ગઝલ – અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભૈ;
એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

ડગલું એક ભરી શકવાના હોંશ નથી, પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.

ઘંટીંના પથ્થરની જેવા વિચાર છે, ને –
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

શબ્દોની હૂંડી લઇ ઊભો ભાષાના દરવાજે,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

9 replies on “ગઝલ – અશરફ ડબાવાલા”

 1. manvani132 says:

  પાછી વળવા જાઉને શામળિયો આવે !…..વાહ કવિ !

 2. ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભૈ;
  એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

  ડગલું એક ભરી શકવાના હોંશ નથી, પણ
  ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.

  આ શેર ખાસ ગમ્યા…

  સુંદર કૃતિ…

 3. Pravin H. Shah says:

  એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે….
  સુંદર રજુઆત!

 4. ashalata says:

  મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે !
  સુન્દેર ક્રુતિ

 5. M.G.Raval says:

  ડગલુ એ ભરી શકવાના હોશ નથી પણ
  ડગલુ એક ભરુ તો તારા ફળિયા આવે

  ખુબ સરસ

 6. dipti says:

  સુંદર કૃતિ…

  મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે !

 7. harit says:

  KHUB J SUNDAR GAZAL PAN JO AARTIBEN NI GAYELI AA GAZAL POST KARVAMA AVE TO TENE CHAR CHAND LAGE………………SHYAMAL SAUMIL NU KHUBAJ SAMAJ VALU SWARANKAN………..

 8. Kinjal says:

  ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભૈ;
  એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

  ખુબ સરસ..

 9. harssha jogi says:

  ખુબ સરસ ગઝલ્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *