લખવો છે એક પ્રેમપત્ર ….

roseletter

ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની …

ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…

વળી,પહેરાવું કવિતાના વાઘા
મારા એ શમણાંને,
કે જોઈ મને પ્રિતમ સંગ
સૂર્ય સવારનો રોજ મલકે…

પણ લખું તો યે શું લખું ?
ક્યાં છે લાગણીની એ ઉત્કટતા સમજનાર ?
ક્યાં છે શબ્દોની એ સુંદરતા મૂલવનાર ?

અને તો યે
લખવો છે મારે
લાગણીભીનો
એક પ્રેમપત્ર…!! 

———————–

સહિયારું સર્જન પર અઠવાડિયે ઊર્મિ નવા વિષય આપે, ત્યારે કાયમ એક જ પ્રશ્ન થાય, શું લખું ?  –  તો આ વખતે તો એ મોટાબેને વિષય જ એ આપી દીધો… 

15 replies on “લખવો છે એક પ્રેમપત્ર ….”

  1. સ્નેહ નિ સરવાણિ થિ થાય હાથ ભિનો ને ….ને પરબિડિયા મા છલકે સુગ્ંધ નો દરિયો તો સાજન જાણજે કે નક્કિ મરો પત્ર મળ્યો……

  2. ખુબજ સરસ રિતે પ્રેમપત્ર્ નુ આલેખન કયુ ;;;

  3. hey jayshree,
    this is awesome..
    “પરબિડીયું ખુલે,
    ને અસ્તિત્વ મહેંકે…”
    when i read this line..kinda current pass thru me..just amazing expression..

  4. pagal prit ma aeva banya
    dil tamne dai betha
    6ta tame kadar na jani
    ne bija koi na thay betha
    ame man ne ,manavi lidhu
    ke dost bani ne rahishu
    pan dost banvanu to dur rahyu
    dusman bani betha
    ishvar tamne maf kare tame aa shu kari betha
    ame tamne jiv manyo ne tame amaro jiv lai betha

  5. ગુલાબની પાંખડીઓ પર, લખું કંઇક એવું,
    પરબિડીયું ખુલે, ને અસ્તિત્વ મહેંકે…
    તમારો આ ટહુકો તમારા અસ્તિત્વને તો મહેકાવે જ છે!! અને હવે સ-આકાર (સાકાર – સમક્ષ) પણ થાય તેવી શુભ ભાવના.

  6. સુંદર અછાંદસ રચના!

    ગુલાબની પાંખડીઓ પર રોજ મલકે……છે ‘ટહુકો’!
    ગુલાબનું પરબિડીયું ખુલે, ને મહેંકે……છે ‘ટહુકો’!

  7. આ કવિતામાં ઉત્કટ લાગણી ભારોભાર બતાવવામાં આવી છે..અને ક્દાચ એને સમજનાર આ વિશ્વમાં કોઈક ખૂણામાં વાંચી રહ્યો હશે..એ વિચાર સત્ય બની દુનિયાની બધી જ ખુશીઓ પ્રત્યક્ષ, ચોમાસાંના વરસાદની જેમ વરસાવી –કાવ્યના પ્રશ્નનો હકારાત્મક જવાબ લાવી .. પ્રેમ-પત્રને અમર બનાવી દે.

  8. ek kagal hoy ne kalam
    kaho ne kyan chho balam
    thari dhidheli aag chhupavi ne
    kyan zakal chhupavi sanam
    shabdone pankho ugine
    gitno thayo janam
    vrindavan visari na jata
    kadam ras ne janeman
    lakhavu to ye nathi lakhatu
    gaganbhari chhahyanu valam

    tamaru sarjan joi ne lakhavanu thayu man

  9. અગર મીણબત્તી સદાય સળગતી હશે તો એમાં ફના થનાર પતંગિયું આવવાનું જ! એમ આ લાગણીભીના પ્રેમપત્ર લખવાની તીવ્ર ઈચ્છા જો જીવતી રહેશે તો એ લાગણીઓની ઉત્કટતા સમજનાર, એ શબ્દોની સુંદરતા સમજનાર “કોઈ” જરૂર આવશે જ! એ તીવ્ર ઇચ્છા જ એને પાસે ખેંચી લાવશે, સાચા હ્રદયથી કરેલી તીવ્ર ઈચ્છામાં સફળતા હોય છે જ. આ ઈચ્છાના બીજથી જ વટવૃક્ષ બનતું હોય છે.

  10. અરે આટલો સરસ પ્રેમપત્ર ( પ્રેમકાવ્ય ) લખ્યુ છે,
    ….તો હવે જલ્દી કોઈ એવુ જ લાગણી ભીનું શોધી નાખ…..
    ખરેખર સરસ કાવ્ય છે

  11. પત્ર તો ખબર નહીં
    કાવ્ય લાગણી ભીનું જરૂર છે

  12. શું લખું, કોને લખું, શું કર્યા કરે છે બેના… આટલો મસ્ત મજાનો પ્રેમપત્ર તો લખી નાંખ્યો તેઁ…!! 😉
    હવે આને કબાટમાં મૂકીને સાચવીને રાખજે, કોક’દિ તને બહુ કામ આવશે હોઁ…!!!! 😀

Leave a Reply to pankita Cancel reply

Your email address will not be published. Required fields are marked *