મોસમનું ખાલી નામ છે – તુષાર શુક્લ

જ્યારે ગુજરાતી સંગીત સાથેનો મારો નાતો ભજનો, ગરબા અને મનહર ઉધાસની ગઝલો પૂરતો જ સીમીત હતો, ત્યારે અમદાવાદના ક્રોસવર્ડમાં મને હસ્તાક્ષર સિરીઝની કેસેટ જોવા મળી, અને એના પર લખેલા શબ્દો :

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– વાંચીને મેં એ કેસેટ લઇ લીધી. અને ત્યારથી જ તુષાર શુક્લ મારા ઘણા જ પ્રિય કવિ. એમનું હસ્તાક્ષર આબ્લમ જો ના સાંભળ્યું હોય, તો ખરેખર તમે ઘણું ગુમાવી રહ્યા છો. ધવલભાઇ કહે ને, એમના ગીતો સાંભળી લો તો આખો દિવસ મઘમઘ થઇ જવાની ગેરંટી, એમા જરાય અતિશયોક્તિ નથી.

અને એક મિત્રને ઓળખું છું, જેણે એમણે સંચાલન કર્યું હોય એવા કોઇ દૂરદર્શનના પ્રોગ્રામનું રેકોર્ડિંગ કર્યું છે, અને વારે વારે એ પ્રોગ્રામ જુએ છે, ફક્ત તુષાર શુક્લનું સંચાલન માણવા માટે.

સ્વર : શ્યામલ – સૌમિલ મુન્શી
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

( રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે )

.

મોસમનું ખાલી નામ છે. આ તારું કામ છે.
રંગોની સુરાહિમાં સુગંધોના જામ છે

મોસમનું ખાલી નામ છે. આ તારું કામ છે.
રંગોના ઘાવો પર આ સુગંધોના ડામ છે.

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે

હેમંતને વસંતને વર્ષાની વાત ક્યાં
તારાં જ છે સ્વરૂપ ને તારો દમામ છે

આને જ તે કહેતાં હશે દિવાનગી બધાં
કોઇ પૂછે ને કહી ન શકું : વાત આમ છે…

માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

ભીની અજાણી ભીંત પરની લીલમાં હજી
ગઇ કાલે કોતર્યું હતું એ કોનું નામ છે…

મોસમ બધીય યાદની મોસમ બની ગઇ
મક્તાનો શેર શ્વાસમાં, છેલ્લી સલામ છે.

22 replies on “મોસમનું ખાલી નામ છે – તુષાર શુક્લ”

  1. “શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
    નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે”
    તુષારભાઈ ની ગઝલ વાંચી મારી એક ગઝલની પંક્તિ યાદ આવી ગઈ.
    કોઈ સરખામણી કે તુલના કરવાની હિંમત પણ નથી, ફક્ત એક નવશિખિયા કવિયત્રી ની આ કલ્પના છે.

    “છાઈ છે ખુશી હર તરફ ને મતવાલી મોસમ
    ઢુંઢતી નજર સાથી ને, નિશાની નથી મળતી.”
    http://www.smunshaw.wordpress.com

  2. સ્વરાંકન શબ્દાંકન ..
    ગાયકી નો મિજાજ .અદભૂત …
    મજા પડી ગઈ
    અભાર જય શ્રી બેન

  3. …હેમંતને વસંતને વર્ષાની વાત ક્યાં
    તારાં જ છે સ્વરૂપ ને તારો દમામ છે…amazing..

  4. તુશાર શુકલા ની કવિતાઓની તોલે કોઇ કવિતાઓ ના આવી શકે.
    અવર્ણનીય.

  5. One of my favorite songs.

    વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
    નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

    શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
    નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે….

  6. માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
    રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે
    जब तेरा नाम प्यार से लिखती हैं ऊँगलियाँ,
    मेरी तरफ़ ज़माने की उठती हैं ऊँगलियाँ,

    दामन सनम का हाथ में आया था एक पल,
    दिन रात उस एक पल से महकती हैं ऊँगलियाँ,

    जब से दूर हो गए हो उस दिन से ही सनम,
    बस दिन तुम्हारे आने के गिनती हैं ऊँगलियाँ,

  7. મોસમ બધીય યાદની મોસમ બની ગઇ
    મક્તાનો શેર શ્વાસમાં, છેલ્લી સલામ છે.

  8. આને જ તે કહેતાં હશે દિવાનગી બધાં
    કોઇ પૂછે ને કહી ન શકું : વાત આમ છ

  9. I am a lyricist..Kshemookaka liked to compose lyrics..he invited me to compere “sangeet sudha”.i wrote this one for a change.He liked it and composed it.i owe it to him. I re lived those days…Mosam of gujarati music has lost a vasanti laher…we need a detailed artical from ADHIKAARI VYAKTI on his contribution as he kept a very low profile and did not boost about himself.Sugam Sangeet became Kavy Sangeetwith his contribution.

  10. NAMASKAR.
    DELATED HAPPY BIRTHDAY TO LOVING TUSHARBHAI.
    SIMPLY TO SAY..EVEN U CAN’T DESCRIBE WHAT A GREAT FEELINGS I HV FOR U..!!
    GOD BLESS U..I AM PROUD OF U & UR SUPERB DEVOTATION FOR GUJARATI LITERATURE .

  11. માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
    રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

    વાહ તુષારભાઇ..!!

  12. માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
    રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

    sundar lines… puru geet man ma utri jai chhe…

  13. શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
    નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે
    …..wah ….one of my favourite song…

  14. મને પન ગુજરાતી ગજ્લ ખુબ ગમતી, પણ શોધવી મુસ્કેલ હતી
    જે મને તમરી સાટ પર્થી મલી ગયુ

    અભાર્

  15. બહુ જ સરસ્
    ખરેખર કવિ એવા છે કે વાર્ંવાર સાંભળવા ગમે!!

Leave a Reply to jsh Cancel reply

Your email address will not be published. Required fields are marked *