શીંગોડા શીંગોડા….

આવો અમારા ભત્રીજા ઈશાનની બીજી વરસગાંઠ ઊજવતા આજે સાંભળીએ એક બાળગીત શીંગોડા શીંગોડા….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ
બાળગીત આલ્બમ – આંગણામાં નાચે મોર

.

શીંગોડા શીંગોડા
અમને આપો થોડા
એક પછી એક આવો
નહિતર પડી જશો મોડા
મોડા મોડા મોડા

એક શીંગોડું એવું મારું
આખો દિવસ રડતું
કજિયા કરતું એં એં કરતું
કહો એ તમને ગમતું ?
ના ના ના !

શીંગોડા શીંગોડા….

એક શીંગોડું એવું મારું
આખો દિવસ લડતું
બટકાં ભરતું ચિંટીયા ભરતું
કહો એ તમને ગમતું ?
ના ભાઈ ના !

શીંગોડા શીંગોડા…

એક શીંગોડું એવું મારું
આખો દિવસ હસતું
ભલે ને દુખ હોય કે
કહો એ તમને ગમતું ?
હા ભાઈ હા ! હા હા હા !

શીંગોડા શીંગોડા….

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

12 replies on “શીંગોડા શીંગોડા….”

  1. અમે નાના હતા ત્યારે કવિત હતિ….કાલુડી કુતરીને આવ્યા ગલુડિયા, ચાર કાબરા ને ચાર ભુરિયા રે,હાલો ગલુડા રમાડવા જૈયે…..

  2. શીંગોડા શીંગોડા
    અમને આપો થોડા
    એક પછી એક આવો
    નહિતર પડી જશો મોડા
    મોડા મોડા મોડા
    અમારા બાબેનના તળાવના શીંગોડા યાદ આવી ગયા
    કહે છે હવે તો ત્યા નવા જમાનાની હવા લાગી છે!

  3. My Dear Ishanbhai;

    Thank you for providing us nice and
    fresh Sinodas here in America!All from
    my family wish you many and wonderful
    returns of this day.All the best to you.

    Vallabhdas Raichura from Maryland
    March 14.2010

  4. જસયશ્રીબેન,
    શીંગોડા શીંગોડા, .By Jayshree, on March 13th, 2010 in અંજના દવે , ઉદયન ભટ્ટ , ટહુકો , બાળગીત. બાળગીત સુંદર છે..સ્વર પણ મઘુર છે. સાથે સંગીત પણ સુરીલું ને કર્ણપ્રિય રહ્યું. અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  5. અરે યાર, આવો જુલમ તે કૈં થતો હશે? શિંગોડા ખાવાનું કેટલું બધું મન થઈ ગ્યું….

  6. ખુબ જ સરસ છે.

    “શીંગોડા શીંગોડા
    અમને આપો થોડા
    એક પછી એક આવો
    નહિતર પડી જશો મોડા
    મોડા મોડા મોડા”

    શૈશવ ની યાદ આવી ગઇ…

    Happy Happy Happy Birthday
    to Your Cute Nephew

    “માનવ”

Leave a Reply to Bharti Cancel reply

Your email address will not be published. Required fields are marked *