જરા તો નજીક આવ ! – અમર પાલનપુરી

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

9 replies on “જરા તો નજીક આવ ! – અમર પાલનપુરી”

 1. harshad jangla says:

  જોવા જીવનનો તાલ……
  સરસ

 2. સુંદર ગઝલ…

  ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
  જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

  -વારંવાર કહેવાઈ ગયેલી વાતની સુંદર પુનરોક્તિ…

 3. radhika says:

  અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
  રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

  ભાઈ મને તો આ વાત ગમી,

 4. Harry says:

  Nice gazal !!

 5. Pravin Shah says:

  જ્યારે દૂર દેશે જવાનો સમય થઈ ગયો હોય અને પ્રિયજન પાસે ન હોય, ત્યારે દિલ જે વ્યથા અનુભવે તેનો સુંદર ચિતાર કવિએ અહીં આપ્યો છે.
  એક સુંદર ગઝલ!
  આભાર!

 6. 'ISHQ' PALANPURI says:

  ખુબ સારી રચના છે. હદય ને ગમી.

  બહારો ને કહિ દો, ના છેડૅ અમર ને
  દિવાનો છે,આખુ ચમન ઝોખમાશે.

 7. Ramnik Vandra says:

  Please place here the best song -Amar hamana j suto chhe… Very much appreciated

 8. darshi says:

  nice 6e priy patr ne achuk sambhlava jevi

 9. Ramnik Vandra says:

  Very nice. Amar hamna suto chhe is the best one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *