કા’નાને માખણ ભાવે રે.. કા’નાને મીસરી ભાવે…

સ્વર : હેમંત ચૌહાણ
makhan1.jpg

.

કા’નાને માખણ ભાવે રે
કા’નાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું સૈ
મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ
કા’નાને …

શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ
ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ
કા’નાને …

જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ
છપ્પનભોગની સામગ્રી પણ માખણ જેવી નૈ
કા’નાને …

સોળ વાનાના શાક ધરાવું ને રાયતા મેલું રાય
ભાતભાતની ભાજી ધરું પણ માખણ જેવી નૈ
કા’નાને …

એક ગોપીએ જમવાનું કીધું ને થાળ લૈ ઉભી રૈ
વળતા વ્હાલો એમ વદ્યા પણ માખણ જેવા નૈ
કા’નાને …

એક ગોપીએ માખણ ધર્યુંને હાથ જોડી ઉભી રૈ
દીનાનાથ તો રીઝ્યા ત્યારે નાચ્યા થૈ થૈ થૈ
કા’નાને …

29 replies on “કા’નાને માખણ ભાવે રે.. કા’નાને મીસરી ભાવે…”

  1. આ સુંદર લોકપ્રિય રચના કયા કૃષ્ણ ભક્તની છે?

  2. એક સદાબહાર પદ. જ્યારે જ્યારે સાંભળો, આપમેળે તાળી પડી જાય મન નાચવા લાગે.

  3. Murabbi Jayashriben Ghana vakhat thi “‘Suna samandar ni pale ” ek ghayal sainik saravar ni pale ghayal avastha ma potana svjano ne chitthi lakhe chhe e kavita sambhalavi chhe athava vanchavi chhe . hoi to pl pl tahuka ma mukajo. Abhar

  4. મારી ૮ વરસની પુત્રી દિવસમાં જ્યારે નવરી થાય ત્યારેઆ ભજન ની ફરમઇસ કરે મારે ડાઉનલોડ કરવા શું કરવું. મારી પુત્રી અને હું આપના ખુબ આભારી ચીએ

  5. bhajan ane prayer sema aave te jaldi reply karjo aa web bahu sari 6. mare hemant chauhan nu jaysound ma punit prasadi nu album che te mane khub game che . mari tamane vinti che k album aa site par chalu karo. bay jay mataji

  6. I and my mom Prafulaben are really enjoying your site….
    I hope I can understand how to use Gujarati fonts &
    keyboard to communicate with you guys
    keep it up….

  7. omg i m jus crazy abt this bajan i love it… and hemant chahun is my fav fav fav singer…. he sings sooo good… i love da all bajans of him… god bless u .. “jai shree krishna” 🙂

  8. Jayshree,
    Please accept my sincere thanks for creating and maintaining this website. I am introduced to this site through ‘readgujarati.com’ just two days back. I was searching for ‘Tara vina shyam mane…’. Now, I feel ‘at home’ listening to all these wonderfully collected and compiled Gujarati paramparik songs. Gold bless you !

    Would you please check this song , when I play it seems to be different one by Mirabai : ” Jashoda, Kana ne mangyu de ! ”
    I appologize for not writing in Gujarati, as I am not comfortable with Gujarati keypads for the moment.

  9. ઘણી સરસ વેબસાઈટ બનાવી છે. મારા તરફથી તમને ખુબ ખુબ અભિનંદન.મને આ ગીત ઘણુ ગમ્યુ. થેન્ક્યુ.
    પિનાકીન પરમાર

  10. jai shree krishna,
    I like your sight I am very happy to after listining this song I am working in oman please can you send me this bhajan ( mara ghat ma birajta shreenathji – hemant chauhan)

    Tarang Patel

  11. when We hear this song and we remembring our Indian culture,we r originaly indian and now we r in canada but my son allway demanding this song he likes very much I am very thankful to this tahuko.com Please tell me how can I download this song on my cd in mp3 version
    thanks
    Ashish,Bhavika,Nevil Rana

  12. Respected sir,
    first i send thanks for create this great collection of bhajans,songs and garba.But i see that in all bhajans or songs last two line at the end we cannot hear properly mostly we cannot hear last line.so please fix this problem.My farmaish is that “HARINA CHARNARVIND ” by FALGUNI PATHAK.This is collection of shreenathji .so please put this collection on your websitte.i am thankful if i got this collecton on web.
    thanking you
    dipak

  13. hi jayshreeben
    this is a super song of balkrishan
    i like this song
    i want to listen another song and that is
    “man no morliyo rate taru nam, mare zupdiye aao mara shyam ”
    please
    thank u
    jsk

  14. thanks jayshree
    after listening gujrati song iam reqesting one song that if you have please post it on .it is this one “halo halo ne kidi bai ni jaan ma” i was little i heard in india;

  15. મારી ૪ વરસની પુત્રી દિવસમાં જ્યારે નવરી થાય ત્યારેઆ ભજન ની ફરમઇસ કરે મારે ડાઉનલોડ કરવા શું કરવું. જાન્હવી મારી પુત્રી અને હું આપના ખુબ આભારી ચીએ.
    વિસ્ણુ જોસી

  16. વાહ્ વાહ્… કાના ને ભારે જલસા હતા. આ ગીત મા એટલી વાનગીઑ ના નામ છે તો મોઢામા પાની આવી જાય છે. સુન્દર રચના છે.

  17. કા’નજી તારી મા કહેશે,
    પણ અમે કા’નુડો કે’શું::::
    એટલું કહેતાં નહીં માનો ,તો ગોકુળ છોડી દે’શું !!!!

Leave a Reply to dipak Cancel reply

Your email address will not be published. Required fields are marked *