long time…..jay hatkesh

Leave a Reply to hina maniar Cancel reply

Your email address will not be published. Required fields are marked *