અટકળ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ચોથી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..! એની ગાગરમાં ભરેલા ઊર્મિના સાગરમાંથી ગુજરાતી સાહિત્યને અવનવા ગીત-ગઝલના મોતીઓનો ખજાનો હંમેશા મળતો રહે એવી અમિત શુભેચ્છાઓ…!!!

tunnel

(અટકળનું બોગદું… Tunnel… ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

20 replies on “અટકળ – ઊર્મિ”

  1. i read u first time n i felt that i misseed i sud have read u long before your poetry make me feel your feeling as well as making me remembering my beautiful memories putting ur name in ur poem is appriciatable …………………..

  2. Hearty congratulations on 4th birth of Tahuko, You have done a wonderfull job for our Matrubhasha. There are many way to improvise and highlight our language to the gujarati people but what you have done is excellent. Within a short peroid of time you have done lot of work and tahuko have highlighted many poets, composers and singers and even artists. Once again good wishes from our musical family. God bless you and our Tahuko.
    -Dinesh Vaghela

  3. Happy Bairth Day to my dear friend Tahuko. Tahuko sambhaly che hamesa amne,tamne abhinandan apva che aam amne

    Ajay

  4. સુંદર ગઝલ…

    લાગણી પણ હૃદય હોતું હશે? -વાહ!!! વાહ!!!

    ઊર્મિને એની સાઇટની ચોથી વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ…

  5. ખરેખર મજા આવી ગઈ…

    આટલી ટુંકી સફર હોતી હશે
    ઉંબરા વટતાં કબર હોતી હશે….

    મારી ગઝલિયતના શૈષવ કાળની
    લખેલી બહુ જુની રચના યાદ આવી
    ગઈ…..

  6. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ઊર્મિસાગર!!

  7. ઊર્મિના સાગરને એની ચોથી વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન ! એના ઉછળતા મોજાઓ પરથી જલશિકરો ભરેલી લહેરીઓ એના કિનારે બેસીને આનંદ લેતા એના ચાહકોને સદાય ભીંજવતીખે !

  8. તું નથી તોયે
    ભાળું હું- આવું છળ
    કૈં હોતું હશે ?

    kyu tera ehsaas abb khayalo
    se bahar aane laga hai
    kyu tera har pal na hona
    tere hi hone ka ehsaas karane laga hai

  9. This is really nice, seems appropriate too. We always feel some one is around us and look for that person and then disappoint.
    Sheela

  10. ઊર્મિ વાહ્કેવુ સરસ નામ છ્ે? તેને ૪ વર્સ્ વહિ ગયા પાછો તેંમા સાગર ભ્ર્યો?
    હવે તેમાથિ રત્નો રુપિ કાવ્યો,કહેવતો સન્ગિત વહે૩શે અમે બધા ચાખિશુ જણાવિશુ પન ખરા
    ધન્ય વાદ ઊર્મિજિ

  11. ખુબ સરસ!
    કેટલી મોટી વાત સાવ સહજ
    રીતે કહી દીધી!

    કાળથી યે પર….
    પાગળી થઈ…..
    આવરણ જેની….
    ખુબ ગમી.

  12. સાહિત્ય અને સંગીત માટે તમારી ઊર્મિ હંમેશા ઉભરાતી રહે અને લોકોને તેનો લાભ સદાય મળતો રહે તેવી શુભ-કામના ચોથી વર્ષગાઠ પર !
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

Leave a Reply to Rajesh Vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *