એક તત્વ દિવ્ય છે… – જિગર જોષી ‘પ્રેમ’

હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો ; હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે ; બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા, શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું, કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે ; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે ; ક્ષણીક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત ; વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !

8 replies on “એક તત્વ દિવ્ય છે… – જિગર જોષી ‘પ્રેમ’”

 1. સરસ કાવ્ય છે. પ્રેમ તો દિવ્ય જ હોય છે. આજ નો દિવસ પણ દિવ્ય છે, અખાત્રીજ છે આજે. વળી, કવિ અખાનો જન્મદિવસ પણ છે. પ્રાસંગીક કાવ્ય

 2. Jaydev Mehta says:

  બહુ જ સુન્દર કાવ્ય છે.કાન ની બુટ પકડી ને આખુ ય કાવ્ય વાન્ચી ગયો.
  આ કયો છન્દ છે?

 3. mahesh dalal says:

  ભૈ જિગર તમે તો સનાતન સત્ય નિ વાત કહિ .. ખુબ સરસ્

 4. nitin desai says:

  જિવન નુ સત્ય

 5. Jadavji Kanji Vora says:

  જીગરભાઇ, જીવનનું સત્ય કે યહ દિન ભી જાયેંગે ને તમે ખુબ જ સરળ રીતે રજુ કર્યું છે. અભિનંદન.

 6. જીગર ભાઈની ગમતી ગઝલોમાંની એક ..

  અતિ સુંદર

 7. સુંદર મજાની ગઝલ… તાજી જ વાંચેલી!

  લગાલગા ના આઠ આવર્તનો છે…

 8. I am pleased beyond measure … after having enjoyed SOME REALLY GOOD POEMS OF MY CHOICEST Poets like Manoj Kanderiya ,Ramesh Parekh and Jigr Joshi..,Thanks a lot… for D L-I-N-K…La’Kant…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *