કવિતા – પન્ના નાયક

હું શૂન્ય થઇ બેઠી’તી
ત્યાં
મારા વૃક્ષ પર
મુખમાં તણખલાવાળું એક પંખી બેઠું
મને તો એમ કે
એ પલકમાં ઊડી જાશે.

ના, એને તો
મારી ડાળ પર માળો બાંધવો’તો
મારા શ્વાસમાં એને ધબકવું’તું
ભવભવની ઓળખ
આંખને આપવી’તી.

એણે માળો બાંધ્યો.
ખાસ્સી મોટી પાંખો પ્રસારી
મને સમાવી લીધી.
કેટલીય રાતોની
અમારી પાંપણોની મૂંગી મૂંગી
વાતથી
મારા ઘા રૂઝાવા માંડ્યા.
ત્યાં
એને શું ય સૂઝ્યું
કે
મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
ભર ચાંદનીએ મને બળતી મૂકી
એ ઊડી ગયું.

હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
મારી પાસે નથી
અને છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે…

– પન્ના નાયક

17 replies on “કવિતા – પન્ના નાયક”

 1. nishi says:

  ખુબ જ સુન્દેર !!!!ના, એને તો
  મારી ડાળ પર માળો બાંધવો’તો
  મારા શ્વાસમાં એને ધબકવું’તું
  ભવભવની ઓળખ
  આંખને આપવી’તી.

 2. બહુ જ સરસ કવિતા છે. વાંચતા ક્યારે પૂરી થઇ ગઇ, કશું માલુમ જ ન પડ્યું.

 3. આજ કાલ તો હવે કોઈના માનમા પણ માળૉ
  બાંધવા મટે પંખીઓ તલસે છે, પણ તેમને
  કોઈ જગ્યા દેતું નથી……બાકી સિમેન્ટના
  જંગલોમાં માળા જગત તો અલોપ થઈ ગયું છે….

  ક્યાં હવે એ વૃક્ષ, ડાળી ને ઘટા
  ચાંચમાં માળો વસાવે પંખીડાં

 4. આજ કાલ તો હવે કોઈના મનમા પણ માળૉ
  બાંધવા મટે પંખીઓ તલસે તો તેમને
  કોઈ જગ્યા દેતું નથી……બાકી સિમેન્ટના
  જંગલોમાં માળા જગત તો અલોપ થઈ ગયું છે….

  ક્યાં હવે એ વૃક્ષ, ડાળી ને ઘટા
  ચાંચમાં માળો વસાવે પંખીડાં

 5. ‘કવિતા’

  હેમંત પુણેકરને પુછાયેલ પ્રશ્ન, “કવિતા એટલે શું?”

  મને એનો જવાબ આજે પણ યાદ છે ..

  ત્યારથી મેં અછાંદસ નામનાં જોડકણાં લખવાનું છોડી દીધું

  “માનવ”

 6. chandrika says:

  આજના જમાના ની વાત છે.લોકો માળો તો બંધે છે પણ તેને નિશ્ઠુરપણે તોડી પણ નાંખે છે. ખુબ જ સુન્દર કવિતા

 7. P Shah says:

  એક સુંદર અછાંદસ !

 8. જીદગીંમાં કેટલાયે પડાવો ઍવા હોય છે જે ફરી પાછા કયારેય આવતા નથી પણ આપણા જીવનને સભર કરી જાય છે.માળો અને પંખીની વાત કહીને પન્નાબેને ખાલીપણાને ભરી જતા અનુભવોની વાત સરસ રીતે કરી છે.
  – ને છતાં કોણ જાણે કેમ
  વૃક્ષની ડાળેડાળ એના ભારથી
  લચી ગઈ છે.

 9. Rajshri Ghadi says:

  કવિતા ઘનિ સરસ છે

 10. Pancham Shukla says:

  સુંદર કાવ્ય. ‘મુખમાં તણખલાવાળું એક પંખી’ દ્વારા કાવ્ય નાયિકા સાથે સંલગ્ન એવાં કોઈ પણ સ્વજન, ઘટના કે અનુભૂતિની તીવ્રતા અનુભવી શકાય છે.

 11. mukesh parikh says:

  અદભૂત…..સુંદર…..અતિ સુંદર….

  ‘મુકેશ્’

 12. ગનીચાચાની એક પંક્તિ યાદ આવી ગઈ:

  ઘણું ભારણ છે જીવનમાં છતાં એક બોજ એવો છે,

  ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે!

 13. dipti says:

  વ્યક્તિ ઇચ્છે કઇક અને પામે કઇક ઔર….અને છતા…..

  હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
  મારી પાસે નથી
  અને છતાંય
  કોણ જાણે કેમ
  વૃક્ષની ડાળેડાળ
  એના ભારથી લચી ગઈ છે…

 14. Jayendra Thakar says:

  ઑ નીલ ગગનના પન્ખેરુ……
  અથવાતો જીવનકે સફરમે રાહી મિલતે હૅ બિઝડ જનેકૉ….

 15. pragnaju says:

  મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
  ભર ચાંદનીએ મને બળતી મૂકી
  એ ઊડી ગયું.
  સ રસ
  યાદ
  હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
  માનસરના હંસ જેવું પણ મળે.

 16. Kamlesh says:

  ભર ચાંદનીએ મને બળતી મૂકી
  એ ઊડી ગયું

  વાહ,,,,,,,,,,

 17. સુન્દર અભિવ્યક્તિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *