સંવાદ રાખું છું – ગૌરાંગ ઠાકર

dew

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

તને આપી જવી છે એટલે હું યાદ રાખું છું,
નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.

સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે,
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું.

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેંથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

13 replies on “સંવાદ રાખું છું – ગૌરાંગ ઠાકર”

  1. wah..tame gazwama varsad rakho cho..toh,hu pan haath ma kana[hole]wali chatri rakhu chuu..
    just superb..Gaurangbhai..salute to uuuu!

  2. માનનીય શ્રી ગૌરાંગભાઇ ,

    નીચે જણાવેલી પંક્તિ ની પુરી કવિતા મને મેલ કરવા વિનંતી…….

    પાંદડુ તાળી પવન ને આપે છે,
    ઝાડ પર જાણે કે રાસ ચાલે છે.
    સ્નેહ ઑછો નથી કોઈનો પણ,
    ઍક જાણ કેમ ખાસ લાગે છે….?

    નેહા દોશી.

  3. ગૌરાગ ભાઇ ને કહિને કોઇ સ્વરન્કન કરવો ને !!!!!!!!

  4. ” તમે સૌ કોઇ ના હિસ્સે સૂરજ મૂક્યો ,
    હવે જાણ્યું ,તમે મશહૂર શાથી છો ?!”
    કવિ, હવે બીજો કાવ્ય-સંગ્રહ ક્યારે ?
    વિવેકભાઈ ને જયશ્રીબેન ને પણ ધન્યવાદ…

  5. Jayshree,sagar ni sodh poori thai abhar Vivekbhai no pan tahuko to mahasagar thai chukyo chhey jetli vaar marjeeva thai ne dubkee lagaviye moti hath ma aave j chhey…….

  6. અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
    બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

    સુદર ગઝલ્…

  7. અરે યાર એક એક શેર ને કા વખાણો !!!
    આખે આખી ગઝલ જ મન મા વસી ગઈ

  8. હુ મારા ખિ સ્સામા સતત વરસાદ રાખૂ છ્ !
    ખૂબ જ સરસ

  9. આભાર વિવેકભાઇ..

    સુજાતા, તમે પૂછેલા પ્રશ્નનો જવાબ પણ વિવેકભાઇએ આપી જ દીધો… એ સાગરનું નામ છે – મારા હિસ્સાનો સૂરજ.

  10. જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
    હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

    -સુંદર શેર…. મજાની ગઝલ… ગુજરાતી ગઝલની સાંકડી ગલીમાંથી બહુ ઝડપથી આગળ આવી રહેલું એક નામ એટલે ગૌરાંગ ઠાકર… એમના પ્રથમ ગઝલસંગ્રહ-મારા હિસ્સાનો સૂરજ-માંથી ચૂંટેલા મોતીઓ માણવા હોય તો –

    http://layastaro.com/?p=830

    – અને એમના હસ્તાક્ષરમાં લખેલી આવીજ એક જાનદાર ગઝલ માણવી હોય તો એ અહીં ઉપલબ્ધ છે:

    http://layastaro.com/?p=867

Leave a Reply to DIVYA Cancel reply

Your email address will not be published. Required fields are marked *