જરા તો નજીક આવ ! – અમર પાલનપુરી

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

9 replies on “જરા તો નજીક આવ ! – અમર પાલનપુરી”

  1. ખુબ સારી રચના છે. હદય ને ગમી.

    બહારો ને કહિ દો, ના છેડૅ અમર ને
    દિવાનો છે,આખુ ચમન ઝોખમાશે.

  2. જ્યારે દૂર દેશે જવાનો સમય થઈ ગયો હોય અને પ્રિયજન પાસે ન હોય, ત્યારે દિલ જે વ્યથા અનુભવે તેનો સુંદર ચિતાર કવિએ અહીં આપ્યો છે.
    એક સુંદર ગઝલ!
    આભાર!

  3. અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
    રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

    ભાઈ મને તો આ વાત ગમી,

  4. સુંદર ગઝલ…

    ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
    જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

    -વારંવાર કહેવાઈ ગયેલી વાતની સુંદર પુનરોક્તિ…

Leave a Reply to Ramnik Vandra Cancel reply

Your email address will not be published. Required fields are marked *