ગરબે આવો મા – હસિત બુચ

ગાયિકા : માલિની પંડિત નાયક, રાજેન્દ્ર જોષી
સ્વરકાર : પરેશ નાયક
કવિ : હસિત બુચ
આલ્બમ : ગરબે આવ્યા મા

(ગરબે આવો મા…ચૈત્રી નવરાત્રી… Photo : Navarathri.org)

.

દૂર ડુંગરીયે વાગતી વેણ, ગરબે આવો મા…

રૂડી ધરતીની ગાજતી રેણ, ગરબે આવો મા…

મારી ગાગર પર ચીતરી વેલ, ગરબે આવો મા…

મહીં દીવડીઓ રેલમરેલ, ગરબે આવો મા…

મારી સૈયરની ફોરતી ઘેર, ગરબે આવો મા…

રમે હૈયામાં ઝીણેરી સેર, ગરબે આવો મા…

મારી શમણાંએ આંખડી ભરેલ, ગરબે આવો મા…

મને ચાંદલિયે હેતથી મઢેલ, ગરબે આવો મા…

આજ નવરાતે અમરતના કહેણ, ગરબે આવો મા…

કુંજ-ગુર્જરના નોરતે કહેણ, ગરબે આવો મા…

13 replies on “ગરબે આવો મા – હસિત બુચ”

  1. સરસ ગરબો ,ખરેખર મન માના શરન મા જ પહોચ્યુ.

  2. સુંદર ગરબો અને સુંદર સ્વર…

    ગુજરાતી શ્રોતાઓને સતત આવી સરસ રચનાઓની ભેટ ધરતા રહેશો.

    ઓછા સાઁભળેલા અને ઓછા પ્રચલિત ગુજરાતી ગીતો સાઁભળવાનુઁ પણ ગમશે.

    અભિનઁદન.

    હિમાઁશુ પ્રેમ

  3. ચૈત્ર નવરાત્રિ પ્રસંગે સરસ ગરબો મુક્યો છે. ગાયકો પણ સારું ગાય છે.

  4. શુભ નવરાત્રિ…મા આજે બહુ ખુશ છૅ ખુબ ખુબ આભાર

  5. મારી શમણાંએ આંખડી ભરેલ, ગરબે આવો મા…

    મને ચાંદલિયે હેતથી મઢેલ, ગરબે આવો મા…

    કવિ હસિતભાઇની આ પંક્તિઓમાં ભાવવિશ્વનો પરિવેશ પ્રતીક વ્યંજનાત્મક અભિવ્યક્તિથી ગરબો હોવા છતા કવિતાનો છે.

  6. વાહ !! પરેશભાઇ અને માલિનીબેન.ઉત્તમ સ્વરાંકન અને મધુર ભાવવાહી સ્વર.મન પ્રસન્ન થઈ ગયું. અભિનંદન.

  7. મા વિશ્વેષવરીની અખૂટ…નિરંતર કૃપા
    વિશ્વ ગુર્જરો પર વરસતી રહે તેવી અર્ચના.

    ખુબ સુંદર…પ્રસંગયોચિત પ્રસ્તુતિ.
    આભાર.

Leave a Reply to hema Cancel reply

Your email address will not be published. Required fields are marked *