ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ – 2)

ટહુકો ની ચોથી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ પાઠવનાર દરેક મિત્રોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર…

(ફોટોગ્રાફ્સ સૌજન્ય: વિવેક ટેલર)

**********************

ટહુકોના ઉદ્ભવ સુધી મને ગર્વ રહેતો કે મારી પાસે કદાચ સૌથી વધુ ગુજરાતી ગીતો હશે, કવિ સંમેલન અથવા મુશાયરામા કવિઓએ પોતે રજૂ કરેલ અથવા નામી-અનામી ગાયકોએ ગાયેલ, ઓડિયો કેસેટમાં સ્ટોર થયેલ…

પણ ૨૦૦૬ પછી, ટહુકોના પ્રદુર્ભય પછી, મીઠી ઇર્શ્યા આવે છે અને રોજ ટહુકા પર ગયા વગર, ગમે એટલું કામ બાકી હોય તો પણ, ચાલતું નથી..

આપ CPA છો, અને સમય કાઢી આટલું સરસ કામ કરો છો, ખરેખર અદ્ભૂત..! અહીં CA થઇને પોતાના સાહિત્ય શોખ માટે તો ઘણો સમય પાઠવીએ છીએ પણ બીજા માટે..?

ઘણી ઘણી હાર્દિક શુભેચ્છાઓ..!
કવિ મકરન્દ દવેનું ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ને ગમતા નો કરીએ ગુલાલ..! ખરેખર સરસ રીતે પ્રચ્યુત છે.

દિલિપ શાહ , અમદાવાદ

*****************************

ખૂબ ખૂબ અભિનંદન. ઘણી મહેનત કરીને ઘણું સારુ કામ કરી રહ્યા છો. ખૂબ જ ગમે છે. પાછળના ગીતોની લિંક પણ સરસ મળી રહે છે. આ વાત ખૂબ ગમે છે. ઘણીવાર ઘણા વખતથી શોઘતા હોઇએ અને આમ અચાનક મળી જાય છે તો ખૂબ સારું લાગે એ. મારી પાસે કોઇ શબ્દો જ નથી આ અનુભૂતિ ને વર્ણવવા માટે..!
– પારેખ

*****************************

સ્વરકાર શ્રી અમરભાઇએ પોતાના હસ્તાક્ષરમાં મોકલેલી શુભેચ્છા…

*****************************

કવિ શ્રી ભાગ્યેશ જહાનો શુભેચ્છા સંદેશ…

પ્રિય જયશ્રી,

દરિયાપારથી યાયાવર પક્ષીની અદાથી ઉડીને આવતી તમારી ભાષાપ્રીતિ ઉડીને આંખે વળગે છે, ખૂબ ખૂબ અભિનન્દન, ટહૂકો -સ્વભાવે ક્ષણની ઘટના છે, તમે આ ક્ષણને ચાર વર્ષ લાંબી કરીને કાળઝાળ ઉનાળામાં એક વૃક્ષે કરવું જોઇએ એવું ઐતિહાસિક કામ કર્યું છે. આ સાથે એક લઘુંનિબંધ ‘પવન અને ટહૂકો’ મોકલુ છું.

પવન અને ટહૂકો: કવચ અને કુંડળ

સવારના સવા પાંચ વાગ્યા છે, સળગતા ઉનાળાની સંપૂર્ણ ગેરહાજરી છે. મોટી ગુફા જેવા આકાશ તરફ જોઇ રહ્યો છું. નાના ગોખલાઓમાં પ્રગટેલા દિવાઓ જેવા તારાઓ તેમના રુપેરી અજવાળાને લીધે તેમના પિતરાઇ સૂરજ જેટલા ઉગ્ર નથી લાગતા.અચાનક એક કોયલનો ટહૂકો સંભળાય છે, ક્ષણાર્ધમાં ટહૂકો મારો કબજો લઇ લે છે.

જો કે ટહૂકાને કાંઠે બેઠેલું પક્ષી અચાનક જ મને પે’લા ઉપનિષદીય ચિત્રમાં જોતરે છે, પક્ષી વૃક્ષ પરથી જાણે મુંડક ઉપનિષદના સાક્ષીપણાના સત્યવચનો ઉચ્ચારી રહ્યું છે.ડાળ અને ટહૂકાની દિશા શોધવા જેટલું ભાન હજી પ્રગટ્યું નથી, ટહૂકાના સ્પર્શનું ગીત જાગી ઉઠ્યું છે. ગઇકાલની અસહ્ય ગરમીના આંકડા લઇને વર્તમાનપત્રો હજી નથી આવ્યા. એક પક્ષી ફળ ખાય અને બીજું સાક્ષી બને એ ઘટનાને હજી એકાદ ક્ષણની વાર છે. ટહુકા અને મારા વચ્ચે દ્વૈત રચાય એ પહેલાની આ ક્ષણ છે, અહીં તો નરસિંહ કરતાલ નહીં પણ કર્ણદ્વાર પકડીને બેઠા છે, ‘જાગીને જોઉ તો જગત દીસે નહીં ‘ જેવી કવિક્ષણ અને ટહૂકાનું મિલન છે.

દુર સ્ટ્રીટલાઇટ નીચે છોડનો થાકેલો પડછાયો અજવાળાની રાહ જોઇ રહ્યો છે. અંધારાની ડગેલી શ્રધ્ધાની ધ્રુજતી આંગળીઓ વચ્ચેથી અજવાળું પ્રવેશ કરશે તેવું જણાઇ આવે છે. ઘરમાં પડેલી કેરીઓમાં સુતેલું એક આંબાવાડિયું જાગી ઉઠે છે. કોયલના ટહૂકાને લીધે ઘરનો એ ખૂણો જરા બોલકો બની ઉઠે છે.આંબાવાડિયા વિનાના ટહૂકાની ચારે બાજું સુવાસ છે, મન બાળપણ અને આંબાવાડિયું ખોલીને બેઠું છે. કાચી કેરીની નાની ગોટલીમાં બાળપણની વારતા સંતાડી રાખી છે. પવનની એક પછી એક આવતી લહેરો પર હાલકડોલક થયા વિના ટહૂકાની એક નાવ આવી રહી છે.એમ થાય છે કે પવનનું કવચ પહેરી લેવું છે, ટહૂકાનું કુંડળ કાનને વીંટળાઇ વળે એવું એક વમળ કર્ણવિવરને કિનારે લાંગર્યુ છે.જો કે પવન અને ટહૂકો આમ તો એક રેશમી, આછું સફેદ મલમલમાં મૂકી રાખવાનું મન થઇ આવે છે. પછી આખો દિવસ કોઇને દેખાય નહીં તેવા કવચ અને કુંડળથી રક્ષાઇ જવું છે. મન ગઇકાલથી કર્ણને ‘મદાયત્તમ તુ પૌરુષમ’ ના લહેકાથી સંભારી રહ્યું છે. મારી સાથે જ કર્ણ પણ જાગ્યો છે.

ટહૂકાની નાજુક પીંછીથી પાંદડાં ઉઘાડ પામી રહ્યા છે, દિવસનું આક્રમણ આવી રહ્યું છે તેનો અણસાર ટાંકણીના ટોચ જેવા અજવાળાના ફણગા ફૂટી રહ્યા છે. ટહૂકાના વારસદારની જેમ શરૂમાં તો રૂપેરી તડકો તેની કોમળ દોંડાદોંડથી આંગણું અજવાળી મુકશે. પછી કોપભવનથી સૂરજના સાત દૂતો અજવાળામાં અગ્નિ ઉમેરશે, ટહૂકાને બદલે હોર્ન અને વૃક્ષપત્રની જગાએ વર્તમાનપત્ર આવી જશે, કેલેંડરનું પાનું અને ‘ચા’ની ચુસકીથી દિવસના હીંચકાને એક જાણીતો ધક્કો લાગશે, વાગશે. અને જાગી ઉઠશે ભીષ્મનું બાણશૈયા પરનું પ્રભાતિયું, ટહૂકાનો ઝાંખો પડતો ચહેરો, મ્લાન બની ગયેલા તારાઓના દિવસના ડસ્ટરથી ભુંસાતા ગીતો, મારામાંના ‘હું’નો બ્રશને કારણે ઉભરી રહેલો ચમકીલો દેખાવ હવે સ્પષ્ટ થઇને ટહૂકાથી દૂર ધકેલાઇ ગયો છે.

હવે તો થાય છે આખો દિવસ આ પવનકવચ અને ટહૂકાકુંડળ સાથે કુરુક્ષેત્રમાં ફરવું છે, રૂમમાં હવાને કહ્યાગરી કરવા મથી રહેલા મશીન સાથે આ પવન-ટહૂકાનું કવચ-કુંડળ પણ પહેરી રાખવું છે.

*****************************

સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇ તરફથી મળેલ શુભાશિષ..!

Dr. M-M Yugal (Mahendra-Meera Mehta)  J – A Bhakta Yugal, & the whole of Tahuko-Parivaar,
‘ Hope / Pray, you all are in The Best of Everything
We don’t know how to thank you all !
[ It’s a happy coincidence : Mehta-s are thickly acquainted with us since as early as early ’70-s and later since ’85 onwards By the way,How is Dr.Kala-family( in Europe ?) ? .]

We’re always happy about Jayshree-endeavours after she came to us here, 3-4 yrs ago, gathered our few humble albums & then again met us to attend our concert on LA ;…..

Some “doctor”swajan” from Surat,followed up with Dr.Mukul’s ghazal in our own handwriting, got the ghazal “placed” in Tahuko, (http://tahuko.com/?p=4730) as a surprise to Dr.( means “Dear” too ! ) Mukulbhai..& so on..!

ગુજરાતી ભાષાપ્રેમમાં ઓટ આવી રહી એ ત્યારે આવા સંનિષ્ઠ પ્રયત્નોને બિરદાવવા, આવકારવા અને પ્રોત્સાહવા જોઇએ, દેશ-વિદેશમાં સૌએ..!

Our sincere-most good-wishes are always with you all.
May The All – Merciful Almighty Keep You Tahuko Family Eternally Blessed.
– Harihi Ommm
LOVE APLENTY
from
Vibha – Rasbihari Desai

*****************************

અને કવિ શ્રી કૃષ્ણ દવે એ આ ગઝલ ખાસ ટહુકો માટે મોકલી છે… એક રીતે ટહુકાને ઘણી લાગુ પડે છે… આમ ભલે ચાર વર્ષ થયા, પણ આ અમે જે કરી એ તો શરૂઆત છે.

શરૂઆત…

એ જ આવીને જીણવટથી સમજાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે
એક આખી ગઝલ તો હવે આવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

બારણા, બંધ દિવાલો નડી, તે છતાં સ્હેજ અમને સુગંધી જડી,
વાત આખી હવે એ જ ફેલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

જાત ને હું કસી આમ ઉભો રહું, ઝણઝણી કાનમાં વાત ધીમે કહું,
એ સ્વયમ આવશે, સૂર રેલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

કૂંપળોના લીલાછમ ખયાલો લખી, ડાળી પર લીલીછમ ટપાલો લખી
વૃક્ષ પોતે જ ટહુકાને બોલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

હાથ પકડીને મોજા ઘૂંટાવ્યા અમે, શંખ છીપ, મોતી ભણાવ્યા અમે,
માછલી સાત દરિયા લખી લાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.

– કૃષ્ણ દવે

*********************

અને એક ટહુકો વ્હાલી ઊર્મિ તરફથી..!

સરનામું ટહુકાનું

સામેના
ઝાડ ઉપરની ડાળી પર
એ રોજ મીઠા ટહુકા રેલે.

મારા ઘરની બારી
રોજ એના ટહુકા ઝીલે.
ટહુકો મારી ભીતર જઈ પડઘાય
અને મનેય મજબુર કરે,
પડઘાવાને.

પછી તો
કોણા ટહુકે ને કોણ પડઘાય,
જરીયે ન કળાય !
ટહુકો પડઘો થઈને ટહુકે;
પછી પડઘો ટહુકે ને પડઘો પાડે !

હવે તો
જે ડાળ ઉપર બેઠી
એ હું કે એ ?!

પણ
એક દિવસની વાત :
ટહુકો ગાયબ !
પેલું ઝાડ ઝૂરતું કરમાય,
મારામાં !

જોઈ રહું બસ ડાળ ઉપર બેઠેલી
એને-
એના અકળ મૌનની સાથે.

પૂછું-
તારો ટહુકો ક્યાં ?
જવાબમાં યે પડઘાય,
માત્ર મૌન.

પછી
એક દિવસ તો
એય ઉડી ગઈ,
એની પાંખો ફફડાવીને,
એના બધ્ધા ટહુકા લઈને,
મારું ભીતર ખાલી કરીને.

સાવ ખાલીખમ્મ થઈ ગયેલા મારા મનને લઈને

હવે હું બેઠી, કોમ્પ્યુટર પાસે…
ખોલ્યું એનું ભીતર,
ભરવા મારું ભીતર!
અને
ખોલતાં જ, સાવ અચાનક
પરિચિત પરિચિત
ટહુકો
મારા કમ્પ્યુટરની ભીતર રહી પડઘાય,
“ટહુકો ડૉટ કૉમ” થઈ…

34 replies on “ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ – 2)”

 1. Vijay Bhatt (Los Angeles) says:

  Dear Jayshree ben,

  We frequently talk over chat and phone and talk about Kavita and Saneet.
  Nevertheless, I cannot miss this opportunity to offer you my heartfelt compliments on anniversary of “ટહુકા નો પ્રથમ શ્ર્યાવ્ય અને પ્રથમ પ્રાગ્ટ્ય દિન” – TAHUKO’s bithday!!

  Kavita is the language of Angles. And Kavi is the spy of Heavens. You are the સારથિ who brings Angels’ message to us!! TAHUKO will go in the history of KAVITA…as KAVITA rides on TAHUKO….

  અભિનન્દન્!!!!
  -વિજય ભટ્ટ

 2. ashok mehta. says:

  I don’t know how to put in words, about my feelings, as I’m not master of any languages, but enjoy poems etc.
  I can compare you to our mythological stories of Devis. Since they are born, they look sixteen years of age, forever. AND SO YOUR SITE–YOUNG, ENTHUSIASTIC, WITH VERY FINE ELECTRIC-LIKE TREMULOUSNESS ETC.( Gujarait–Jhanjhanati)
  May you remain ” young” forever.

 3. bipin parekh says:

  Many congratulation to Tahuko organisors on 4th anniversary.Keep it up

 4. જયશ્રીબહેનઃ મબલખ અભિનંદન.

  ટહુકો.કોમનો ટહુકાર
  સદા રહો યાદગાર !
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 5. aziz says:

  feels good to listen to Gujarati..
  Thanks to દહુકોોમ્

 6. Arvind says:

  જય્શ્રેી બેન
  આભાર

 7. ashalata says:

  ખૂબ ખૂબ અભિનદન જયશ્રીબેન આપનો આ ટહૂકો અવો ટહૂકે છ કે no words to say——
  રોજ એવી અનૂભૂતિ થાય કે આજે કોણ ટહૂક્શે.શુ શુ નથી આ ટહૂકામા પખીઓનો કલરવ,ઘુઘવતો
  સાગર,સરી જતી નદીના નીર કે રીસાયલ મુગ્ધાને મનાવતિ કોઇ સ્ન્હેહની સરવાણી, કે પછી
  ખોવાયેલ સરનામાની સાચી રાહ .ઉપર ગગન વિશાળ તો ધરાને શે ભૂલાય દરિયાપાર રહી
  ગરવી ગુજરાતીની ગરિમાને પ્રગટાવિ જે જ્યોતિ પ્રજ્વલિત કરિ રહ્યા છ્હો —-કોટિ કોટિ વદન !
  good wishes
  from
  ASHALATA

 8. જયશ્રી દીદી,

  આપને વીણેલાં મોતી.કોમની આખીયે ટીમ વતી ખુબ ખુબ અભીનંદન…

 9. Dr Jignesh Patel says:

  Dear Jayshreeben,,

  This is Dr jignesh Patel. I have started listening Tahuko.com from a few months but have been a big fan of it and have also told my other friends of such a wonderful work done by you. I am so happy that someone like you is working to preserve our ” સાહિત્ય વારસો “.. My wishes on 4th birthday that this work keep progressing and everyone know about it and all gujaratis be interested in GUJARAATI SAAHITYA.

  Thank you for this wonderful work.
  Jignesh Patel

 10. Dinesh Shah says:

  IT IS GREAT PLEASURE TO GO THROUGH OUR TAHUKO DAILY…EVERY MORNING STARTS TAHUKO JANE KOYAL NO THAHUKO NA HOY? AVO ABHAS THAYA VAGAR RAHETO NATHI…

  WISHING YOU ALL THE VERY BEST.. cHI.JAISHREE & FAMILY…
  GOD BLESS YOU & FAMILY ….

  DINESH

 11. કદાચ છેલ્લા ચાર વર્ષથી ટહુકો માણુ છુ. એનો પરિચય કરાવવાનો શ્રેય મેહુલ સુરતી ને જાય છે. બંને નો ખાસ આભાર .. ટહુકતા રહેશો… મોસમ બદલે નવા સૂર સાથે પણ ટહુકતા રહેશો…
  આવજો…..

 12. rajeshree trivedi says:

  ઉનાળાની સૂની સળગતી બપ્પોરને ભરી દે ટહુકો
  એકલદોકલ અઁતરિયાળ અમથુઁ ભીઁજવતો ટ્હુકો
  સઁવેદનની એક એક પળને પકડી સૂર શબ્દની સઁગાથે
  ગુજરાતી ગરિમા ગાતો દેશવિદેશે ટહુકો.
  જયશ્રીબેન, શત શત અભિનઁદન.

 13. Ganapat Patel says:

  tahuko of peacock is heard before it rains, but tahuko.com is heard daily which i like. congrats for 4 years of tahuko.

 14. butabhai patel says:

  ખુબ…..સરસ

 15. Mukul Jhaveri says:

  I was introduced to “Tahuko” by a senior relative and it was love at first sight. I had never seen (and heard) such a priceless treasure trove of gujarati poetry – songs, gazals, garbas, the works – anywhere else. On this, the fourth anniversary of its beginning, i wish the makers all the best and hope that “Tahuko” reverberates throughout the entire universe of Gujaratis and makes them, especially the “gen-next”, aware of the beauty of the language.

 16. વિહંગ વ્યાસ says:

  શુભેચ્છાઓ……

 17. bipin thakkar says:

  Dear Jayshree and Amit,
  Very Happy 4th birthday to TAHUKO
  Heartful thanks to all of you for creating
  such a wonderful site for us Gujarati.
  Goodluck to you and keep up the great work.

  bipin thakkar

 18. ટહુકોને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ. ટહુકોનાં સાનિધ્યે શરૂઆતથી આજપર્યંત મન અવિરત પ્રસન્ન થતું રહ્યું છે. પરદેશમાં પણ વતનનાં આંબાની છાયાનો અનુભવ થતો રહ્યો છે. ટહુકોનું પોસ્ટવૈવિધ્ય પણ ભાતીગળ અને ઈન્ક્લુઝિવ છે. વ્યાવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ સાતત્ય જાળવી નિયમિત કવિતા/સંગીત રેલાવાની હોંશ અને ગમતાનો ગુલાલ કરવાની ઈચ્છાને સલામ. ટહુકો નિત નવાં સોપાનો સર કરે એવી શુભેચ્છાઓ.

 19. Bina Trivedi says:

  ટહુકોને જન્મ દિનની ખૂબ શુભેચ્છાઓ. મારા અભિનન્દન!

 20. Panna Naik says:

  ટહુકાની અને ઊર્મિસાગરની ચોથી વર્ષગાંઠ નિમિત્તે અનેક અભિનંદન. ચારે બાજુ ટહુકો અને ઊર્મિસાગર ગુંજે છે. કદાચ ગુજરાતી કવિતાનું નવું સરનામું એટલે ટહુકો અને ઊર્મિસાગર, ઘણી વ્યક્તિઓની સવારની ચ્હા એટલે ટહુકો અને ઊર્મિસાગર, અને રિટાયર્ડ-અનરિટાયર્ડ માણસોને વાંચીને મમળાવવાનાં બે પરમ ધામ એટલે ટહુકો અને ઊર્મિસાગર એમ કહું તો અતિશયોક્તિ નથી. જયશ્રી અને ઊર્મિ, ટહુકો અને ઊર્મિસાગર બન્ને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી અનેક શુભેચ્છાઓ.

  પન્ના નાયક

 21. sudhir patel says:

  ‘ટહુકા’ને જન્મ-દિવસ પર અભિનંદન અને અવિરત ટહુક્યા કરે એવી હાર્દિક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 22. Bharat Parekh says:

  ટહુકાને જન્મ દિનના અભિનંદન ! ટહુકાને નાનો જ રાખજો, જોત જોતામાં મોટો ન કરી દેતા !!!!!!!!!!!!
  ટહુકો માંડ ચાલતો થયો છે, એને દોડતો ન કરતાં. જયશ્રીબેન તમે ખરેખર અભિનંદને પાત્ર છો. તમારા કારણે જ અમે ગુજરતી સાહિત્યકારોની આટલી નજીક જઇ શક્યા છીએ, માણી શક્યા છીએ.

  ભરત અમ્રતલાલ પારેખ.

 23. praful says:

  congratulations from bottom of my heart on completion of 4th year.

 24. Prarthana Rawal says:

  tahuka no tahuko satat gujtorahe…….

 25. Yogesh Shah says:

  Very Happy 4th birthday to TAHUKO
  In my view TAHUK0 is proud of our cultural & Bhasha
  Thanks to all of you for creating
  such a wonderful site for us Gujarati v proud of u.
  Koshish Karna walo ki khabhi har nahi hoti…Go ahed

 26. Rutvik Dixit says:

  તહુકો.કોમ ને ખુબ ખુબ અભિનન્દન

 27. Jadavji Kanji Vora says:

  જયશ્રીબહેન અને અમીતભાઇ,
  ટહુકાના જન્મદિને આપને ખુબ ખુબ અભિનંદન !
  ટહુકો હવે એક આદત બની ગઇ છે. સાંભળ્યા વગર ચાલે જ નહીં.
  તુમ જીયો હજારો સાલ..ઑર સાલકે દિન હો પચાસ હજાર !
  હેપ્પી બર્થ ડે ટુ ટહુકો.કોમ.
  જાદવજી વોરા

 28. raksha says:

  tahuko is my one of my favourate, rather i love it much more. it is amazing. we are ever thirsty for it. congratulations on the b’day.

 29. bhargavi says:

  જન્મદિવસનિ ખુબ ખુબ શુભકામનાઓ

 30. pragnaju says:

  ચોથા જન્મદિનના અભિનંદન અને શુભેચ્છાઓ

 31. ખુબ ખુબ શુભેચ્છાઓ …

 32. ટહૂકો.કોમના ટહૂકાઓ અમર રહે તેવી શુભેચ્છાઓ….

 33. Purvi Shah says:

  Congratulations on completing four amazing years and more importantly, thanks Jayshree for everything you do to keep Gujarati alive ~ in our hearts and creating this nostalgic feeling every single time I have come to Tahuko either to look for a song for me or for my daughter. Wishing you many many more years ahead on this site and everything else you decide to do in life.

 34. ટહુકાને ચાર વર્શ પુરા થયા. ખબર ના પડિ. વાહભાઈ વાહ. આજે ત્રિભુવન્દાસ વ્યાસ ના બાળ ગિતો સામ્ભળ્યા. મ્ને મારા પૌત્ર પૌત્રિને રમાડ્તિ વખતે ગાવા ચાલશે. હુ નાનો હતો ત્યારે મારા મોટા ભઐઓ મને સમ્ભળાવ્તા હતા. હવે મારા બાળકોના બાળકોને હુ સમભ્ળાવિશ્.મનેને મારા બાળકોને ખુબ મઝા આવશે.આભાર સહ આપનો બનસિ પારેખ્.૦૬-૧૪-૨૦૧૧. મનગળવાર્ સવારે ૮-૦૦ વાગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *