ના રસ્તા કે ના ઝરણાં – જયન્ત પાઠક

creek

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

( આભાર : લયસ્તરો )

6 replies on “ના રસ્તા કે ના ઝરણાં – જયન્ત પાઠક”

 1. prarthana says:

  very beautiful nd heart touching words simply great work

 2. બહુ વર્ષો પહેલા આ પંક્તિઓ માણી હતી અને મીત્રોને વંચાવી હતી…બહુ આબાદ રીતે વાત કહેવાઈ છે… મારી માનીતી કૃતિ..

 3. ખૂબ જ ઓછા શબ્દોમાં ધાર્યું નિશાન કઈ રીતે પાર પડી શકાય છે તે જાણવું હોય તો આ કાવ્યને વાંચવાને બદલે હૃદયસ્થ કરવું ઘટે. કવિતાની કળા શીખનારા માટે આ એક મોડેલ કાવ્ય ગણી શકાય…

 4. Pravin Shah says:

  કવિતાની કળા શીખનારા માટે આ એક મોડેલ કાવ્ય ગણી શકાય… વિવેકભાઈ તમે ખરેખર સાચી વાત કરી.
  દિલમાં કઈંક થાય છે, પણ નથી કહેવાતું કે નથી સહેવાતું, આવી સ્થિતિનું ચિત્રણ કવિએ સરળ શબ્દોમાં, સુંદર રૂપક વાપરી, કર્યું છે.
  સુંદર ગઝલ અને એને અનુરુપ સુંદર છબિ!
  આભાર!

 5. Mehmood says:

  વર્ષો વીતી ગયા,
  ના તો યાદ મેં કરી.
  ના તો તે કોઈ ફરિયાદ કરી.

  સપથા લીધા’તા..’સદા સાથ રે’શું.’
  રહ્યા સાથ, જાણે પ્રણયકુંજમાં પ્રેમી-પ્ંખી!

  સાથ સાથ ગીત ગાતા,
  પ્રયણમાં મીઠી મીઠી ફરી..યાદ કરતાં,
  કદી સાગર કિનારે સાંજવેળા,
  નદી કિનારે રોજ મળતાં.

  દિલ બહેલાવતી અમાસ રાતે,
  વસંતી ગીત ગાતી ખુદ જાતે.

  શું થયું ? બસ વિખૂટા પડી ગયાં!
  અજાણી ભોમમાં..ભૂલ્યા પડ્યા કોઈ પ્રવાસી!

  અચાનક એક દિ..બસ અચાનક!
  સામ સામા મળી ગયાં,
  ના તો ફરિયાદ મેં કરી,
  ના તો એણે કરી..
  બસ ચૂપ ચાપ,
  એક બીજાના હૈયા મળી ગયાં,
  ‘કવિતા’!આપણે પાછા મળી ગયાં.

 6. dipti says:

  અમે અચાનક મળી ગયાં
  -અમે, ના રસ્તા કે ના ઝરણાં
  એટલે-
  ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *