જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા

આજે સાંભળીએ મનોજ ખંડેરીયાની એક ખૂબ જ સુંદર ગઝલ, એટલા જ મઝાના સ્વર-સ્વરાંનક સાથે..

અને હા, અમદાવાદીઓને મનોજ ખંડેરીયાની ગઝલો – અમરભાઇના સ્વરમાં રૂબરૂ સાંભળવાનો એક વધુ લ્હાવો મળશે – માર્ચ ૧૩, ૨૦૧૦ ના દિવસે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ

કાવ્ય સંગીત શ્રેણી – મનોજ ખંડેરિયા (૧૩ માર્ચ, ૨૦૧૦ – અમદાવાદ)

(Photo : મનોજ ખંડેરિયા)

સ્વર સંગીત – અમર ભટ્ટ
આલ્બમ – શબ્દનો સ્વરાભિષેક

.

Live recording of અમર ભટ્ટ @ GS Samanvay 2007

.

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..

– મનોજ ખંડેરીયા

28 replies on “જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા”

  1. melodious composition & touchy words.
    વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
    રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

    my my…

  2. સુંદર ગઝલરૂપે કવિની અભિવ્યક્તિને વિશેષમાં મનનું ઘણું બધું કહી જાય છે…અમારાઘરમાં અમારા અવસર પર નિમંત્ર્યા બધાને..પણ હવે અમને આ સભામાંથી વહી જવાની સજા મળી છે. ઉષા

  3. This has became one of my fav songs. I have been listening to this song for the whole day and everytime my inclination towards it has grown more and more stronger. A great effort by Mr Amar Bhatt to justify the intensity of emotions of the poem.

  4. Dear Jayshreeben & Team;

    To day you have favored us with an Encyclopedia on Manojbhai Khanderia and his creations which have turned into history but will revive every moment a Gujarati soul will turn to Tahuko.
    Our grateful thanks are due to you.

    Vallabhdas Raichura

    North Potomac
    July 11,2010

  5. સુંદર શબ્દો અને અમરનું સરસ પઠન
    હંમણા અમર ક્યાં છે?

  6. જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
    કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

    વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
    રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

    સરસ્..

  7. ગઝલ સરસ છે. જે પ્રથમ સ્વર છે તે વધારે સરસ છે.

  8. ખૂબ સુંદર ગઝલ અને અમર ભટ્ટની વધુ સુંદર ગાયકી!
    સુધીર પટેલ.

  9. Thanx v much jayshreemem
    wonderful poetry exellent composition sung by a very reach voice like amarbhai

    many times observed that a good composer cant perform well but in amarbhai’s case ITS DIFFERENT……!

  10. પ્રિય અમિત અને જયશ્રી,
    ખુબ જ સુન્દર શબ્દાંકન તથા સ્વરાંકન .આવી મઝાની ગઝલ મુકવા બદલ આભાર

  11. ખુબ ખુબ આભાર તમારો. બહુજ આનન્દ આવિ ગયો. હવે તો ગઝલ પ્રેમિ બનિ ગયા અમે. રાધે રાધે.
    ન બોલવાનિ સજા મલિ ચે.

  12. મજાની ખૂબ જ સ-રસ ગઝલ.
    અમરભાઈનાં કંઠે આને લાઈવ સાંભળવાની મજા જ કંઈ ઓર જ છે…

  13. વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
    રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

    આવુ જ થતુ હોય છે જીવન મા, ક્યા બોલવુ ને ક્યા ચુપ રહેવુ એને જો balance કરી શકીએ તો જીવન સરળ થઇ જાય, પણ પછી લાગે છે કે એ balance કરવાની મથામણ એટલે જ જીવન…..

  14. મારી પ્રિય ગઝલ અને સ્વર સંગીત પણ… !
    અમરભાઇને રુબરુ સમાણવાની મજા જ ઓર.. !

  15. Dear Jayshreeben &Team :
    On March 9,2010 we are more fortunate than those in Ahmedabad(Amdavadis!)to enjoy this
    soulful and touching Gazal by Manojbhai Khanderia dealing with “punishment” beyond the realm of
    criminal jurisprudence of any country on this earth.Can Amar Bhatt be far behind? His voice is melodious and compels us to listen to this Gazal again and again.

    Many thanks to all of them and
    you.

    Vallbhdas Raichura from Maryland

Leave a Reply to jashwant jani Cancel reply

Your email address will not be published. Required fields are marked *