શબ્દ ક્યાં મારો કે તમારો – રાહી ઓધારિયા

સ્વર – સંગીત : ભદ્રાયુ ધોળકિયા

.

શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા અણિયારા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે

ભાવ છે અર્થ છે અલંકારો
શબ્દનો કેટલો ઠઠારો છે

જો જરાક અડકો તો છટપટી ઉઠશે
શબ્દ સંવેદનાનો ભારો છે

– રાહી ઓધારિયા

25 replies on “શબ્દ ક્યાં મારો કે તમારો – રાહી ઓધારિયા”

  1. આભાર tahuko.com મારું અતિપ્રિય ગીત.
    જેમાં અઢળક યાદો – દિવસો – શમણાં – ટુંકમાં બધું જ સમાયેલું છે…….
    જગદીશ.

  2. my dear bhadumama {bhadrayu arvind dholakia} mane garv che ke hu tamari bhanij chu superb swrankan geet nu sathe superb singing. missing u so much dear can’t leave with out u. jyan ho duaniya na aa vishal mela ma saday tamne jankhu chu{rahish}

  3. મૌન અને શબ્દ વચ્ચે એક શ્વાસ નો જ વિરામ છે

  4. Jayshree madam,
    Excellent. You put me back to my college days. I still remember those days.
    And the most interesting thing is that I had listen and learnt this song first time directly from Shri Rahi Odharia sir, when we were practicing for “Youth Festival” of Bhavnagar University in 1992. We were representing “S.S. Engineering college” for group song and one of my classmate was preparing for Ghazal. Yes, it was this ghazal and the teacher/Guruji was Shri Rahi Odharia sir. What a fantasic song. I had still with me the lyrics of this song in my old notebook of music. Many times I sing this song to enjoy and recall those days.
    The composition here is totally different from which I had heard. The original is in form of a slow Ghazal, but here it is very similar to a hindi movie song – “Jindagiko Nisar de Maula” sung by Ms. Kavita Sheth in music composition of Sh. Himesh Reshamiya for Film “Vaada”. Anyway, this composition is also equally good and entertaining. Rytham of the song here is also excellent.
    Thanks one again for this song.

  5. શબ્દઍ સન્વૅદનાનો ભારો છે ??? જો આ સમજાય તો આ જીવન તરિ જવુ સહેલુ થઈ જ્શે.

  6. આટલા સુંદર શબ્દો આપનાર આ કવિ અત્યારે કેન્સર સામે જે રીતે ઝઝૂમી રહ્યા છે તે જોઈ તેમને સલામ કરવાનું મન થાય છે. કમ્પોઝિશન પણ ગમ્યું.

  7. શબ્દ કેટલો વજનદાર છે તે જાનવામરયુ.સાભરવાની બહુજ મજા આવી.

  8. શબ્દ શબ્દ તું ક્યાં કરે ,શબ્દ કો હાથ ન પાવ .
    એક શબ્દ મલમ કરે ,એક શબ્દ કરે ઘાવ .
    શબ્દ માનવીને મળેલી અદભુત શક્તિ છે .
    શબ્દ વિષે ની સુંદર રચના સાંભળી ને ખુબજ આનંદ આવ્યો ધન્યવાદ .

  9. જો જરાક અડકો તો છટપટી ઉઠશે
    શબ્દ સંવેદનાનો ભારો છે
    સુંદર શબ્દો મધુર ગાયકીમા

  10. સાચે જ – શબ્દનો કેટલો સહારો છે.

    -દીપક ગણાત્રા ‘સાથી’

  11. શબ્દનુ સુંદર સંવેદન-યુક્ત આયોજન અને ઍટલીજ સુંદર સંગીત રચના અને મીઠો અવાજ !
    મજા પડી ગઈ.

  12. Wow Jayshree !!!
    Nice GAZAL with meaning…. Gr8 keep it up !!!
    Warm Regards
    Rajesh Vyas
    Chennai

  13. સંગીત તો ફુરસદે સાંભળીશ પણ શબ્દોના વિષેશણો !બહુ સુન્દર — મમ્મી

  14. શબ્દ અને સૂર વૈભવનું સુંદર સાયુજ્ય. ભદ્રાયુ ધોળકિયાની યાદ આવી ગઈ… ખૂબ ટૂંકા રોકાણમાં ઘણું ઘણું આપી ગયા. જયશ્રીબેન તમારો ખૂબ ખૂબ આભાર — અમિત ત્રિવેદી

  15. ભાવ છે અર્થ છે અલંકારો
    શબ્દનો કેટલો ઠઠારો છે
    શબ્દ સંવેદનાનો ભારો છે
    શબ્દ ક્યાં મારો કે તમારો છે?
    વાહ્ ! વાહ !

  16. શબ્દોની સુંદર ગોઠવણી…

    જો જરાક અડકો તો છટપટી ઉઠશે
    શબ્દ સંવેદનાનો ભારો છે

  17. જયશ્રીબેન,
    શબ્દ ક્યાં મારો કે તમારો – રાહી ઓધારિયા By Jayshreજ્e, on April 7th, 2010 in ગઝલ , ટહુકો , ભદ્રાયુ ધોળકિયા. સુંદર ગીતને શબ્દો ની તો વાત જ શું કરવી. સ્વર અને સંગીત પણ ખુબ જ સુંદર. ગીત માણવાની મજા આવી.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply to shaunak pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *