આવો રે ઓ ચિત્તડું ચોરી જાનારા….

૧૯૭૬ માં ગુજરાતી ફિલ્મ “ખેમરો લોડણ” નું આ કર્ણપ્રિય..ગીત… સ્વ.મુકેશજી ના કંઠે ગવાએલું છેલ્લું ગુજરાતી ફિલ્મી ગીત છે. સાથે એજ ગીત ઉષા મંગેશકર અને કમલેશ અવસ્થીના સ્વર માં.

સ્વર : મુકેશ, ઉષા મંગેશકર
સંગીતકાર : ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – ખેમરો લોડણ (૧૯૭૬)

.

સ્વર : ઉષા મંગેશકર, કમલેશ અવસ્થી

.

આવો રે….આવો રે….
ઓ ચિત્તડું ચોરી જાનારા,
મને મોતનાં વાગે ભણકારા….
આવો રે….આવો રે….

મને યાદ છે વચનો સૌ તારાં,
ઓ દિલડું લૂંટી લેનારા….
આવો રે….આવો રે….

એક રાત તણી મુલાકાત મહીં,
શા કીધાં હતાં તમે વાયદા….
એક ઝુરવું ને મરવું બીજું,
છે પ્રિતડી કેરાં કાયદા….
ભવ ભવ હું ને તું બળનારા….
આવો રે….આવો રે….

સારસ પંખીની જોડી કદી,
જગમાં ના રે જુદી પડે….
જુદી પડે તો માથું પટકી,
બીજું ત્યાં તરફડી મરે….
હવે ઘડીયું ગણે નૈનો મારાં….
આવો રે….આવો રે….

17 replies on “આવો રે ઓ ચિત્તડું ચોરી જાનારા….”

  1. મુકેશના આ સિવાયના અન્‍ય ઘણા ગીતો છે જે ધીરે ધીરે ટહૂકા પર આવશે એવી આશા છે. ઘણો જ સારો પ્રયાસ છે. અભિનંદન.

  2. ફ્ક્ત ૧ ગિત કમલેશ નુ?
    મારે ૧૦ ગિત જોઆએ.

  3. Desr Jayshreeben,
    You are doing good work for our gujarati people, who love gujarati song, like gujarati filmy songs, Lok Geet and also like these old geet. This is my first comments. Please show, how to download like all these songs.

    Dipak B. Desai
    Petlad

  4. સ્વ મુકેશનો સ્વર સહજે ગમી જાય પણ કમલેશની ગાયકી એટલી જ મધુર
    ગીતના બોલ સ રસ

  5. ખુબ જ હ્રદયસ્પર્શી ગીત્…
    આ પંકતિઓ કઈક વિશેષ ગમી…..

    એક રાત તણી મુલાકાત મહીં,
    શા કીધાં હતાં તમે વાયદા….
    એક ઝુરવું ને મરવું બીજું,
    છે પ્રિતડી કેરાં કાયદા….
    ભવ ભવ હું ને તું બળનારા….

  6. બન્નેં ગીતો કર્ણપ્રિય અને હ્ર્દયસ્પર્શી છે.મઝા આવી ગયી સાંભળવાની.અજમા

Leave a Reply to Jayesh Darji Cancel reply

Your email address will not be published. Required fields are marked *