અંધેરી નગરી ને ગંડુ રાજા – દલપતરામ

આજે કવિ શ્રી દલપતરામની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ મઝાનું કાવ્ય.. ‘અંધેર નગરી ને ગંડુ રાજા – ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં’.. આ શબ્દો તો એક કહેવત જેટલા લોકપ્રિય થયા છે..! મને યાદ છે જ્યારે પહેલીવાર આ શબ્દો વાંચેલા ત્યારે મમ્મીને પૂછવું પડેલું કે આ કવિતામાં ‘ટકો‘ આવે છે એનો અર્થ શું થાય..!

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

——
આભાર – ગાગરમાં સાગર

——-

ટહુકો પર માણો એમની બીજી કવિતાઓ..

ઊંટ – દલપતરામ
કરતા જાળ કરોળિયો… – દલપતરામ
શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

31 replies on “અંધેરી નગરી ને ગંડુ રાજા – દલપતરામ”

  1. હું નાનો હતો ત્યારે આ કવિતા વાચવા ણને ગાવાની બહુ મજા આવતી.પછી તો એકલો હોઊં કે એકલો વાડીએ જતો હોઉં ત્યારે રસ્તામાં ગણગણતો.ઘડીકમાં વાડી આવી જતી.અહૂીં મુલ્લાની વાત આવે છે પણ મેં ત્યા કયાંક મોરલા ની વાત આવે છે.મુલ્લા અને મોરલો પાતળા એટસે શૂળીએ નાના પડતા હોઈ જાડા નરને શૂળીએ ચડાવવાનો રાજાનો હુકમ થયેલો.આજે ૬૦ વરસ પાછી આ કવિતા વાંચવા મળી ખરેખર મજા આવી ગઊ

  2. આ કાવ્ય દલપતરામે કયા વર્ષમાં લખ્યું હતું?

  3. અમે નિશાલે જતા ત્યારે આ ગિત ગાવાનિ બહુ મજા આવતિ.!કવિદલપતરામ મારા પ્રિય કવિ!

  4. This poem has its roots in a great play by Aaga Hashra Kashmiri named “Andher Nagari” which is in a “folk style” and was written in Khadi Boli with effects of Urdu over it. It is one of the greatest play written in India about the “misrule” and how the self-styled RAJAS used to act with the aide of their own chosen ministers! My father has told me when I was very young that my grandfather was very close to Kavi Dalpatram and that Kavi Shri used to visit my grandfather’s home in Mahuva very regularly. I ended up loving “theatre” and “poetry” and one of my ambitions is to perform “Andher Nagari” with a modern interpretation and context here in New Zealand, and keep its Musical Values intact – anyways, that is one of the dreams. But I would have been indeed happy to ask Kavi Shri Dalpatramji as to when he saw that play as this poem is clearly inspired by that play which itself is a musical. I have loved this poem and I have to copy of the play and laugh a lot when I read either of these as they are really satirical.

  5. આ કવિતા પૂરી વાઁચવાની ઘણા વખતની
    ઇચ્છા આજે સઁતોષવા બદલ આભાર બહેના !

  6. આખી કવિતા આજે જ વાંચવા મળી….. મજા આવી ગઇ….

  7. ખુબ ખુબ મજા આવી.કવિશ્રી મારા પ્રિય કવિ.

    તેમણે ઉપજાવેલી પત્તાની રમત “ભજ પછી જે…વિ”ને
    પણ
    રમતી કરો.જુના કુમારના અંકોમાં તેમના બધા કાવ્યો સચિત્ર

    જોવા મળશે.-કનકભાઈ

  8. નાનપણથી વાતે વાતે આની પક્તીઓ કહેતા
    તેથી ત્યારે કહેવાતુ-
    ડાહ્યો ડાહ્યાલાલનો ડાહ્યો દલપતરામ
    નફ્ફટ પાક્યો નાનકો બોળ્યું બાપનું નામ

  9. thanks for this and other gujarati “gems”.they took listeners in to past-sentimental journey.these are hard to find songs now a days. thans a lot. devendra ghia

  10. સાચેીવાત ત્યારે પન એવુજ્જ ચ્ેઆન્દ્ગેરિ નગ્રિઇ ને ગાન્દુ રાજા.

  11. વાત તો બચ્પનનિ.. કેમે કરિ વિસરાય્.
    વાન્ચતા અને શબ્દો યાદ આવતા ગયા .. વાહ .

  12. Jayshreeben & team :

    Very intelligent and logical poetry by Ka.Da.Daa.
    You have resurrected our childhood memories when a “tako” was a Rupee with high purchasing power with 64 Paisa/32 Dhabus/16 annas.Our pocket money allowance was 1 Paisa. Yes it was royal!!!

    Manny thanks for such happy moments.

    Vallabhdas Raichura

    Maryland,March 25,2010

  13. અમારા દાદા પુન્જીરામ ગણપતરામ ને દલપરામ કવી ને શ્રીમાળી બ્રામણના નાતે મિત્રતા હતી.મા ગુર્જરીના આવા સપૂતો જ એના ખરા વારસ છે.
    તેમના જન્મ દિવસે,આજે દલપત કાકાની કવીતા ને એમના ગુજરાતના રસીકો એ મુકી તેથી ખુશી થાય છે.

    રાજેન્દ્ર ત્રિવેદી અને ત્રિવેદી પરીવાર.

  14. નાનપણમા આ કવિતા ઘણી ગમતી. ઘણા વર્ષો પહેલા અમેરિકા આવ્યા અને રેસ્ટોરન્ટમા દુધ તથા પાણીના ગ્લાસનો ભાવઆ એક જોયો ત્યારે આ કવિતા પાછી યાદ આવી હતી. આભાર.

  15. ખરેખર મારી શાળાની યાદ આવી ગઈ! આભાર, ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યા છો.

  16. નીચલા ધોરણમાં શીખેલી કવિ દલપતરામની બે કવિતાઓ,અંધેરી નગરીને ગંડુ રાજા અને ઉંટ કહે આ સભામાં.. કદિ ભૂલાતી નથી.હા સતત યાદ પણ આવતી નથી.તમારો ખૂબ આભાર,યાદ કરાવી આપી.અત્યારની પરિસ્થિતિનુ સચોટ વર્ણન,આપણા બની બેઠેલા નેતાઓ,રાજ્યકર્તાઓ ગંડુ રાજાને સારો કહેવરાવે તેવા છે-તે તો મૂર્ખ હતો,આ બધા સહુને મૂર્ખ માને છે-બનાવે છે.

  17. કેટલાક કવ્યો આપણા મનમાં ભીતર વણાઈ જાય છે – આ તેમાંનુ એક છે. સરળ રજુઆત અને બોધદાયક.
    આજે પણ એ પાઠય પુસ્તક અને એ
    શિક્ષક નજર સામે તરે છે.

  18. વાહ જયશ્રીબેન,
    બહુ જ મઝા પડી.તમે કહ્યું એમ એક કહેવત બની ગયેલી પંક્તિઓ સિવાય આખી રચના તો વિસરાઈ જ ગયેલી તે તમે પાછી યાદ કરાવી -આભાર.
    મા ગુર્જરીના આવા સપૂતો જ એના ખરા વારસ કહી શકાય.
    શત શત વંદન કવિ દલપતરામને.

  19. જયશ્રી

    રાજા ભલે ગંડુ હતો પણ આજના નેતા કરતાતો સારો હતો. કમસે કમ તેના રાજમા મોંઘવારી તો ન હતી. આજે તો ભારતમા ‘ટકો’ કોઇ ટકાનો ઋઅહ્યો નથી.

  20. હુ હમેશા તહુકો જોઉ ચ્હુ આજે ઘનોજ ખુશ થયો. આવિ કવિતા વાન્ચિને ઘનોજ આનદ્.ાવિ કવિતા કરતા રહેશો અને તહુકો ખુબજ આગલ વધે આ શુભેચ્ચ્હા

Leave a Reply to manvant patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *