કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ – મુકુલ ચોક્સી

garden.jpg

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

———

વિવેકભાઇએ લયસ્તરો પર જ્યારે ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧” પોસ્ટ મૂકી હતી, ત્યારે શરૂઆત જ આ ગઝલના છેલ્લા શેરથી કરી હતી. આખી પોસ્ટ તમે પહેલા વાંચી હોય તો પણ એને ફરીથી એકવાર વાંચવાનો મોકો ચૂકવા જેવો નથી, એવું સરસ સંકલન કર્યું છે એમણે…

7 replies on “કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ – મુકુલ ચોક્સી”

  1. ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
    લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.
    ખુબ સુન્દર મુકુલભાઈ.. ફિર સે હો જાયે…

  2. આ ગઝલ ખુબ ગમિ ખરેખર સલામ મુકુલભાઈને
    સ્વપ્નના અજ્વાલા મા વેરિ નાઈસ…………..

  3. nice gazal !!!!

    મને આ શેર બહુ ગમ્યો…

    પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
    કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ. ..

    ————————-
    પરંતુ આ શેર માં બહું ખબર ના પડી..

    આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
    બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

  4. પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
    કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

    ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
    લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

    – આ બંને મારા પ્રિય શેર છે… ગયા વરસે ઉપરવાસના વરસાદના કારણે સુરતમાં પૂર આવ્યું હતું ત્યારે મુકુલભાઈનો આ શેર ખૂબ યાદ આવ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *