આકાશી અસવાર – બાલમુકુન્દ દવે

ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ધોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

– બાલમુકુન્દ દવે

19 replies on “આકાશી અસવાર – બાલમુકુન્દ દવે”

  1. આ ગેીત નો રાગ થોડો યાદ છએ..પોૂરુ ક્યરે web par mookshe te remind કરાવ્જો ૯૪૨૭૬૮૨૫૧૬
    જ્લ્દિ

  2. છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
    હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

    પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
    ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

    નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
    બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

    અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
    ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.

  3. yes i also heard this song on akashvani Ahemadavad redio on the program “AA maas noo geet’
    and i like it compostion very much..tena shabdo sathe sur sambhalava malashe to bahu j gamashe..aabhar..

    • આ ગેીત નો રાગ થોડો યાદ છએ..પોૂરુ ક્યરે web par mookshe te remind કરાવ્જો ૯૪૨૭૬૮૨૫૧૬

  4. વાહ મજા આવી ગઈ, અત્યારે અહી મુંબઈ માં વાજતેગાજતે મેઘરાજા ની સવારી આવી પહોંચી છે, ચોમાસા ની શરુઆત માં ધ્રુવ ભાઈ ની ‘ઝીલો’ પછી આ રચના વાંચી ને ખરેખર મજા આવી ગઈ, આશા રાખુ કે ગુજરાત માં પણ જલ્દી થી મેઘરાજા ની મહેર થાય.

    આભાર,
    દર્શિત

  5. જયશ્રીબેન્,
    આ ગીત આશિત દેસાઈ એ લગભગ ૨૦૦૨ મા મેઘ મલ્હાર પ્રોગ્રામ મિ મુમ્બઈ મ રજુ કર્યુન હતૂ જે ઔઙીઓ કેસેટ મા ઊપ્લ્બ્ધ છે.
    દીલીપ શાહ.

  6. ASHIT DESAI HAS SUNG THIS SONG IN MEGH MALHAR ALBUM.

    I DON’T HAVE THE CASSETTE NOW , BUT IT WAS IN THE AUDIO CASSETE ERA , AROUND 18-20 YEARS BACK.

    JAYSHREE BEN YOU WILL BE EASILY ABLE TO FIND THIS

  7. Thanks i am searching this poem since last few years. When i am in a school we have this poem in our syllabus then i forgot the name of the poet but only remember one rhythm ie. આવે રે રાજાનો રાજા મેહુલો.

  8. I didn’t know that this has been composed. Surely I will look for the audio recording, and will post it on tahuko if I find it.

  9. I had heard this nearly fifty years ago on All India Radio’s આ માસનુ ગીત. Is it possible to get this recording by you?
    Thanks

Leave a Reply to mahesh dalal Cancel reply

Your email address will not be published. Required fields are marked *