જો પ્રત કદી ખૂટી પડે પ્રેમની – હિતેન આનંદપરા

બેસી નિરાંતે બે ઘડી પૃથક્કરણ કરતા રહો;
જે પણ મળે સારું સતત એને ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.

જેની ઉપર ના હક હતો, ના છે ન બનાવાનો કદી,
મનમાં નિરંતર એ જ વ્યક્તિનું સ્મરણ કરતા રહો.

આ પ્રેમ નામે ગ્રંથોનો ફેલાવો વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.

આ પિંડ ફરતે રક્ત-અસ્થિ પર ત્વચા, પર વસ્ત્ર છે,
અહીંયા તો પહેલેથી રૂઢી છે આવરણ કરતા રહો.

એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

14 replies on “જો પ્રત કદી ખૂટી પડે પ્રેમની – હિતેન આનંદપરા”

  1. આ કાવ્ય એકદમ પસન્દ પડી ગયું – પ્રથમ પંક્તિથી જ મન, વિચાર તેમજ બુધ્ધિ સાથે એકાકાર થઈ જાય તેવી કડીઓ(પંક્તિઓ).
    કહેવાય છે કે SKY IS THE LIMIT – but here it is rightly said that “એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી, – ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.” – It is rightly said that ‘ક્ષિતિજ’ is not limit but it is only the illusion or what is called દ્રષ્ટિભ્રમ.
    વાહ ! બહુત ખુબ !! બહુત ખુબ !!!

    પુષ્પકાન્ત તલાટી

  2. જેની ઉપર ના હક હતો, ના છે ન બનાવાનો કદી,
    મનમાં નિરંતર એ જ વ્યક્તિનું સ્મરણ કરતા રહો.
    વાહ .. વાહ
    બસ એટલું કે એના ઉપર મારો હક નથી, એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી. કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું ! ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી

  3. સુંદર ગઝલ!!!

    જેની ઉપર ના હક હતો, ના છે ન બનાવાનો કદી,
    મનમાં નિરંતર એ જ વ્યક્તિનું સ્મરણ કરતા રહો…..

    એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
    ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો……

    આ બ્ંને શેર ગમ્યા.

  4. જેની ઉપર ના હક હતો, ના છે ન બનવાનો કદી,
    મનમાં નિરંતર એ જ વ્યક્તિનું સ્મરણ કરતા રહો……….

  5. એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
    ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

    ઊદ્દાત કલ્પના! A Sublime fantasy! Great.

  6. Second last and the last – both shers are just “Out of the world”
    Many congratulations and “VAH!!” “VAH!!!” to Hiten Saheb

  7. એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
    ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

    સાચે જ મજા આવી ગઈ!

  8. એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
    ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

    -સુંદર ગઝલ…. અને આ આખરી શે’ર તો મજાનો થયો છે…

  9. ખાલી જગાના બેય છેડે અવતરણ….
    સરસ કાવ્ય

Leave a Reply to Vrajesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *