બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે – લાલજી કાનપરિયા

Happy Birthday Mummy……આ ગીત ખાસ મમ્મી માટે મારા તરફથી 🙂

(બાઇજી અને તેનો બેટડો)

સ્વર – અનાર કઠિયારા (?)
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

.

બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

હું મૂઇ રંગે શામળી ને લાડ માં બોલવા જઉં,
હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં.
બાઇજી! તારો બેટડો મુંને કોયલ કહીને પજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

જરાક અમથી ભૂલ ને પછી પરણ્યો મારે મ્હેણું,
આંસુનાં ઝરણાંની સાથે ભવનું મારે લેણું.
બાઇજી! તારો બેટડો મારી આંખે ચોમાસું ઊજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

મોલ ભરેલા ખેતરમાં નહીં પતંગિયાનો પાર,
નજરું નાં અડપલાંનો છે મહિમા અપરંપાર !
બાઇજી! તારો બેટડો મારા ગાલ ને છાના ભીંજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં રીઝવે !

– લાલજી કાનપરિયા

20 replies on “બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે – લાલજી કાનપરિયા”

  1. ખુબ ખુબ આભાર સહુ ટહુકા મિત્રોનો.
    આવો મઝાનો જન્મદિવસ તો ખુબ ગમે

  2. વાહ…
    વાહ..
    વાહ….
    ખુબ સરસ… અતિ સરસ… લાજવાબ છે…
    વખાણ કરીએ તેટલા ઓછા….
    આપના માતૃશ્રીને જન્મદિનની આ વર્ષગાંઠે મંગલ કામનાઓ અને શુભેચ્છાઓ !

  3. સુદર ભાવપૂર્ણ રચના અને રજૂઆત.
    પતિ-પત્ની અને સાસુ-વહુ ના પ્રેમભર્યા સંબંધને શબ્દોમા સુંદર રીતે મઢી લીધો છે.
    ધન્યવાદ.

  4. આપના માતૃશ્રીને જન્મદિનની આ વર્ષગાંઠે મંગલ કામનાઓ અને શુભેચ્છાઓ !

  5. પ્રિય અજામાને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ…
    ગઈકાલે અમદાવાદ હતો એટલે એક દિવસ મોડી જાણ થઈ… પણ સાચી શુભેચ્છા કદી મોડી નથી હોતી એટલે આજે અંતઃકરણપૂર્વક તમામ ખુશીઓ એમને પાઠવું છું…

    કવિતા સરસ અને સ્વરાંકન પણ મજાનું!

  6. માફ કરજો, ભુલ થઈ ગઈ, ઉપરની ગેરસમજભરી રજુઆત માટે, પુજ્ય મમ્મીને અમારા પ્રણામ અને સરસ ગીત માટે અભિનદન….શક્ય હોય તો ઉપરની રજુઆત ડીલીટ કરશોજી, આભાર….

Leave a Reply to vaishali vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *