ટહુકી રહ્યું ગગન ! – ફિલિપ ક્લાર્ક

ટહુકી રહ્યું ગગન !
ઓ ક્ષિતિજ આ ઉપવન.
રહ્યું સાંભળી મારું મન.

ક્ષણ ક્ષણનું આ ચિરંતન હાસ,
ક્યાંથી પ્રગટ ભયો ઉલ્લાસ ?
છલક છલકી લઇ આવે પવન
ટહુકી રહ્યું ગગન !

નવ ભીતર હું, નવ હું બહાર,
પુલક પુલક શો પારાવાર !
અગમ સંગ આ કશું મિલન !
ટહુકી રહ્યું ગગન !

4 replies on “ટહુકી રહ્યું ગગન ! – ફિલિપ ક્લાર્ક”

 1. ધીમેથી ઊઘડતું ટચુકડું પણ બળકટ ગીત…

 2. ટહુકી રહ્યું ગગન !

  સરસ.

 3. Kamlesh says:

  Tahuki rahyu gagan… maheki rahyu man…mangamta tahuko.com ma

 4. Pravin H. Shah says:

  નવ ભીતર હું, નવ હું બહાર,
  પુલક પુલક શો પારાવાર !……

  સુંદર ગીત!
  આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *