ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા

ગઝલ પઠન – ધૂની માંડલિયા

માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

– ધૂની માંડલિયા

11 replies on “ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા”

  1. અતિ સુન્દર,….ખુબજ સરસ રિતે અને બહુજ સરલ ભાશામા જિવન નો અર્થ સમ્જાવિ દિધો.

  2. શ્રી ધૂની માંડલીયાજીની સશક્ત કલમની સુંવાળી માવજતભરી ગઝલ અને સુંદર પઠન.
    સાંજ પડવા છતાં પરત નહીં ફરેલા પંખીને શોધવા માળો નીકળે… એ કલ્પન બહુ ગમ્યું.
    -અભિનંદન.

  3. આશરો કેવળ નદીને . . . કડી બહુ ગમી. બાકી બધીને વધારે મઠારવાની જરુરત લાગી. હસીત હેમાણી

  4. ધૂનિ ભાઈને સાંભળીને લાગ્યું કે સાક્ષાત મારા પરમ મિત્ર હરદ્વાર ગૌસ્વામી બોલી રહ્યા હોય

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *