બહુ બોલકી છોકરીનું ગીત – નવનીત ઉપાધ્યાય

સંગીત – નલિન ત્રિવેદી
સ્વર – કૃતિ મારુ

.

દર્પણને ગીત પછી ફૂટે તો ?
કોઇ મારું નામ મને પૂછે તો ?

ચંદન-તળાવ મારી જેવું દેખાય એવું કોણે લખ્યું છે મારું ગીત
કાગળ વાંચું કે મને પાણી દેખાય એનું કેવું લખાણ કેવી રીત
મને ચોમાસું એ..ય કહી ચૂંટે તો ?
કોઇ મારું નામ મને પૂછે.. તો ?

લીલાં શ્રીફળ લાવો અમને વધાવો મારાં સપનાંઓ પોઇ ભરી આવ્યા
સૂરજ જેવું ચારે બાજુ વરતાય આજ કોના અણસાર અહીં આવ્યા
એનું નામ મારા નામમાંથી ફૂટે તો ?
કોઇ મારું નામ મને પૂછે તો ?

– નવનીત ઉપાધ્યાય

(‘કવિતા’ માં ૧૯૮૯માં પ્રકાશિત આ ગીત ખાસ ટહુકો માટે મોકલવા બદલ માધવીઆંટીનો ખૂબ ખૂબ આભાર)

17 replies on “બહુ બોલકી છોકરીનું ગીત – નવનીત ઉપાધ્યાય”

  1. ચોથી વર્ષગાંઠ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન !

  2. jayshreeben, can you pl. send us your e-mail id or yr contect detail. thanks for KRUTI’S SONG.

  3. આભાર જયશ્રેી.

    ચોમાસાની હરિયાળી જેવુઁ હરિયાળ ગીત છે. છમ છમ નાચતુ ગાતુ મનને તાજગી આપતુઁ સુઁદર ગીત.
    ટહુકાના જન્મદિને ખુબ ખુબ અભિનન્દન!! આવા નિત નવા ગીતો નવનીત ભાઈ આપતા ર્હે એજ આશા.

    કલ્પના

  4. ચોથી વર્ષગાંઠ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન ! આપ ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો. ટહુકાની ચોથી વર્ષગાંઠ પ્રસંગે….
    તુમ જીયો હજારો સાલ ઑર સાલકે દિન હો પચાસ હજાર !
    હેપ્પી બર્થ ડે ટુ યુ… હેપ્પી બર્થ ડૅ ટુ ટહુકો.કોમ !

  5. ચોથી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન… ! 🙂

    તે પેજ પર કોમેન્ટ આપી શકાતી નથી ?!!

    • દર્પણ ને ગીત….. એ રચના નું મ્યુઝિક composition જામનગર ના સંગીતકાર શ્રી નલિન ત્રિવેદી નું છે.

Leave a Reply to Dinesh Vora Cancel reply

Your email address will not be published. Required fields are marked *