ટહુકાનું ટેંહુક… ટેંહુક…


(અગ્રગણ્ય ગુજરાતી દૈનિક “સંદેશ” (૨૯-૦૮-૨૦૦૭)ની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં ઝળકેલા ગુજરાતી બ્લૉગર્સ)

ટહુકો.કોમ…
ગુજરાતી ભાષા પ્રત્યેના અનર્ગળ પ્રેમના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષમાં અંગત બ્લૉગ્સનો જે રાફડો ફાટી નીકળ્યો એમાં ખૂબ જ ઝડપથી મોખરાનું સ્થાન અંકે કરી બેઠેલ આ વેબ-સાઈટ… શબ્દ અને સંગીતના સમન્વયથી આ મોરલાએ જે કામણ વિશ્વભરના ગુજરાતીઓ પર કીધા છે એ પેઢી દર પેઢી યાદ રખાશે. નોખો ચીલો ચાતરીને આજે કદાચ નં. ૧ નું સ્થાન ધરાવતી આ વેબ-સાઈટ ૫૫૦થી વધુ સાહિત્યકૃતિઓ ધરાવે છે અને એક નવી કાવ્ય-કૃતિ કે કાવ્ય-સંગીત લઈને રોજ સવારે કુકડાની બાંગની નિયમિતતાથી સૌને અચૂક જગાડે છે.

આજે ગુજરાતના મોખરાના દૈનિક “સંદેશ”માં ઓન-લાઈન ગુજરાતી ભાષાના બ્લૉગ્સની સુંદર નોંધ લેવાઈ છે અને ટહુકો.કોમ વિશે ગળચટ્ટી વાતો પણ થઈ છે. સંદેશમાં પ્રકાશિત આ લેખ આપ અહીં પણ વાંચી શકો છો. ટહુકો.કોમ અને આ લેખમાં સમાવિષ્ટ અને અસમાવિષ્ટ તમામ બ્લૉગર્સને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

જયશ્રી ભક્ત…
મોરપિંચ્છથી વીંટળાયેલા જે દેહમાંથી આ ટહુકો દિનબદિન ગ્હેંકતો-મ્હેંકતો રહે છે એ આજકાલ માદરે-વતન ભારતમાં છે… સ્વદેશાગમન પર રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ સમાચારથી વધુ ગળી બીજી કઈ મીઠાઈ હોઈ શકે? ખરું ને, જયશ્રી?! ટહુકો.કોમને વધાઈ આપવા માટે આ ખાસ ટૂંક-નોંધ લખવાની મને પરવાનગી આપી એ બદલ તારો આભાર… વધાઈ, જયશ્રી ! વધાઈ, ટહુકો.કોમ ! વધાઈ, સમસ્ત ગુજરાતી નેટ-જગત !

-વિવેક ટેલર
www.vmtailor.com

7 replies on “ટહુકાનું ટેંહુક… ટેંહુક…”

  1. It is great, the whole sight is very interesting. Thank you very much. Can I e mail my Gujarati poetry? Please let me know. I write poetry & will appriciate your help. Rashmi Shahgul

  2. ખુબ ખુબ અભીનન્દન, જયશ્રી

    સાચે જ રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ સમાચારથી વધુ ગળી બીજી કોઈ મીઠાઈ ન જ હોઈ શકે

  3. ખુબ આનંદ થયો આ જાણીને – વાંચીને.
    અભિનંદન જયશ્રી.

  4. આપણા વર્તમાનપત્ર લોકોને આવી માહિતી આપે તો ઘણા લોકો ગુજરાતી સાહિત્યનો લાભ લઈ શકે.

    આભાર જયશ્રી અને વિવેક.

  5. અભિનંદન ટહુકો અને ગુજરાતી બ્લૉગ જગત. માતૃભૂમિથી દૂર રહ્યે રહ્યે માતૃભાષાની માની જેમ દરકાર કરનાર દરેક ગુજરાતીનું અભિવાદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *