શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૧)

આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

*

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું
*

શ્વાસમાં થોડો ઘણો સૂનકાર દે
જન્મ શબ્દોનો થવા આધાર દે
*
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

*

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
*

સપનાં નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય
*

જતું કોણ હળવેથી કાગળ ઉપરથી
અહીં રહી જતી એના પગની જ રેણુ

નહીંતર મને આમ વ્યાકુળ ન રાખે
હશે શબ્દનું પણ ગયા ભવનું લેણું
*

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

*

ગીતની પંક્તિનો પ્રવાસી છું
જુગજૂની જીવતી ઉદાસી છું

તું ઋતુ જોઈ જોઈ મ્હોરે છે
શબ્દની હું તો બારમાસી છું
*

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

*

શબ્દો ખુશ્બૂ અસલી જાણે
ડોલર ફૂલની ઢગલી જાણે

કોણ ગયું કાગળના રસ્તે
અક્ષર – રહી ગઈ પગલી જાણે
*

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

*

શબ્દની સરહદ સુધી પ્હોંચાય ક્યાં
આ જગત ક્યારેય ક્યાં નાનું હતું.
*

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

*

શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ
લોક સહુ માને છે ગંજેરી મને
*

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

*

લાખ ગજ ટૂંકા પડ્યા જે માપવા –
અંતરો એક શબ્દથી માપી દીધાં

– મનોજ ખંડેરિયા

21 thoughts on “શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૧)

 1. dipti

  જયશ્રી બેન આ શબ્દોની રમત સરસ માંડી છે ને… મજા આવી …

  મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
  ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

  Reply
 2. Dr. J. K. Nanavati

  એ બાળપણ…એ મનોજકાકા….ફરી યાદ આવી ગયા..

  શ્બ્દ તારામાં સ્ફુરે છે એ રીતે
  કેમ જાણે વૃક્ષ હો તું શબ્દનું….

  થેન્ક્સ ટહુકો…..

  Reply
 3. priyangu

  શબ્દ સમજાય તો સરળ છે નહી તો મૌન ને પણ વાચા હોય છે.

  Reply
 4. Devdatt B.DAVE

  Dear Jayshreeben,
  I have been receiving regular KAVITA POSTING FROM YOU.Thank for the same.From 1965 LAKHABHAIGHDVI,and many more Gujarati artist have visited Chennai,like Pranlal bhai,Veljibhai,Praful Dave etc. Allmost all artis were invited by my father at our recidence and opportunity to listen and enjoy CHARAN KANYA
  ANDHLIMANO KAGAL,All our old Gujarartis folk songs and other kavyas are are immortal,still fresh in our memories.
  I have sent you my CD Devotional Songs.No feed back you from you kindly sent your valued opinion and recipt of the same.
  With Kind Regards,
  Devdatt B.Dave.

  Reply
 5. Mukundrai L Joshi

  જયશ્રીબેન, તમે મનોજ ખંડૅરીયાની શબ્દોની શક્તિ અને ભક્તિ નુ સરસ સંકલન કરી સરસ રજુઆત કરી છે

  Reply
 6. Arpana Gandhi

  મનોજભાઈને મુબઈંમા
  કોફીંમેટસના કાર્યક્રમમા સાંભળેલા.
  દોઢ કલાકના કાર્યક્રમની કેસેટ પણ
  પછીથી લીધેલી. ખુબ સરસ રીતે
  ગઝલોનુ પઠન કરેલુ.જયારે પણ પાછા વાંચીએ ત્યારે નવો જ અર્થ
  નીકળે.શબદો એમના કહ્યામા હોય
  એવી રીતે એમણે કામ લીધુ છે.

  Reply
 7. chandrika

  વાહ,ફરી એક વાર શબ્દો ની ગઝલ.નવી નવી રીતે નવા નવા શબ્દો ને ગોઠવો અને એક નવી કવિતા મળે.હર કોઈ એ કરી શકે નહિ એ માટે તો કવિ હોવું જરૂરી છે.-મમ્મી

  Reply
 8. mukesh parikh

  સવાર સુધરી ગઈ…

  “શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ
  લોક સહુ માને છે ગંજેરી મને”…

  આ શેર બહુ ગમ્યો..

  ‘મુકેશ’

  Reply
 9. ishwar v.vadodaria

  રેઅલ્લ્આ, આ તો શબ્દોનુ સમ્નુ અને સમનન શબ્દો અહ હ હા અહ્હ અહ્હ અહ્હ અહ્હ અહ્હ અહ્હ્
  બેસ્ત બેસ્ત બેસ્ત બેસ્ત સુપેર બેસ્ત

  Reply
 10. Ashish Swami

  પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને
  ને હાથ આખે આખો બળે એમ પણ બને

  તુ ઢાળ ઢોલિયો ને હુ ગઝલ નો દિવો કરુ
  પછિ અન્ધારુ ઘર ને ઘેરિ વળે એમ પણ બને

  શોધવામા જેને જિવન પસાર થૈ જાય
  એજ વસ્તુ હોય તમારા પગ તળે એમ પણ બને

  મનોજભાઇ નિ ગમતિ સૌથિ પ્રિય રચના

  એક કવિ તરિકે બિજા કવિ નિ સૌથિ વધારે ઇર્શ્યા થતિ હોય તો તે છે, મનોજભાઇ.

  Reply
 11. Joshi gita

  Manojbhai the very first line is very attractive and sensitive. kamal ka sher hai.shabdo nu sankalan khubaj saras chhe.

  Reply
 12. Ajazkhan.Baluch

  ગીત ની પ્ંકિત નો પ્રવાસી છુ,
  જૂગ જુની જીવતી ઉદાસી છુ,
  તુ ઋતુ જોઇને મ્હોરે છૅ,
  શબ્દ્ની હું તો બાર્માસી છુ

  ક્યા બાત હૈ,,,,બહોત ખુબ્

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *