ખાલીપણામાં ! – હરદ્વાર ગોસ્વામી

કોઇના હોવા વિશેની ધારણામાં
આંખ અટવાઇ ગઇ છે બારણામાં !

આંખ મારી શોધી લે છે ક્યાંયથી પણ
પ્રેમ છે મારા તરફનો હર કણામાં !

દોસ્ત નખશિખ લઇ નજાકત નભ વરસશે
હોય હોવું મોરનું જો આપણામાં.

લ્હેરખી આવી પવનની સ્હેજ ત્યાં તો
એક તણખાનું રૂપાન્તર તાપણામાં !

કવિ, કલમ, કરતાલ, કાગળ, કાવ્ય કરમાં
અન્ય તો શું હોય આ ખાલીપણામાં !

– હરદ્વાર ગોસ્વામી

17 replies on “ખાલીપણામાં ! – હરદ્વાર ગોસ્વામી”

  1. દોસ્ત નખશિખ લઇ નજાકત નભ વરસશે
    હોય હોવું મોરનું જો આપણામાં.

  2. હોય હોવું મોરનું જો આપણામાં………..અહિ મને પણ ક્યાય કશુ અસ્થાને નથિ લાગતુ ….મોરનુ હોવાપણૂ આપણા મા હોવાનિ વાત, કેવિ મનનિય !

  3. saras ghazal. pahelo sher yaad karavi gayo– zara si aahat jo hoti hai, to dil sochta hai, kahin ye wo to nahi?

  4. મઝાની ગઝલના આ શેર વધુ ગમ્યા
    લ્હેરખી આવી પવનની સ્હેજ ત્યાં તો
    એક તણખાનું રૂપાન્તર તાપણામાં !
    કવિ, કલમ, કરતાલ, કાગળ, કાવ્ય કરમાં
    અન્ય તો શું હોય આ ખાલીપણામાં !
    યાદ્
    આકાશનાં ખાલીપણામાં
    લીમડાની મહેકતી ડાળી ઝૂલે
    એવી આપણી અપેક્ષા વ્યર્થ છે.

  5. હરદ્વારભાઈની તત્વ અને સત્વથી નિતરતી ગઝલ એના આગવા ભાવવિશ્વના આયામ વડે સદા વિસ્તરતી રહી છે.
    અભિનંદન.

  6. કવિ, કલમ, કરતાલ, કાગળ, કાવ્ય કરમાં
    અન્ય તો શું હોય આ ખાલીપણામાં !

    – સરસ !

  7. સરસ ગઝલ..

    આંખ મારી શોધી લે છે ક્યાંયથી પણ
    પ્રેમ છે મારા તરફનો હર કણામાં !….

    કોઈ તમને પ્રેમ કરે છે એ જાણીને જીવન તરબતર થઈ જાય્….

  8. Dear Jayshreeben & Team:

    A very good Gazal by Hardwar Goswami and its positive amber
    is indeed too glaring to miss.Thanks for such inspiring Gazal.

    Vallabhdas Raichura
    Maryland, April 21,2010.

  9. સરસ ગઝલ !

    હોય હોવું મોરનું જો આપણામાં – આ વાક્યરચના વ્યાકરણની અને કાવ્યની દૃષ્ટિએ યોગ્ય જ છે…

  10. સરસ શેર
    દોસ્ત નખશિખ લઇ નજાકત નભ વરસશે
    હોય હોવું મોરનું જો આપણામાં.

  11. સુંદર ગઝલ. અંત ખૂબજ અસરકારક.મોરવાળ પ્ંકિત થોડીક્ કઠે છે. બે વખત હોય/હોવું જામતું નથી.શું ‘અગર હોય મોરપણું આપણાંમાં એમ કાંઇક લખી શકાય? એક નમ્ર સૂચન છે.

Leave a Reply to ધવલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *