ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ – 1)

સૌથી પહેલા તો – આપણા સૌના વ્હાલા ટહુકો.કોમને ચોથી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ..! ચાર વર્ષ પહેલા જ્યારે કોઇ તારીખ-મુહુર્ત જોયા વગર – બીજાના બ્લોગ ગુજરાતી કવિતાના બ્લોગ છે, તો ચાલો – હું પણ અજમાવી જોઉં – એમ વિચારીને મોરપિચ્છ અને ટહુકો – એવા બે ‘બ્લોગસ્પોટ’ બ્લોગ્સ બનાવ્યા…! કોણ જાણે કેમ, પણ પહેલેથી જ ‘દરરોજની એક કવિતા’ નો વણલખ્યો નિયમ પાળ્યો. દેશથી જ્યારે ભણવા માટે અમેરિકા આવી ત્યારે બાકી બધી જરૂરિયાતની ચીજો સાથે એક-બે ગુજરાતી કવિતાની ચોપડીઓ લેતી આવેલી, અને સાથે એક સીડી કે જેમાં થોડા ગુજરાતી ગીતો હતા..! પછી તો સાન ફ્નાસિસ્કોની લાઇબ્રેરીમાંથી પણ ગુજરાતી ચોપડીઓ મળી. આ બધુ જે થોડું પાસે હતું, એમાંથી જ બ્લોગ પર વહેંચવાનું શરૂ કર્યું..! (આ વાતો આમ તો ઘણીવાર સાંભળી હશે તમે, પણ આજે ચાર વર્ષ પૂરા થયાની ખુશીઓ મનાવું છું – ત્યારે પાછળ જોયા વગર ન રહેવાયું..)

ત્યાંથી શરૂ થયેલો ટહુકો આજે ક્યાં પહોંચ્યો એની થોડી વાતો આંકડામાં જોઇએ ?

1516 Posts – કવિતા, ગીત, ગઝલ, અછાંદસ, આસ્વાદ, પઠન અને સાથે થોડી મારી વાતો….

332 Poets – કવિઓ

75 Composers – સંગીતકારો

170 Singers – ગાયકો (ઉપરના ૭૫ સ્વરકારો બાદ કરીને…. )

797 Musical Posts – ઉપર જણાવેલા કવિઓ-ગાયકો-સ્વરકારોના સુભગ સમન્વય સમાન – સંગીત સાથે રજુ થયેલી રચનાઓ..

અને હા…

22944 Comments – આપના પ્રતિભાવો… (હા, મને ખબર છે – તમારામાંથી ઘણાને પ્રતિભાવો આપવા નથી ગમતા, તો ચલો એમ રાખીએ… ) આપના અથવા આપ જેવા મિત્રોના પ્રતિભાવો..!! 🙂

થોડા દિવસ પહેલા કરેલી (એક ચાર વર્ષના બાળકની પેઠે જ તો..) જાહેરાત પછી આવેલા વાચકો / મિત્રોના શુભેચ્છા સંદેશની એક ઝલક અહીં પ્રસ્તુત કરું છું.

(ફોટોગ્રાફ્સ સૌજન્ય: વિવેક ટેલર)

****************

Bird

ગઝલના કુરૂક્ષેત્રમાં સામ સામે, અમે આજ ઉભા પણછ ખેંચી કાને

હરેક એની વાતોને ટહુકે પરોવીને જમણેથી ડાબે સનન સનસનાવે

ટહુકાની વર્ષગાણ્ઠ નિમીત્તે અભિનંદન…..

સાઉન્ડ ટ્રેક પર સ્વરચના સ્વમુખે ગાવાના

નમ્ર પ્રયાસને ટહુકાએજ બહાલી આપી હતી…

આજ ફરીથી વર્ષગાંઠ ઉપર એક નમ્ર પ્રયાસ……..

આભાર

ડો. નાણાવટી

****************

Green bee-eater

૧૨ જૂનના રોજ ચોથી વર્ષગાંઠ પર ‘ટહુકો’ને ખાંડીબંધ અભિનંદન અને અંતરની માતબર શુભેચ્છાઓ.

ધ્વનિની ધરા પર ધમકતા ‘ટહુકો”ને આહલાદવાની હવે તો એક લત્ત લાગી ગઈ છે. મનની કુંજગલીમાં એના ટહુકાર એવા રંગો ભરે છે કે જે રંગોળીમાં કોઈ પણ રંગ ખૂટવાનો અહેસાસ ઊઠતો નથી. એના સમેલનનો સમિયાણો એટલો વિશાળ છે કે એના ચંદરવા હેથળ કંઈ કેટલીય પ્રતિષ્ઠિત કલમોના કવન કથાયેલા પડ્યાં છે. સંગીત, કવિતા અને ગાનના પિપાસુઓ કાજે તો ‘ટહુકો’ એક પરબધામ બની ગયુ છે. ગઝલ, ગીત અને કવિતાના જામ ‘ટહુકો’ની સુરાહીમાંથી ભરીભરીને સાકી એના મહેખાનામાં પીવડાવે છે એજ તો એક નજરાણું છે.

‘ચાંદસૂરજ’

નેધરલેન્ડસ.

****************

Stork1

ટહુકોનો પરિચય મને મોડો મોડો ઍકાદ વર્ષ પહેલાજ થયો પણ આ ઍક વર્ષમા તેણે અમારા સૌનુ દિલ જીતી લીધુ છે.

જૂના સંભારણા પણ આપ આપતા જાઓછો ઍટલે અમને તેનો પણ લાભ મળતો રહે છે.
આપનો ગુજરાતી ગીત-સંગીત પ્રત્યેનો પ્રેમ અભિનંદનને પાત્ર છે.
આપના વ્યવસાયમાથી સમય કાઢીને ટહુકો કરો છો તે ખરેખર વંદનીય છે.
ટહુકાને ચોથી વર્ષગાંઠના શુભાશિષ !
આવતા વર્ષોમા પણ આવીજ રીતે સૌને ટહુકા કરતા રહો તેવી પ્રભુને પ્રાર્થના !

જય શ્રી કૃષ્ણ,
યોગિની અને ઉલ્લાસ ઓઝા

****************

My song

‘ટહુકો’ના ટહુકે ટહુકે
મળ્યા છે મઝાના ગીતો,
જાળવજો એ જ રિસ્તો
ને એ જ રીતો..
અભિનંદન !

પ્રવિણ શાહ
www.aasvad.wordpress.com

****************

Hearty congratulations on 4th birth of Tahuko, You have done a wonderfull job for our Matrubhasha and all of us. Keep up with the good work.God bless you.
– Dr. Nilesh Rana

****************

Nilkanth

ટહુકો તો મારા જીવનમાં યાદોની વણઝાર બની આવ્યુ છે,

ઓહો!! કેટલી બધી યાદો, પણ સખી આજે જયારે એ રીસાયેલા સાહ્યબાને મનાવવો છે તો કોઈ ગીત જ નથી મળતુ, કહેવુ છે એને કે,
બહુ થઈ આ સંતાકુકડી ની રમત, ઈટા-કીટા ની રમત,
ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ,
છોડી મીંઢણ, બંધન રમીએ, બંધન રમીએ.

જીવનમાં પ્યારના અહેસાસે ઘણા બધા સ્વપનાઓ નુ વાવેતર કર્યુ પણ એને સાજન સુધી પહોંચાડવામાં ટહુકાએ અગત્યનો ભાગ ભજવ્યો,

સહજીવનના સપનાની વાત લખી તો ગીત મોકલ્યુ,
હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
લાગણીનો એકરાર કરવા,

કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે
વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે

જ્યારે સામેથી જવાબમાં અવિશ્વાસ દેખાયો તો તેના જવાબમાં લ્ખ્યુ,

શ્રધ્ધાને વિશ્વાસ આપણો
મજબૂત માળો રચશે
ભલે ફૂકાતો પવન સમયનો
આપણો માળો ટકશે

કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર

સમજણનો ગુણાકાર (અસલમાં તો સરવાળો શબ્દ છે પણ પરિસ્થિતિ એવી હતી કે ગુણાકાર જ કરવો પડે)

જયારે કોઈ જવાબ ના આવે ત્યારે કહ્યુ,
આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી

બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

અને આવા તો કેટલાય ગીતો,

પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા.

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ.”

અને ખાસતો રમેશ પારેખના ગીતમાંથી ઉઠાવેલા આ શબ્દો,

કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!
****************

European Roller

Recently I came to know about this wonderful site, for which I am really very proud that you have immortalized Gujarati songs & music : for which you deserve all the credits from all the Gujaratis. The time and energy you have devoted for this remarkable collection is exceptionally mind blowing. May God bless you eternal power and enhance your love towards this project for the benefit of Gujarati – Matrubhasha – lovers.

You have really become popular by your daily “showers” of “songs”. Hearty Congratulations ! May God bless you for this very interesting website. May all your aspirations and dreams ahead come true.These are my humble and sincere prayers for happy prosperous long life to “Tahuko” in the service of all appreciative Gujaraties.

– Warmest Greetings from Manharlal G Shah, Singapore.

****************

Mena2

શું કહું ટહુકા વિષે?

ટહુકો ટહુકો જ છે. બાળપણમાં કરેલી ધમાલોની કવિતાઓ કહું. તરુણાવસ્થાના શૌર્યગીત કહું, યુવાનીમાં પ્રેમીને પોતાના દિલનો પ્રેમ તેની સમક્ષ રજુ કરવો અને પ્રેમમાં ગળાડૂબ ડૂબી ગયા પછીની પ્રણયલીલામાં રાચવું.. એ રીસામણા મનામણા.. એ છેડછાડ.. એ વાયદા.. એ મજબૂરી કે મનની વ્યથા કહો.. ભગ્ન દિલની પીડા કહો.. જે કહો એ.. કંકોતરી કહો.. લગ્નગીત.. જીવનની સંધ્યાએ હરી ને અપાતો સાદ એટલે કે ભજન કહો.. ટહુકો એટલે મનની ખુશી કે દુઃખની પરિસ્થિતીમાં સહજ રીતે અંદરથી નીકળતો અવાજ…

અમે ખરેખર તમારા આભારી છીએ કે તમે અમને અમારી માતૃભાષાનુ આટલુ સુંદર રસપાન કરાવો છો. અને અમારા થકી અમારા સ્વજનો સુધી લાગણીઓ પહોંચાડવામા મદદ કરો છો. અને આશા રાખીએ કે જ્યાં સુધી ગુજરાતી ભાષા બોલાય ત્યાં સુધી આ ટહુકો આમ જ ગુંજતો રહે. તમારો ખૂબ ખૂબ આભાર

– દર્શની શાસ્ત્રી
****************

Black headed Ibis

ટહુકો …….વતન ની સંસ્ક્રુતિ સાથે જોડી રાખતૉ નાતૉ………
અને વરસ મા ૩૬૫ વખત એ વાત નૉ અહેસાસ………….. .
સરસ ગાવા માટે, સુમધુર સંગીતકાર થવા માટે સાધના જરૂરી છે, પણ આ બધુ વાચકો અને ચાહકો ને પહોંચાડવો ઍ પણ કોઈ નાની વાત નથી,અને ઍ પણ દરરોજ, ૩૬૫ દિવસ………………………..ઍ પણ જયશ્રી ની સાધના જ છે….અભિનંદન અને આભાર
– કમલેશ ધ્યાની
****************

Bhagat ane bhagbhagat

જયશ્રી , અમિત , વાહ રે તમારો ટહુકો !
છ માસથી વાંચુ છુ વિના માર્યે મટકો

કાવ્યના દરેક પ્રકારોથી સભર આ કેકારવ
કવિઓને ઓળખ્યા સુપેરે અહી મનભર

પચીસ વર્ષથી ગુજ સાહિત્યને ગઈ હતી ભુલી
થયુ પુનર્મિલન મારી ભાષા સાથે ટહુકા થકી

જયશ્રીબેન, ઍક જ છે મોટો ખટકો
કલેક્શનમા ડાઇનલોડ નથી થતો ટહુકો

– કિરણ મેહતા, ન્યુ દીલ્લી
****************

dove

આજના કોન્ક્રીટ ના જંગલોના જમાનામાં કુદરતી ટહુકા અને કલરવ તો ક્યાં ખોવાય ગયા છે તે ખબર જ નથી પડતી. ડી.જે.ના કકળાટ વચ્ચે આપણો “ટહુકો” ખરેખર દિલને અતિઆનંદ આપે છે. જેમ મધદરિયે તૂટેલા વાહનમાંથી કોઈ સહારો મળે અને ત્યારબાદ તણાતા-તણાતા કોઈ કિનારે પચોચી જઈએ અને પહોચ્યા પછી ખબર પડે કે, “અરે! આ તો આપણો જ દેશ કે આપની જ ભૂમિ છે.” અને જે ખુશી થાય એવું જ કાંઇક ઈન્ટરનેટ ના મહાસાગર માં પડ્યા પછી ક્યાં જવું ને ક્યાં સ્થિર થવું તે સુઝતું ન હોય અને ખાંખાખોળા કરતા કાંઇક કેટલીયે વેબ સાઈટ્સ ફમ્ફોસ્યા પછી અચાનક “ટહુકો” મળી જતા થાય છે. ગુજરાતી ગઝલકારો તથા સાહિત્યકારો ની રચનાઓ ને અહી જેવી રીતે ન્યાય આપવામાં આવ્યો છે તે ખરેખર અદભુત છે. “ટહુકો” વિષે લખવા માટે શબ્દો ઓછા પડે છે. કારણ કે, જે પોતે જ શબ્દો ને ન્યાય આપતું હોય તેને આપણે તો શું શબ્દોથી માપી શકવાના?
– “ટહુકો” નો ચાહક અમિત વરિયા

****************

Crane2

Thanks alot as now i can hear my choice from tahuko..it mesmerising web site which we will nevr wish to turn off even during sleep…unforgettable experince once you “dive in”..desperate to listen more and more Gujarati treasure….old melodies of Gujarati music especialy from “A-vinashi” Avinashbhai or from Ksheumu Dada or folk maestro Hemu Gadhvi…

“Words are not enough”

– Tarak Bhatt
****************

Pelican

પ્રિય જયશ્રી,

સૌ પ્રથમ તો ટહુકોની ચોથી વર્ષગાંઠ નીમ્મીતે ખુબ ખુબ અભિનંદન!!
ગુજરાતી ટહુકાનો ટહુકો સમગ્ર વિશ્વની દશે દિશાઓ માં ટહુકી રહ્યો છે અને સદીઓ સુધી ટહુકતો રહે! એવા સમસ્ત બ્રહ્માંડ નિમાર્તા શ્રી હારીને હું પ્રાર્થુ છું.

शतं जीव शरद:

પાછલા દશ વર્ષને જોતા એમ લાગતું હતું કે ગુજરાતી ભાષા જાણેકે કોઈ અજ્ઞાત કારણસર પાંગળી અને અશક્ત થઈગઈ હતી પરંતુ ટહુકાનો જન્મ થતાંજ એણે સંજીવની નું સિદ્ધ કાર્ય કરીને ગુજરાતીભાષામાં જાણેકે પ્રાણ ફૂક્યા અને તરો તાઝા અને તંદુરસ્ત કરી એનો શ્રેય નિસંદેહ ટહુકા ને શિરે છે.

આવતી પેઢી એનું અનુકરણ કરી ને આ યુગમાં ગુજરાતી સાહિત્ય અને કવિતા ના સુવર્ણ રથને ટહુકાના સાથ અને સહકારથી સતત હંકારતી રહેશે એવું હું ચોક્કસ પણે માનું છું.

કવિતાનું અને સાહિત્યનુ આવા સુગંધી અમૃત નું રસપાન કરાવવા બદલ ટહુકાને શત શત નમન!

સવિનય,
રાજુભાઈ સોલંકી
****************

King Fisher

Almost daily, as a routine i am awaiting your mail !

who so ever spends a little time, i open you site for the.18 to 82 ,all those who have studied in gujarati medium gets the chance..

you have been doing a great job.

Gautam Kothari, Baroda

****************

‘Tahuko’ has become ‘Gunjan’ which keeps reminding me to look for next ‘Tahuko’.
– Himanshu Muni.
****************

Black Drongo

My heartiest congratulations to you on tahuko’s 4th birthday !! You have been doing a wonderful,pioneering job in the well being of guj language, literature, sugam sangeet so nicely ! may god bless you with all the skills & resourcefulness to go ahead !!!
– Bakulesh Desai, Surat.
****************

કર્કશતાની વચ્ચે મધુરતા ના ટહુકા એટલે ટહુકો
દિલની સંવેદનાને પોષતું ટહુકો
ટહુકાનો ગુંજારવ સદીઓ સુધી ગુંજતો રહે.. જન્મદિનની શુભેચ્છાઓ..!
– મહેન્દ્ર પારેખ

****************
sparrow

અને હા… આ મિત્રોએ પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે..! અને જેમની ઇમેઇલ નથી આવી એમની શુભેચ્છાઓ પણ અમારી સાથે છે જ એની મને ખાત્રી છે..! 🙂

રાજુલ શાહ, શરદ ભાવસાર, ગૌરવ સોની, આરાધના ભટ્ટ (સૂર-સંવાદ રેડિયો), હરસુખ દોષી
****************

flight2

And last (for today), but not at all the least… મમ્મી ના આશિર્વાદ..!!

Dear Jayshree N Amit,

Happy (4th) birthday to TAHUKO.Its monsoon time in India n “mor no tahuko sambhalava male” But for that one has to go to the country side.But ur TAHUKO we can hear-read too- from our comp or laptop without moving out of the comfort of our house.Well done.

Tahuko has reconnected me to gujarati songs,poems n all the other forms of poetry.I m glad for that.

So let me end with MANY HAPPY RETURNS OF THE DAY.

With love from Mummy,Papa,Vishal N Romila; And all the other members of our extended family.

**************

Open Bill Stork

થોડા વધુ શુભેચ્છા સંદેશ આવતી કાલે… (stay tuned for part II..)

83 replies on “ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ – 1)”

  1. વહાલિ બેના
    અવસર છે ખુશિ નો ને હર્ષ થી ભિંજાયછે મુજ આંખડી
    સ્વીકારજે આ બહેન ફુલ નહિં તો ફુલ નિ આપી છે પાંખડી
    કીર્તિ ગણાત્રા (દુશ્મન) મશ્કત

  2. congratulation for your 4 th birthday of tahuko.com i m paresh h rami at ahmedabad at star dyes & intermediates working with H N BHAKTA SAHEB RAM KABIR FROM PARESH RAMI & FAMILY AHMEDBAD.

  3. I know I am late in wishing but been bz lately to spend time out of it ..

    Wish Tahuko and Jayashreeben all the best for future on this day of 4th anniversary of Tahuko.com … 🙂

  4. Dear Jayshreeben. Congratulations for 4th B’day of Tahuko.com. You are great. We are proud of you, our Gujarati songs are so valuable, & you have done great job. Thank you so much. All the best.
    Jayshreeben, I want to put you some more songs Madhurgeet were coming on Radio 50years ago from that I am writting some songs if you will put this on Tahuko, I will be obliged.
    I want to here some other gujrati songs from madhur geet. They are as under. If possible, please please put on tahuko.com

    1. Kevo rang manek ne kevo rang motidaano. Kevo rang ho mari nandi tara veerno.

    2. Chadhya anmol kashti par pavan tarfen no lidho, chhata navik
    malyo evo, samandar paar na kidho.

    3. Aa naino ni abhilasha no laheraato samandar joto ja. Haiyani hodi
    ne laagya chhe prem na langar jo to ja.

    4. E ni madhuri aash mara dilma rahi gai na janu e kyan gai.

    5. Shane gumaan karto, fani chhe jindgaani, aa roop ne jawani ek
    din fanaa thavaani.

    6. Sukaani jaa tu maare naav karvi paar nathi, suko sagar padyo
    ahi teer ke mazdhaar nathi.

    7. Ek manadu ne biji chhe maya, ena milan madhura hoy, ek kaya
    ne biji chhe chhaya, ena jivan madhura hoy.

    8. Pinjaru te pinjaru, sonaanu ke rupanu, pinjaru te pinjaru. Bhale re
    motide madhel, bhale re hirale jadel, pinjaru te pinjaru.

    9. Tara viyouge rupe raseli, chandani rato bhadke bale chhe.
    Sandhya nirali shu lochaniethi aa vedana ghera aansu

    10. Mara pran ni tu patarani, ho pritadi to ye tu anjani re.
    Tari antar ne khune endhani ho pritadi to ye tu anjani re.

    Please please please, Uparna 10 songs male to maja
    aavi jaay. Badha nahi male to shodhi ne mokaljo, nahi to chhelle jetla male etla please tahuko ma
    muksho to tamaaro khub khub aabhaar.

    Thanks again in advance. Aruna Mistry.

    If possible, you reply me on my yahoo id if it is possible or not.

  5. be lated happy birthday 2 tahuko.com & jaisheebahen & amitbhai…..we all frnds meet 2gethr,,mst tahuka ni wato thai…p6i “khbr ae to nathi amne k ,kono rang lagyo chhe…male chhe sahu to kahe chhe TAHUKA no rang lagyo chhe….”

  6. DEAR JAYSHREEBEN ,AMITBHAI, RAM KABIR .

    CONGRATULATION FOR YOUR 4HT BIRTHDAY OF TAHUKO.COM. I AM REALLY HEARTLY APPRICIATE YOUR HARWORK AND EFFORTS AND CREATIVITY AND HOPE FOR THE BEST AWARD WILL BE GET SOON AND ALL THE BEST FOR YOUR TAHUKO. EVERYBODY SHOULD SEE THIS SITE, THIS SITE IS TREASURE OF THE GUJARATI POEM .I DO NOT THINK THAT THIS TYPE OF COLLECTION ANY BODY HAVE SO KEEP IT UP YOUR EFFERTS AND GO FOR IT . HAVE A NICE TIME AND RAM KABIR FROM YOUR PAPPA AND MY SELF .

  7. નમસ્તે જયશ્રી બેન ,………ટહુકો.કોમ ના ૪ વર્ષ ના birthday પર આપને ખુબ ખુબ અભિનદન …..આપ ખુબ જ સરસ કામ કરો છો ………and keep it up …

  8. જયશ્રેી બેન્, તમને, ટહુકાને અને તેના અસન્ખ્ય ચહકોને અભિનન્દન! જય હો!

  9. wishing very very happy birthday to TAHUKO team & JAyshree bahen and Amitbhai…keep good work on :

  10. અહીં ફ્રોસ્ટી સવારમાં,
    ગરમ ચાનો પ્યાલો હાથમાં,
    ટહુકો.કોમ વાંચતા,
    જૂના સંસ્મરણો યાદ કરી રહી છુ.
    કોયલને સ્થાને ‘ મેગપાઈ’ ની ચીસોમાં –
    મારો ઠરી ગયેલો ભૂતકાળ
    ફરી ફરીને મારી સમક્ષ……..

    જયશ્રીબેન અને અમિતભાઈ,
    તમારો આભાર માનુ એટલો ઓછો છે.
    તમે તો મારી અહીં પરદેશમાં સુની પડેલ કવિતા જગાડી દીધી.
    શ્રીમતી મીતા પોટા (ઑસ્ટ્રેલિયા)

  11. કાન અને દિલ્ એ બન્નેને ગમઇ જાય એનુ નામ ટહુકો.
    અભિનન્દન.અને સર્વ શુભેચ્હ્ઓ.

  12. અમે ખરેખર તમારા આભારી છીએ કે તમે અમને આપણેી માતૃભાષાનુ આટલુ સુંદર રસપાન કરાવો છો. અને અમારા થકી અમારા સ્વજનો સુધી લાગણીઓ પહોંચાડવામા મદદ કરો છો.
    આશા રાખીએ કે જ્યાં સુધી ગુજરાતી ભાષા બોલાય ત્યાં સુધી આ ટહુકો આમ જ ગુંજતો રહે.
    તમારો ખૂબ ખૂબ આભાર અને હર્દિક શુભેચ્ચ્હઓ.

    આશુતોશ ભત્ત્
    વદોદરા

  13. naam tahuko aapanij maatrubhasha ane matru bhasha nu gaurav jyare videsh ma rahine pan ahin karata wadhare jalwatu hoy tyare aabhar ke abhinanadan bahu vamana lage chhe ! Hun aapane vinnanti karu chhu ke aaj rite matrubhasha vandana kartaj rahesho saday ne mate sau ne mate.

  14. HAPPY BIRTHDAY TO TAHUKO.COM, WISH BOTH OF YOU MANY MANY HAPPY RETURN OF THE DAY

    -AALAP ALPESH BHAKTA

  15. ટહુકો.કોમની ચોથી વર્ષગાંઠ પર તમને બંનેને અંતરની શુભેચ્છાઓ… અને ખૂબ ખૂબ અભિનંદન.
    આપણા સૌનો વ્હાલો ટહુકો હંમેશા ટહુકતો રહે અને દુનિયાનાં ખૂણે ખૂણે ગુંજતો રહે એવી અમારી શુભ શુભ શુભેચ્છાઓ…

  16. dear jayshree n amit many many happy returns for the fourth birthday of tahuko.u all are doing a very marvellous job.keep it up.i am always waiting for the new updates.all the best.

  17. ચોથી વર્ષગાંઠ પર ‘ટહુકો’ને અભિનંદન અને અંતરની માતબર શુભેચ્છાઓ.

    -સુરેશ ગનાત્રા

  18. CONGRATULATINS AND BEST WISHES ON 4TH HAPPY BITRHDAY.
    KEEP UP THE GOOD NOBLE WORK OF GUJARATI SUGAM SANGEET AND KEEP RANKAAR OF TAHUKO IN EVERY ONE’S HEART WHO ENJOY’S YOUR SITE EVERY DAY.
    THANK YOU

  19. ચોથો જન્મદિન મુબારક.

    અભિનન્દન!! જયશ્રી અને અમિતભાઈ

    આપના ટહુકાએ મારામા મને આનન્દવાની કવિ વ્રુત્તિને ફરી પોરસ પાઈને લીલી છમ કરી. સાથે સાથે ઊર્મિસાગરમા તરબોળ થવાની તક મળી.

    આભાર

    કલ્પના

  20. આપણા સૌના વ્હાલા ટહુકો.કોમને ચોથી વર્ષગાંઠ નિમિત્તે ઘણા ઘણા અભિનન્દન
    જુગ જુગ જીવો અને ટહુકા ની મહેક હવે mobile phone per app તરીકે સામ્ભળી શકાય એવી આશા.
    જયશ્રીબેન અને અમિતભાઈ નો ઘણૉ આભાર્
    જુગ જુગ જીવો અને ઇશ્વર તમારી સર્વે મનોકામનાઓ પુરી કરે એવી પ્રાર્થના

  21. સ્વભાષાપ્રેમી જયશ્રબેન અને અમિતભાઈ,

    ટહુકો.કોમ ઉપર દરરોજ તેના ૪થા જન્મદિવસના આગમનની છડી પોકારાતી હતી અને દરરોજ ટહુકોને અભિનંદવા કઈંક લખું એવી ઈચ્છા થતી પણ…….. હાય રે આળસ ! અને એમ કરતાં એ જન્મદિવસ આજે આવી પહોંચ્યો.

    પણ ગમે તે કહો, advanced કે belated Birthday wish કરવા કરતાં જન્મદિવસના દિવસે જ wish કરવાનો ઉત્સાહ અને મજા કઈં ઓર જ હોય છે! એટલે આજે જ અને હમણાં જ ટહુકોને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ ખૂબ ખૂબ મુબારકબાદ.

    ટહુકોએ ગુજરાતી સાહિત્યજગત, સંગીતની દુનિયા અને બ્લોગવિશ્વમાં જે અનેરી ભાત પાડી છે તે યાવચંદ્રદિવાકરૌ અમીટ રહે અને એનો ગુંજારવ સદાકાળ ગુજરાતી કવિતા અને સંગીતપ્રેમીઓના કાનમાં ગુંજતો રહે એવી હ્રદયપૂર્વક શુભેચ્છા !

    અભિનંદન આપવા સાથે બે મીઠી ફરિયાદ પણ આજે કરવી છે.

    એક તો એ કે ટહુકોએ મને વ્યસની બનાવી દીધૉ છે. દરરોજ સવારે ચા પીતાં પીતાં જ્યાં સુધી ટહુકો ન સાંભળું ત્યાં સુધી ચેન પડતું નથી ! પરંતુ ખરેખર તો આ સુવ્યસને (ગુજરાતી ભાષાને એક નવો શબ્દ અર્પણ) મારા મનોજગતને સમૃધ્ધ કર્યુ છે.

    બીજું એ કે અભિનંદનોની વર્ષા ઝીલવામાં આજે નવી રચના મૂકવાનું તો ભુલી જ ગયા કે શું? આશા છે આવતીકાલે બે રચનાઓ મૂકીને સાટું વાળી આપશો.

    That was just in a light mood. The fact remains that Tahuko has immensely served Gujarati language and helped Gujarati diaspora all over the world in getting re-connected to our glorious culture.

    ફરી એક વાર અભિનંદન સાથે આપના ભાષાપ્રેમને સલામ !

    શાન્તિલાલ નાકર (મુલુંડ – મુંબઈ)

    માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું

  22. ટહુકો ભલે થયો ચાર વર્ષનો
    આશા એવી કે ટહોકો થાયે સો વર્ષનો..
    જેન આશિર્વાદ ગુર્જર વાણીના
    તે પામે હેત સમસ્ત ગુર્જર જાતિનું
    જેમ વિસ્તરેી વિશ્વે ગુર્જરભાષ તેમ વિસ્તરે
    “ટહુકો”
    સમગ્ર વિશ્વમાં વિસ્તરે વિસ્તરે બીના વિવાદે

  23. Happy BirthDay and many more to celebrate.
    Give this gift of your knowledge to the Gujarati people.
    Thanks.
    Anantrai Ghiya from california.

  24. ખુબ ખુબ અભિનદન, જન્મદિવસની અનેક શુભકામનાઓ, છેલ્લા સાત વરસથી કેનેડા-સુરત આવ-જાવ કરુ છુ, પરંતુ અહીં કેનેડામા ગત ચાર વરસમા ટહુકો અમારા સુધી આવી અમારી સવાર આનદીત અને દિવસો સુધી જીવવાનુ વિશેષ બળ આપી જાય છે,
    ઋણ-સ્વિકારની ભાવના સહ, શ્રી જયશ્રીબેન-શ્રી અમિતભાઈને, ટહુકોને જીયો હઝારો સાલ એવી સદભાવનાઓ…..
    કોકિલા- મહેશ નાયક, કેમ્બ્રીજ, કેનેડા..

  25. Jayshreeben and Amitbhai,

    Its real pleasure to see the new song, bhajan, gazal, every day, through u…i enjoy every thing on tahuko site.

    HAPPY BIRTH DAY TO TAHUKO AND HOPE TO HAVE NEW THINGS EVERY DAY..TO SHARE WITH…..JIYO HAZAR SAAL…
    ALL THE BEST
    NISHA PATEL
    [LONDON]

  26. ટહુકોની સમગ્ર ટીમ ને હ્રિદયના અભિનન્દન્.
    માત્ર આપનો સમગ્ર ગુજરાતના સાશ્વત સમાજનો તમને સૌને ટેકો અને ખુબ ખુબ અભિનનદન્.
    ———ગુણવન્ત જાની, અમદાવાદ્.

  27. જન્મદિવસ ની ખુબ ખુબ શુભ કામનાઓ. ટહુકા નો મીઠો સ્વર યાવ્ચન્દ્રૌદિવાકરૌ ગુન્જતો રહે તેવી સ્વાર્થ ભરી પ્રભુ પાસે પ્રાર્થના.
    ડો. જયદેવ મહેતા.
    મેન હટન,ન્યુ યોર્ક

  28. પ્રિય જયશ્રી & અમિત,

    ટહુકો.કોમની ચોથી વર્ષગાંઠે તમને બંનેને હાર્દિક શુભેચ્છાઓ… અને ખૂબ ખૂબ અભિનંદન.

    વિવેકની વાત સો ટકા સાચી છે: મને પણ ગુજરાતી સુગમ સંગીત તરફ ફરીથી વાળવામાં ટહુકો.કોમનો સિંહફાળો છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં થાય…

    આપણા સૌનો વ્હાલો ટહુકો હંમેશા ટહુકતો રહે અને દુનિયાનાં ખૂણે ખૂણે ગુંજતો રહે એવી અમારી શુભ શુભ શુભેચ્છાઓ…

    – અંતરની ઊર્મિ, એનો સાગર અને એની તમામ ભરતી સહ… 🙂

  29. Tum jiyo hazaron saal saalke din ho pachas hazar…
    Happy birtday to u…
    Happy birtday to u…
    Happy birthday dear TAHUKO
    Happy birthday to uuuuu….

    – From Bahrain

  30. Jayshree,

    On eve of 4th BIRTH DAY OF TAHUKO, Dr Kotak & family wish you what you wish for yourself.

    Jayendra

  31. પ્રિય ટહુકો,
    ઇજિપ્ત જેવા દેશમા પણ અમ કાન ને ગમતુ અને રમતુ આપ્ણુ સાહિત્ય અને આપણા ગેીતો નેી મઝા તો ટહુકા મા જ .

    સુજલ શાહ તરફ્થેી ખુબ ખુબ શુભ ઇચ્છાઓ.

  32. ટહુકો ને ચોથિ સાલ ગિરાહ પર ખુબ ખુબ હાર્દિક અભિનન્દન

    ચિરાગ કારિઆ

  33. Hi Jayshree…

    Many many happy returns on 4th Annvrsry.. Keep it up !!!
    Ek “NRG” in khub khub hardik subhechhao…

    Warm Regards,
    Rajesh Vyas
    Chennai

  34. હાર્દિક અભિનન્દન્………જિવેત શરદહ શતમ તહુકા ને……અને તમને…..

  35. પ્રિય અમિત્ભૈ અને જયશ્રિબેન્
    ટહુકોનિ ચોથિ સાલ ગિરાહ માટે ધન્યવાદ.
    આપના આ પ્રયત્નો પ્રશન્શ્નિય છે ધન્યવાદ.

    જસ્ટિસ કારિઆ

  36. Khoob Khoob Abhinandano…Potana Angat Samay Ma thi, Pote Ekla Sukhi Thavani Saathe Saathe, Jagat Na Gujaratiyo no vichar karine Sahune Tamara Sukhna Bhagidar Banav-va maate…

    It is not at all an easy task to go on maintaining this day after day for 4 years and that too, when people become demanding about so many things … such as…please show how to “download” – please, we are not able to “hear” the song – so correct that asap etc. etc. and at the end of the day, to “moderate” all the comments … It is very apparent that you both are doing it with a lot of smiles and giving a lot to all of us.

    Thank you for the quality and perseverance with that quality for all these years … May for many many years to come, God bless you and all who are part of TAHUKO to continue the good work … it has become the “first site” for visit by those who are interested in Gujarati Poetry, Songs and Music…

    Himanshu

  37. Many many happy returns of the day!

    I’d like to echo all of the reader’s comments above .. Jayshreeji and Amitji, Tahuko.com has been a great source of Gujarati Literature, for young and old …

    Keep up the good work & Let us know if we can be of any assistance.

    ~ Tarun

  38. Dear Jayshreeben n Amitbhai

    Many Many Happy returns of the day on the 4th Birthday of Tahuko.V all gujarati loving people are very much grateful to both of u for all the years the pain taken by both of u.”Tahuko” is become a part of our routine life and since morning we r waiting for “tahuko” of “tahuko”

    We pray today to Lord Krishna to give both of u more and more strength to keep this Web more and more lively.

    Jaishrikrishna

    Dahrmendra Mehta and family

  39. ટહુકાની ચોથી વર્ષગાંઠ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિન્ંદન.
    આપનો ગુજરાતિ ભાષા ને જિવંત રાખવા નો પ્રયાસ ખુબજ ધન્યવાદને પાત્ર છે.

    ટહુકો દિન પ્રતી દિન ખુબજ પ્રગતી કરે એવી આશા રાખિએ અને પ્રભુને પ્રાર્થના કરીએ.

    રંજન શાહ

  40. વહાલસોયા જયશ્રી-અમિત,

    ટહુકો.કોમની ચોથી વર્ષગાંઠ નિમિત્તે આપ બંનેને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ…

    સંગીતની ભાષામાં કહું તો મારો કાન બહુ પાકો નથી પણ તોય ટહુકો.કોમ પર આવતી રચનાઓ સાંભળવી ગમે છે… અંદર કોઈ તાર રણઝણતા હોય એવું લાગતું રહે છે.. મને ગુજરાતી સુગમ સંગીત તરફ ફરીથી વાળવામાં ટહુકો.કોમનો સિંહફાળો છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં થાય…

    આ અને આવી અન્ય વેબસાઇટ્સ ગુજરાતી સાહિત્યની મોંઘેરી મિરાત પુરવાર થઈ રહી છે અને આવતીકાલની ગુજરાતી ભાષાનું કાયમી સરનામું બની રહેશે એમાં કોઈ શક નથી…

    શતમ્ જીવમ્ શરદઃ |

    (તા.ક.: તારી આજની આ પોસ્ટમાં મેં ઉમેરેલા રંગબિરંગી ટહુકાઓ ગમ્યા?)

  41. જ્ન્મ દિવસ નિ ખુબ ખુબ શુભ્-કામના…
    વિશ યુ અ વેરિ હેપ્પિ બરથડે…

  42. jayshreeben, amit,congratulations on 4th birthday of Tahuko!
    came to know about TAHUKO just a few months ago. but i feel so attached to the content. the poems learnt in school connects me to my lovely, lively school days, school teachers. the old folk songs,lok geeto connects me to the memories of my departed parents and memories of vacations spent at Bhavnagar,Mahuva.Each day starts with some song from Tahuko. I played many tracks here in USA and my son also liked it very much who is in USA since 6 yrs.
    Once again,congrats, god bless u!

  43. dear jayshreeben and amitbhai,
    wanted to write a lot..but i am not a prolific writer, though talks a lot with my friends.
    relatively i am a late entrant to your feast !
    rarely, i get satisfied..but you have !..so was my spontaneous invitation to be at our home at baroda, during your next visit !
    keep doing..keep moving..remain youthful in your activity !
    once again its from gautam
    baroda

  44. પરિય જય્ શ્રિ અને અમિત્,
    આપ નો ગુજરાતિ ભાશા અને સહિત્ય ને જિવન્ત રખ્વા માત આભર્.
    સન્દિપ શાહ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *