કાવ્ય – સુરેશ દલાલ

તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને તારી બીક લાગે છે.
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે.

ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય –
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે –

તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે –

પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી.

9 thoughts on “કાવ્ય – સુરેશ દલાલ

 1. Pravin H. Shah

  પ્રિય પાત્રનું સમિપ હોવું
  કે તેનું સ્મરણ માત્ર હોવું
  ઇશ્વરે દીધેલ
  એનાથી ચઢિયાતી
  બીજી કોઇ સોગાત નથી,
  બાકી ઇશ્વર નિર્માણાધિન
  વ્યવસ્થામાંથી
  કોઇ બાકાત નથી

  Reply
 2. NILIMA

  I GOT INTO TEARS WHEN I STARTED THE SONG ‘AANDHLI MAA NO KAAGAL’ REASON? NOW I CAN LISTEN TO SONGS WHICH I HAVE BEEN GREW UP WITH -WORDS THAT I CAN FULLY UNDERSTAND EMOTIONALLY-ORIGINAL FROM MY GUJARAT.

  Reply
 3. Saarthak Gautam

  તારીયે બીક અને મારીયે બીક ! અદભુત સમ્વેદના. . That’s why Suresh Dalal is Suresh Dalal ! Thanks for putting such a nice રચના.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *