જુઑ ફરી પાછા હસતાં થઇ ગયા….. – મુકુલ ચોક્સી

તાપી તાપી મહ્ત્પુન્ય,
તાપી પાપ નાશિની,
સૂર્યપુત્રી નમસ્તુભયમ્
અષાઢે જન્મ સપ્તમિ..

6 ઓગસ્ટ, 2006 – તાપીમાં પૂર આવ્યું….
7 ઓગસ્ટ, 2006 – પાણીના સપાટી મહત્તમ હતી, 95% સુરત પાણીમા….

અને ત્યાર પછીની પરીસ્થિતી એવી હતી કે એનું શબ્દોમાં વર્ણન અશક્ય છે. અને પાણીની એ થપાટોથી ભાંગી પડેલા સુરતને ફરી પાછુ બેઠુ કરવા, હસતુ રમતું અને જિંદગીથી ધબકતું કરવા મુકુલભાઇ – મેહુલભાઇ એ એક ગીત બનાવેલું, એ યાદ છે ? ચાલો ફરી પાછા હસતા થઇ જઇએ… ( ટહુકો પર મુકાયેલું મેહુલભાઇનું એ પ્રથમ ગીત… ) અને આજે એક વર્ષ પછી એ કહેવાની જરૂર ખરી, કે ખરેખર આ વર્ષમાં સુરત ફરી પાછું પહેલાની જેમ જ હસતું રમતું થઇ ગયું છે…

અને સુરતીઓની એ સિધ્ધીને બિરદાવતું એક ગીત ફરી પાછું બન્યું…

The song celebrating The Spirit of Surtis….

A video used to be embedded here but the service that it was hosted on has shut down.

ગીત: મુકુલ ચોક્સી સંગીત: મેહુલ સુરતી સ્વર: અમન લેખડિયા,નુતન સુરતી

જુઑ ફરી પાછા હસતાં થઇ ગયા
તાપી ને કિનારે વસતાં થઇ ગયા

પાછા એ જગાયે બાંધીને અમે ઘર
પાણીની થપાટોને દઇ દીધો છે ઉત્તર,
પાણી પણ ડરી જઇને ખસતાં થઇ ગયા
જુઑ ફરી પાછા હસતાં થઇ ગયા
તાપી ને કિનારે વસતાં થઇ ગયા

દુ:ખો ને અમે હાસ્યમાં પલટાવી દીધા છે
દરદો ને ઇતિહાસમાં દફનાવી દીધા છે
સાહસનું અમે પૂર થઇ ધસતાં થઇ ગયાં

જુઑ ફરી પાછા હસતાં થઇ ગયા
તાપી ને કિનારે વસતાં થઇ ગયા

21 replies on “જુઑ ફરી પાછા હસતાં થઇ ગયા….. – મુકુલ ચોક્સી”

  1. Mehulbhai was in our school experimental and I was student of her mother manjulaben surti. i have many time seen him in youth festival and in his home so i know he is very good composer even he has compose our school song “vikas na yatri”. actully when i joined the school in 11th he was not there so i missed many things. i also have done singing with miss Vratini and miss Foram Sanghvi but i was not much indulge in music and have to leave for my medical study.and these wordings of Dr. mukul choksi saheb really amazing. He is of our medical field but his writing is such that any gujju writer never would know that the person is doctor.Im surti and i know hw tough to come up but its all we surat people’s daring to overcome this can result this. thank you for rememberance of it.

  2. ુWah..Mukul bhai maza aavi …ane music composition
    pan saru che mehul bhai..Lage raho ..Good going
    surties.

  3. ેIndeed very good song but just one question why
    we have shown divya bhaskar & a name of only one
    radio station. as we have so many news paper in surat & so many radio station

  4. “ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ” ગીત સાંભળી ને ખુબ જ આનંદ થયો .
    પણ આવુ ગીત અમદાવાદ નુ પણ હોય તો કેટ્લુ સારું….કે…

    Don’t think bad ..but baat main kuch dam hai…

    from :Australia (Melbourne)

  5. “ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ” ગીત સાંભળી ને ખુબ જ આનંદ થયો હતો. પણ આ તો એના કરતા પણ ૧ ડગલુ આગળ. વાહ!

  6. મારુ પ્રિય શહેર સુરત જોવની મજા આવી
    From : Newyork

  7. ખુબ મજા પડિ .સુરત ને જે શબ્દથિ સજાવ્યા વાહ ભૈ વાહ.

  8. ખુબ સરસ રચ્ના,સ્વર્આન્કન અને ખુબ સરસ અવાજ.આશા
    રાખિય કે નવુ નવુ મલ્તુ રહેશેે્્

  9. ગીતનું ફિલ્માંકન કેમ થયું તે જોવા મળી શકે કે?

  10. સુરતીઓની આંતરિક હિમ્મત સૌ કોઈને માટે પ્રેરણાદાયી છે. અને આ સુંદર ગીત જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્યથી, હિમ્મ્ત હાર્યા વગર અને હસતાં હસતાં આગળ વધવાનું સૂચવે છે. ધન્યવાદ..
    આ સાથે ‘નિર્મળ સુરત’ની વેબ સાઈટ પર શહેરની વિકાસ યોજના વિષે વાંચો.
    http://www.suratmunicipal.org/content/downloads/citydevelopmentplan/main.shtml

    જય

  11. તૂટી ગયેલું સ્વ્પ્ન્ પણ આંખ િમંચવાથી
    જોડાતું નથી,
    નવું ઘર બાંધી શકાય પણ તૂટેલું ઘર
    ફરી બનાવવું
    લોખંડની પાઈપ ઉપર
    લીલાં પાંદડાં ઊગાડવાં જેવું છે.
    પરંતૂ ંમેહુલ,મુકૂલ અને અમનભાઈનો શબ્દ અને સ્વર એ સાંભળીને તો સૂરત પાછું
    ઊભું ન થાય તો આકાશને કેમ કહેવો ઈશ્વ્ર?

  12. Really nice written and sung. and there is Mehul Surti so no wonder it is relly good compose too. ખરેખર સુરતની હવામાં જ કંઇ છે. દર ચાર, પાંચ વર્ષે રેલ આવે પણ ગણત્રીના મહિનાઓ મા સુરતી લોકો બધુ ભુલી ને પાછા પોતાની મસ્તીમા મસ્ત થઇ જાય. and that’s what my surat it is. thanks for posting it again.

  13. This song has lots of strength like dead human being stand up and begin to walk. Thousands of miles away (in USA here) from the TAPI, to have TAPI and Surat tour is wonderful experiance in this song. Nice vedio/audio graphy. Thank you & Regards,

  14. આખા ગીતનું ફિલ્માંકન અદભૂત થયું છે… સુરત શહેરની જાણીતી હસ્તીઓને એક-સાથે અને નવા જ જુસ્સા સાથે જોવાની મજા આવી…

    આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન…

  15. આ તો ફૂટી ગયેલું પેપર છે. જે દિવસે આ ગીતનું રેકૉર્ડિંગ થયું હતું એ જ રાત્રે મેહુલના ઘરે જવાનું થયું અને એણે આ ગીત સંભળાવ્યું હતું… ગીત કેવી રીતે રેકૉર્ડ કર્યું એની ટેકનિકલ વિગતો પણ સમજાવી અને બતાવી હતી…

    આભાર…?

  16. તાપી તાપી મહ્ત્પુન્ય,
    તાપી પાપ નાશિની,
    સૂર્યપુત્રી નમસ્તુભયમ્
    અષાઢે જન્મ સપ્તમિ..

  17. વાહ, ખૂબ જ જોશીલું સુરતીગીત લખ્યું છે મુકુલભાઈએ… અને કહેવાની જરૂર પણ છે ખરી, કે એને વધુ કર્ણપ્રિય બનાવી દીધું છે મેહુલ અને અમને… ત્રણેય સુરતી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન!

    વિડીયોગ્રાફી પણ ખૂબ જ સુંદર છે… બધી જૂની દુ:ખદ યાદોને ખૂબ જ સુખદ રીતે તાજી કરાવી દીધી…!!

    ધન્યવાદ સૌને… અને ફરીથી અભિનંદન મિત્રો… સલામ!!!!

Leave a Reply to Ramesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *