અંતરંગ સખાને… – ઊર્મિ

આજે ઊર્મિની એક મઝાની ગઝલ.. એના જ હાઇકુ સાથે..!!

(વ્હાલનાં વરસાદમાં………….. Photo by : Kopfjäger)

*

શબ્દોની વચ્ચે
છોડેલી ખાલી જગ્યા…
વાંચી શકીશ?

*

આટલું જાણ્યું સખા ! એ પ્રીત પણ પ્યારી નથી,
સંગ એની એક-બે જો વેદના પાળી નથી.

જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી.

વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
છે હજી પણ કૈંક અંદર… સાવ તું ખાલી નથી !

વ્હાલનાં વરસાદમાં પણ સાવ કોરો રહી જશે,
તું નહીં પલળે કદી, જો છતને ઓગાળી નથી.

પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!

હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

પ્રીત, ઊર્મિ, બેબસી ને દર્દથી સજતી રહી,
જિંદગીને મેં સખા ! કંઈ ખાસ કંડારી નથી.

-’ઊર્મિ’ (સપ્ટેમ્બર 26, 2008)

18 replies on “અંતરંગ સખાને… – ઊર્મિ”

 1. Dr. Dinesh O. Shah says:

  બેન ઊર્મિ,
  બહુ જ original and creative poetic thoughts in this poem about love and loved one! It is unique compared to many poems on love that I have read. Congratulations and keep on writing such poems. ઊર્મિ, તેં તો ‘સખા’ શબ્દ તારા ગીતો દ્વારા બહુ જ પોપ્યુલર કરી દીધો! ખુબ ખુબ શુભેછાઓ.

  દિનેશ અંકલ, નડિયાદ,ગુજરાત,ભારત

 2. ઉર્મિ બેન,

  સરસ અને સાદ્યાંત સુંદર રચના

  ખાસ કરીને આ બે પંક્તિઓ ખૂબ ગમી ગઈ છે,

  જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
  છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી

  શુભેચ્છાઓ…

 3. Just 4 you says:

  જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
  છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી

  હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
  તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

  બહુ જ સરસ…

 4. પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
  ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!

  બહુ જ સરસ પંક્તિ છે.

 5. Sarla Santwani says:

  આદર્શ પ્રેમની પરીભાષા! એક ઉત્કૃષ્ટ રચના.અભિનંદન ઉર્મી.

 6. સુંદર ગઝલ… સરળ શબ્દોમાં પ્રણયની નૈસર્ગિક અભિવ્યક્તિ… ફરી માણવી ગમી…

 7. ARTI MEHTA says:

  વાહ ! ખુબાજ સરસ રચના .” હોમતિ રહે છે મને કાયમ વિરહ નિ અગ્નિ મા,તોયે તારિ યાદ ને મેતો કદિ ટાળિ નથિ.
  વહ આ પંક્તિ દ્વારા તામે ઘણુ બધુ કહિ દિધુ.

 8. ગઝલનો ઉઘાડ ખુબ સરસ.
  આટલુ જાણયુ સખા કે પ્રત પણ પયરિ નથ સંગ એની ઍક-બે વેદના
  પાળી નથી.
  – સરસ પંક્તિ.
  અહંને ન ઓગાળીએ તૉ વહાલના
  વરસાદમાં પણ કોરા રહી જઈઍ.

 9. M.D.Gandhi, U.S.A. says:

  પ્રેમ અને વિરહની પરીભાષા સમજાવતી સરસ મઝાની ગઝલ.

 10. Mehmood says:

  આટલું જાણ્યું સખા ! એ પ્રીત પણ પ્યારી નથી,
  સંગ એની એક-બે જો વેદના પાળી નથી.
  સુંદર ગઝલ એટલુજ સુંદર હાઇકુ…

 11. પ્રેમ અને વિરહના તાણેવાણે ગુંથાયેલું કુદરતી સંવેદન શેરે શેરે પ્રગટ્યું છે જે આ ગઝલને આસ્વાદ્ય બનાવે છે.

 12. dipti says:

  પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
  ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!

  હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
  તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

  સુન્દર વાતની ખુબસુરત રજુઆત…. અને હાઈકુ પણ ખુબસુરત!!!

 13. બહુ સરસ અને સુન્દર રચના છે.
  વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
  છે હજી કંઈક અંદર… સાવ તુ ખાલી નથી.
  અને હાઈકુ પણ.સુન્દર..
  શબ્દો ની વચ્ચે છોડેલી ખાલી જગ્યા…

 14. pragnaju says:

  હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
  તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

  પ્રીત, ઊર્મિ, બેબસી ને દર્દથી સજતી રહી,
  જિંદગીને મેં સખા ! કંઈ ખાસ કંડારી નથી.
  વાહ્

 15. archi says:

  અદ્ ભૂત્ ઉર્મિ અદ્ ભૂત્ !!!!
  અન્તરમન્ ના ભાવોને વાચતા કોઇ તારાથી શીખે…
  શબ્દો વચ્ચેન ખાલી જગ્યા વાચતા કોઇ તારાથી શીખે…

 16. સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર..

 17. sejal says:

  Shabdo vacche khali jagya…..really awsome…………………

 18. Ganpat R Pandya says:

  સરસ હઈકુ મસ્ત રચના …..અભિનન્દન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *