કોણ રોકે? – સ્નેહરશ્મિ

કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. !

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?

આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?

આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?

આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?

– સ્નેહરશ્મિ

( આભાર – લયસ્તરો)

12 replies on “કોણ રોકે? – સ્નેહરશ્મિ”

  1. We are brought up by learning Pujya pitashri Zinabhai’s Poems.The “kon Roke” is one of the master piece created by him.

  2. જન્મદિને શ્રધ્ધાંજલી
    ખૂબ જાણીતું અને માનીતી ગઝલ
    આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
    કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?
    પકડીને આંગળી એ લઈ જાય પણ ખરી,
    ઈચ્છાને કોણ રોકે એ થાય પણ ખરી.
    ——————————-
    આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
    કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?
    કેવાં એ ધ્યાન દઈને ટહુકાઓ સાંભળે છે !
    વૃક્ષોને વાત એની સમજાય પણ ખરી.

  3. જીવનમાઁ સહજતાનુ સૌઁદર્ય કેવુઁ સરસ વ્યક્ત થયુઁ છે.ક્યા ય ન રોકાતા ઝરણા,ટૉળે વળી એકસાથે ઉડતા પઁખીઓનો કલબલાટ, ખભે દફ્તર ઝુલાવતા સ્કૂલે જ્વાનુ -ક્યારે કોણે રોકી દીધુઁ- આ કવિતા, આ ટહુકામા બધુ પાછુ મળે છે-જીવઁત હોવાનો અહેસાસ,સહજ આનઁદની અનુભૂતિ.ઉરમાઁ માય નહિ તેવી-કોઈ રોકે નહિ,ટોકે નહિ.સુઁદર કાવ્ય.

  4. “KONROKE” …What a simple wordings!! how to comment & what ?really speaking…NOWORDS…only excellent!! but nothin else easy wording every one will surely like….no question about it!!RANJIT VED..

  5. સ્નેહરશ્મિ’ના ઉપનામથી જાણીતા ઝીણાભાઇ રતજી દેસાઇનો જન્મ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો. ગાંધીજીના સ્વરાજ્ય આંદોલનના રંગે તેઓ રંગાયા હતા. લગભગ અડધી સદી ઉપરાંત સમય માટે અમદાવાદમાં શેઠ સી.એન. વિદ્યાવિહારના આચાર્ય અને ત્યારબાદ નિયામક રહીને ચાર-ચાર વિદ્યાર્થીપેઢીઓનું તેમણે સંસ્કાર-ધડતર કર્યું હતું. તેમને ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.અમણે જાણિતા જાપાની લધુકાવ્યપ્રકાર હાઇકુનો ગુજરાતી સાહિત્યમા પ્રસાર કર્યો છે.

  6. Jaishreeben & Team :

    Your choice of this Gazal is very apt and rightly commemorates this day as it is the birthday of poet “Sneharashmi”, also the writer of “Gaataa AAsopalav”.
    My school headmaster respected Shri Devjibhai Modha,Porbandr, also a poet, was very fond of him and used to explain this writer Shree Desai’s “Gaata Aasapalav” with touch of very innate feeling and to day’s Gazal evokes sweet reminiscences of my early fifties.

    Thank you very much,

    Vallabhdas Raichura

    Maryland,April 15,2010.

  7. મને યાદ આવ્યુ…. આ શ્રાવણ નિત્ ર્યો સરવડે કોઇ ઝીલો જી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *