દોસ્ત તારામાં ગોલમાલ ન કર – અદમ ટંકારવી

flickr2.jpg

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.

9 replies on “દોસ્ત તારામાં ગોલમાલ ન કર – અદમ ટંકારવી”

  1. my frnd show me this site..its really nice..hats off to management team of this site..u guys r keeping GUJARATI alive..keep up the good work..

  2. ઝન્ઝર મઅરુઆલક્મલક નુ આવ્યુ રે મર વહલાએ પગ્મા પહેરાવ્યુ રે આ ગેીત ક્ય મલે? આ વેબ્સિતે બહુ સારિ ચ્હે

  3. તું નથી જાણતો ક્યાં જાય છે તું,
    આટલી તેજ તારી ચાલ ન કર.

    લોક માલિકને ભૂલી બેસે,
    સંત તું એટલી કમાલ ન કર.

    આ બે શેર ઘણુ બધુ ક્હઈ જાય છે આજ ના આ જમાના ની ક્ડ્વી સચ્ચઈ

  4. અચાનક આ સાઈટ મને મળી અને હવે હુ આ સાઈટ ની બંધાણી થઈ ગઈ છુ.હવે રોજ હુ આ સાઈટ પર ગીતો અને ગઝલો સાંભળુ છુ.આ બહુ જ સરસ ગઝલ છે.આ ગઝલ જો સાંભળવા મળે તો મજા પડી જાય.
    આભાર,

    ભાવના સંપટ.

  5. nice gazal !!

    નફા ને ખોટનો ખયાલ ન કર,
    ફકીર સાથે ભાવતાલ ન કર.

  6. લોક માલિકને ભૂલી બેસે,
    સંત તું એટલી કમાલ ન કર.
    Very nice.. kharekhar… aaj na yug ni kadvi sachhai..
    કોક બીજું ય વસે છે અહીંયાં,
    અહીંયાં તું આટલી ધમાલ ન કર.
    Again.. excellent.. pan koine e kyan swikarvu j chhey ke ko’k biju pan ahiya vase chhe.. hun mari Milkat nahi, bhagwan ni ‘bhet’ chu ane he’s within me e kyan inetellectually accept karvu j chhey??!!
    Very nice… Great..! Salaam..!

  7. લોક માલિકને ભૂલી બેસે,
    સંત તું એટલી કમાલ ન કર.

    – આજના યુગની કડવી સચ્ચાઈ…. ભગવાન ભુલાઈ ગયા અને બાબા, દાદા અને સંતો પૂજાવા માંડ્યા…

  8. કોક બીજું ય વસે છે અહીંયાં,
    અહીંયાં તું આટલી ધમાલ ન કર.

    આ શેરના કેટકેટલાય અર્થો નીકળી શકે !!!! ખુબ જ મજાનો શેર…

    લોક માલિકને ભૂલી બેસે,
    સંત તું એટલી કમાલ ન કર.

    એક કટૂતાભરેલું સત્ય…

    સુંદર ગઝલ…

Leave a Reply to smiley Cancel reply

Your email address will not be published. Required fields are marked *