એક ઘા -કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

28 replies on “એક ઘા -કલાપી”

 1. એક નાનકડા પંખીની કોમળ લાગણીનુ વર્ણન કલાપી જ કરી શકે.

 2. Trupti says:

  Kavishree ‘Kalapee’ na kekarav na aganit tahuka o paiki no ek tahuko…aap na tahuka ma samayelo joine ghano anand thayo…tamara tahuka per Kalapee na bija pan tahuka o aam j gunje evi abhilasha…. Thank you for this lovely post!!

 3. Jadavji Kanji Vora says:

  કોઇના દિલ ઉપર કરેલા ઘા, કદાચ રુઝાઇ જાય, પરંતુ, તેના દિલ ઉપર લાગેલી ચોટ ક્યારેય વિસારાતી નથી. કલાપીએ અહીં આપણને પક્ષીઓનો દાખલો આપીને અન્ય માનવો સાથે આપણે કેવી રીતે વર્તવું એની શીખ આપી છે ! સુંદર કવિતા !

 4. Himanshu Trivedi says:

  A great poet … our Gujarati teacher, who was himself a very good poet, used to teach us these poetries … and Chhands like Mandakranta by giving examples of such great poems.

  Kalapi will live in the hearts of Gujaratis for generations to come … similar to the Gondal-Naresh Bhagwatsinhji (who took personal pains as also gave funding to and birth to Bhagvadgomandal … and some of the great rulers of states of Gujarat, including some of the Gaekwads, couple of them from old Bhavnagar Raj and Jam Ranjitsinhji and Dilipsinhji etc.)…though I am no worshipper of “royalty” as such, some of the individuals, who ruled with their heart and mind at the right places, did make a lot of difference to their citizenry.

  Kalapi as a poet is quite unique and have a place dedicated to him in Gujarati literature.

  Thank you – which are the only words I can use for yeoman services you are doing – Jayshreeben and Amitbhai.

  Regards.

  Himanshu

 5. alka_oza says:

  કલાપીની રચના જોઇને થાય છે કે, પ્રેમીજનનું હ્રદય કેટલું કોમળ હોય છે… પંખીની વેદનાને જોઇને એનુ દીલ ચિરાઇ જાય છે. આવું કોમળ હ્રદય ધરાવતા માનવીઓ આજે કયાં છે? આજે તો દેખાડાની દુનિયા છે… પોતાની પ્રેમિકાને જાનથી વધારે ચાહતા હોવાનો દાવો કરનારા આજના કહેવાતા કોમળ હ્રદય ના માણસો મરતી પ્રેમિકાની સામે જોયા વિના જઇ શકે છે…. આજના આ જમાનામાં સુકોમળ પ્રેમીની ઝલક દેખાડવા બદલ આભાર….

 6. વિહંગ વ્યાસ says:

  ખૂબજ ગમતી કવિતા.

 7. m says:

  જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,

 8. Nayana says:

  ક્લપી સુફી સત હ્તઆ તેમ્ની કિવ્ તા સાભળવી ગાવી આ અનોખો આનદ ક્લાપી ને સમજવ હ્દય જોવે

 9. Sejal Shah says:

  hey jayshree,
  thnx a ton. u helped me recall my school days and my gujarati teacher who explained this poem so well that its registered in my mind and heart even today:)

 10. butabhai patel says:

  ઘણૂ સરસ

 11. સુંદર રચના…

  વેબ સાઇટ્સનો ફાયદો જ આ છે… ગમતી પણ લાં…બા સમય સુધી વાંચવામાં નહીં આવેલી કૃતિઓ પણ વાંચવા મળી આવે છે…

 12. જયેન્દ્ર ઠાકર says:

  રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
  લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

  કલાપીની આ સુન્દર રચના છે… ઉપરની પ્ન્કતિઓમા કવિ એક UNIVERASL TRUTH કહે છે…

 13. mitra gadhvi says:

  કલાપિ એ ગુજરાતિ સાહિત્ય ને જે અમુલ્ય ખજાનો આપ્યો છે , એને તહુકા ના મધ્યમ થિ જિવિત્ જોઇને બહુ આનન્દ આવે . . .

 14. Kalpana says:

  હૃદયદ્રાવક, કવિવર કલાપિની મ્રુદુતાની સમ્પૂર્ણ અભિવ્યક્તિ સમુ ભાવભર્યુઁ ગાન. આભાર જયશ્રી. “લાગ્યા ઘાને વિસરી શકવા કાઁઈ સામર્થ્ય ના છે”
  આટલુઁ સુકોમળ હ્રદય ધરાવતો જીવ આ કઠોર જગતમા અલ્પાયુ ભોગવી ફાની દુનિયા છોડી જાય એમા શી નવાઈ?
  “રે પઁખીડા સુખથી ચણજો” આ જ કવિનુ મુકી શકાય તો આભારી થઈશ.
  કલ્પના

 15. અમર કવિનુઁ અમર કવન ! આભાર બહેના !

 16. sudhir patel says:

  કવિશ્રી કલાપીને ૯મી જૂને એમની તિથિ પર યાદ કરવા બદલ અભિનંદન.
  ખૂબ સુંદર ભાવવાહી સોનેટ ફરી ફરી માણી જૂની યાદો તાજી થઈ!
  સુધીર પટેલ.

 17. કલાપીની કવિતા હ્રદય સોંસરી ઊતરી જાય છે.
  જયશ્રીબહેન,કાવ્યો આપવા બદલ અને કાવ્યોના ટહુકા સંભળાવવા બદલ અભિનંદન.
  આ કાવ્ય સોનેટ નથી. એને સોનેટ શાથી કહ્યું એ સમજાતું નથી.
  –ગિરીશ પરીખ

 18. Ullas Oza says:

  આ ગીતમા કવિના હૃદયનો પરિચય થાય છે.
  આજના માનવીમા આવી કરુણા ઓછી થતી જણાય છે.
  ઉલ્લાસ

 19. ravindra sankalia says:

  નાના હ્તા ત્યારે આ સોનેટ ખુબ ગાતા.પછી તો ક્લાપી દિલ પર છવાઈ ગયા.રે પખીડા સુખથી ચણજો એ ગીત અંહી મુકવુ એ ક્લ્પ્નાબહેનની વિનતિને હુ દોહરાવુ છુ.

 20. Shailesh says:

  ખુબ જ સુન્દર રચના. બચપણ ની યાદ તાજી કરાવી. મારા સદગત પિતાજી ના મન ગમતા ગીતો મા નુ એક. તેમના કહેવા મુજબ કવિ શ્રી કલાપી એ પ્રેમિકા (દાસી શોભના) ને ઉદ્દેશિ ને આ કાવ્ય રચ્યુ હતુ

  આભાર!
  – શૈલેષ

 21. vijaykumar m. khut says:

  કવિ કલાપિ નાની ઉમરમા મોટો પુરુશાર્થ કર્યો હતો માત્ર ૨૬ વર્શના ટુકા જીવન કાળ દરમ્યાન દિલને સ્પર્શિ જાય તેવા અદ્-ભુત કાવ્યની રચના કરી.
  તેમા અનેક કાવ્યો મને ખુબ ગમે ચે.
  “રે રે પન્ખિડા સુખથી ચણજો”
  “એક ઘા”
  “ગ્રામ્ય માતા”

 22. kalavati patel says:

  ઓહ બહુજ સરસ …આ ગીત હું શોધ્તીજ હતી ….આજે જોયું ..ખુબજ આંનદ થયો….આ ગીત અમે નાના હતા ત્યારે સ્કુલમાં ભણેલા…..ને ઉપરની ૮ લાઈન તો ત્યારની મોઢે જ રહી ગયેલી….એ ગીત તો હદય પર જ રહી ગયું છે …..કલાપીની રચના ખરેખર બહુ જ સુંદર છે..ખુબ ખુબ આભાર…………આ ગીત અહીં મુકવા બદલ …

 23. pragnaju says:

  રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
  લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
  અમર પંક્તીઓ

 24. kaushik says:

  રે રે શ્રદદ્ધા ગત થૈ પચ્હિ કોઇ કાલે ન આવે

 25. bhakti says:

  aa mari priy kavya che. 6th std ma hati parantu haji vishari sakati nthi.aa kavya no marm ekdam spast che k ek vakht koi pan upar rakhelo vishvash k shradha tuti jaay che ,e fari kyare pan jodi sakaato nthi.

 26. Rajesh Patel says:

  રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
  લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

 27. Piyush Panchal says:

  રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
  લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *