આપણા મલકના માયાળુ માનવી…..

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – ?
ગુજરાતી ફીલમ – આપણા મલકના માયાળુ માનવી

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

સ્વર – પ્રફુલ દવે
સંગીત અરેન્જમન્ટ – બ્રિજરાજ જોષી
આલ્બમ – ગીત ગુંજન

.

હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

(શબ્દો મટે આભાર – પ્રીત નાં ગીત)

28 replies on “આપણા મલકના માયાળુ માનવી…..”

  1. મલક નાં માનવીયો ની મમતા રજુ કરતું અણમોલ લોકગીત રૂપી રચના ખૂબ ગમી….

  2. શાળામાં ભણતાતાં ત્યારે આ કે આવા કાવ્યોની બહુ સમજણ નહોતી પડતી પણ આજે વ્યવહારમાં આનો અર્થ સમજાય છે કે ભણતર કે સંસ્કાર વગરના અને કોઈમાં પણ રસ ન હોય અને માત્ર પૈસા જ કમાઈ જાણનાર માણસો કલાકાર પ્રત્યે કેવા બેવકુફ હોય છે. સારું ગોતીને કાવ્ય આપ્યું છે.

  3. પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
    ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
    ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
    ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી….!!

    ખુબ સુન્દર… કાઠિયાવાડી મેહમાનગીરી ની એક કાઠીયાવાડીને જ આવડે હોં..!!
    આપણા મલક ના માયાળુ માનવી..ઈ વાત તો સાવ સાચી..!!

  4. દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;

    પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;

    કેવુ મીઠુ ગીત છે. એક હિન્દી ગીત યાદ આવી ગયુઃ જબસે ચમન છુટા હે, યહ હાલ હો ગયા હે.

  5. ફરી યાદ કરાવી
    પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
    ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
    ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
    ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

    આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
    ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
    રિયોને આપણા મલકમાં….કે હાલો….

  6. આભાર જયશ્રીબેન
    આપણા મલકના માણસો માયાળુ જ છે
    આ ગીત પોસ્ટ કરેલ છે તેમાં નીચેની કડીઓમાં ભુલ છે તે સુધારી લેવા વિનંતી છે.સુધારેલ કડીઓ નીચે મુજબ છે.
    આપણા મલકમાં ઉતારા ઓરડા,
    ઉતારાકરી ઘોડે ચડજો મારા મેરબાન,
    આપણા મલકમાં નાવણ કુંડિયું,
    આપણા મલકમાં પોઢણ ઢોલિયા,
    પોઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
    ફરી વાર અભિનંદન આવા સરસ ગીત મુકતા રહેજો.
    – અરવિંદ સી. પટેલ

  7. Hi Jayshree !!

    Buffering brake breaks the continuity & the mood of listening to such a melodious GEET …
    Next time try your best to put up without buffering or fast buffering etc methods..
    Anyways sooooooo much thanx for this song after long time….

    Warm Regards
    RAJESH VYAS
    CHENNAI

  8. Jay Sai ram. Jay Sai baba thatks Amit Bhai I realy miss over culchear. Thank you very much god bless you

  9. Dear Jayshreeben and team mates:

    Many many thanks for “Aapna Mulak”.

    You feel like leaving the alien

    country you are in and return to

    motherland at once but second

    thoughts at once remind you of the

    fact this song depicts the distant

    past.

    Thanks for reviving a fond dream of

    revival of those sentiments embedded

    in this song rendered by inimitable

    Prafull Dave and his partners.

    Vallabhdas Raichura from Maryland
    (U.S.A.)

    March 12,2010

  10. વતન નુ પતન થ્યુ
    કુવો સિવાય ને નલ થયો
    હેતાલા,મમતાલા ને તાલા લાગ્યા
    હે કલજુગ તુ જુગ કલ થયો
    મેહમાનગતિ હેરનગતિ બનિ
    હે પ્રભુ આતે કેવિ ગતિ

  11. વતનમા આવવા માટે લલચાવતુ ગીત..મારુ ગમતુ લોકગીત..

    દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;…..

  12. દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;

    પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;

    કેવુ મીઠુ ગીત છે. એક હિન્દી ગીત યાદ આવી ગયુઃ જબસે ચમન છુટા હે, યહ હાલ હો ગયા હે. દીલ ગમ કો ખા રહા હે ગમ દીલ કો ખા રહા હે…..

  13. jayshreeben,

    can i ever thank you enough for putting this song on the website. I had given up ke i would be able to listen to this song but you put it.

    thank you very very much. god bless u.

  14. આ ગિત ખુબજ ગમ્યુ ધન્યવાદ જય્શ્રિબહેન્

  15. સરસ લોકગિત્ – મરિ ફરિયાદ – બહુ ઓચ્હ લોકગિત તમે મુકો ચ્હો. જેસલ તોરલ ન ગિત ન મુકિ શકાય ?

  16. આ ગેીત ખુબજ ગમ્યુ ધન્યવાદ જય્શ્રેીબેન

  17. ગામડાનું દ્રશ્ય તાદ્રશ થઇ ગયું. ખબર નહીં આવી જગ્યા હવે કોઇ છે કે પછી આવા લોકગીતો પૂરતી જ સીમીત થઇ ગઇ છે. સરસ ગીત. ધન્યવાદ જયશ્રી, આપણા વતનની ઓળખ યાદ કરાવવા માટે.

  18. જયશ્રીબેન,
    આપણા મલકના માયાળુ માનવી.By અમિત, on March 12th, 2010 in Video , ગરબા , ટહુકો , દિવાળીબેન ભીલ , પ્રફુલ દવે , લોકગીત.

    આજ સવારનો આનંદ ચાર ધણો થઈ ગયો. કાઠયાવાડીને ર્દશ્ય શ્રાવ્ય દોહામાં રાસ ડાંડિયા આપ્યા. ઘણી ખમ્મા બેની તને ઘણી ખંમ્મા.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply to keshavlal thakar Cancel reply

Your email address will not be published. Required fields are marked *