કાવ્ય – સુરેશ દલાલ

તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને તારી બીક લાગે છે.
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે.

ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય –
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે –

તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે –

પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી.

9 replies on “કાવ્ય – સુરેશ દલાલ”

  1. તારીયે બીક અને મારીયે બીક ! અદભુત સમ્વેદના. . That’s why Suresh Dalal is Suresh Dalal ! Thanks for putting such a nice રચના.

  2. I GOT INTO TEARS WHEN I STARTED THE SONG ‘AANDHLI MAA NO KAAGAL’ REASON? NOW I CAN LISTEN TO SONGS WHICH I HAVE BEEN GREW UP WITH -WORDS THAT I CAN FULLY UNDERSTAND EMOTIONALLY-ORIGINAL FROM MY GUJARAT.

  3. પ્રિય પાત્રનું સમિપ હોવું
    કે તેનું સ્મરણ માત્ર હોવું
    ઇશ્વરે દીધેલ
    એનાથી ચઢિયાતી
    બીજી કોઇ સોગાત નથી,
    બાકી ઇશ્વર નિર્માણાધિન
    વ્યવસ્થામાંથી
    કોઇ બાકાત નથી

Leave a Reply to કુણાલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *