ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! – તુષાર શુક્લ

આ મારું ખૂબ જ ગમતું ગીત, એક વ્હાલી સખીને એના જન્મદિવસે મારા તરફથી શુભેચ્છારૂપે.. 🙂 ( Happy Birthday, Bena… !! )

અને એમ પણ, તુષાર શુક્લ જેવા કવિની લખાયેલું આટલું મધમીઠું ગીત, અને સાથે સોનામાં સુગંધ ઉમેરતો સૌમિલ મુન્શી અને આરતી મુન્શીનો યુગલ સ્વર…

અને હા… એક બીજી કમાલ કરી છે માલવભાઇએ સંગીત આપીને… જ્યારે જ્યારે ગીતમાં આ શબ્દ આવે, લે તાલી…. દે તાલી.. ત્યારે તો એમ થાય કે બાજુમાં કોઇ ઉભુ હોય તો એને જરૂરથી તાલી આપી જ દઉં.. !!
સ્વર : સૌમિલ અને આરતી મુન્શી
સંગીત : માલવ દિવેટીઆ

tahuke.JPG

.

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી

અધમધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ
આંખોના આકાશમાં હોયે કાંકતો નીતિ નિયમ
પરવાળાના ટાપુ જેવી નીંદરને ન લડીએ
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઇને કહીએ

હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….

આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
નકશાની નદીઓને માથે ચિતરાયાનો શાપ
અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ

સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….

21 replies on “ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! – તુષાર શુક્લ”

  1. ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
    આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી
    મને આ ગીત સાંભળવાનુ બલ્કે માણવાનુ જેણે સુચન કર્યુ તેને….દે તાલી

  2. આ મારું ખૂબ જ ગમતું ગીત છે.ક્ષેમુદાદાની ‘સંગીત સુધા’મા હમણા જ આ ગીત માણ્યુ, અને અહી ટહુકામા ફરી એક વખત….

  3. વારંવાર સાંભળવુ ગમે તેવુ ગીત..

    …સુંદર ગાયકી અને સંગીત તો લાજવાબ.. જયશ્રી બેન તમારી વાત સાવ સાચી છે …જ્યારે જ્યારે ગીતમાં આ શબ્દ આવે, લે તાલી…. દે તાલી.. ત્યારે તો એમ થાય કે બાજુમાં કોઇ ઉભુ હોય તો એને જરૂરથી તાલી આપી જ દઉં.. !!

    આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
    અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ….

    આ પંક્તી બહુ ગમી….

  4. જેટલી વાર આ ગીત સામ્ભળીએ એટલી વાર ઓગળી જવાય છે પ્રેમ મા. અદભુત શબ્દ સન્ગીત ને સ્વર નુ સન્યોજન. આભાર.

  5. સરસ ગીત..સુંદર ગાયકી અને સંગીત તો લાજવાબ.. જયશ્રી બેન તમારી વાત સાવ સાચી છે …જ્યારે જ્યારે ગીતમાં આ શબ્દ આવે, લે તાલી…. દે તાલી.. ત્યારે તો એમ થાય કે બાજુમાં કોઇ ઉભુ હોય તો એને જરૂરથી તાલી આપી જ દઉં.. !!

    આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
    અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
    આ પંક્તી બહુ ગમી….

  6. સખી દે તાલી
    પ્રિયે લે તાલી,
    દે તાલી

    પ્રેમ નો શાક્સાત્કાર્……….સુન્દર્ અભિવ્યક્તિ……….

  7. એક વ્હાલી સખીને………

    “પ્રેમ ની અદભુત અનુભુતી……………….. ”

    પાંપણ પાળે પ્રીત વસે છે એને જઇને કહીએ……………

    ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ,

    હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ

    સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ…………વધઘટ મનનાં વ્હેમ…. પ્રિયે લે તાલી, દે તાલી

  8. પન્ક્તિ આમ વાન્ચો ; સુર્ય્મુખિના સમ્બન્ધોનિ પરવશતા ના પ્રેમ .

  9. સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ,સખિ ! દે તાલી !
    ઘણું જ સરસ ગીત ! સાભિનંદન આભાર ! જયશ્રીબહેન !

  10. આભાર વ્હાલી સખી! 🙂

    એકદમ સામાન્ય લાગે એવી ખૂબ જ અદભૂત ધ્રુવપંક્તિ…!!

    ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
    આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી…

  11. પહેલી જ વાર સાંભળ્યું.
    આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
    અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
    આ પંક્તી બહુ ગમી.
    ——————–
    નકશાની નદીઓને માથે ચિતરાયાનો શાપ
    અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ

    સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી

    આનું કોઈ રસદર્શન કરાવે તો સારું.

Leave a Reply to manvant patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *