સ્મૃતિ – નિરંજન ભગત

ઘરની અંદર
વર્ષોથી એક ખૂણામાં બેસી રહૂં.
મારો ખંડ સુશોભિત,
છત પર બિલોરી ઝુમ્મરો,
ભોંય પર ગૂંથેલી જાજમો,
બારી પર રેશમી પડદા,
ભીંત પર મઢેલા અરીસા,
ટેબલ પર રંગીન ફૂલો;
મારો ખંડ ભર્યો.

ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,
મને ઘડી હસાવી, ઘડી રડાવી,
જાણું નહીં ક્યારે એ વિદાય થયું;
મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.
હવે મારો ખંડ ખાલી ખાલી,
હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.

– નિરંજન ભગત

13 replies on “સ્મૃતિ – નિરંજન ભગત”

  1. મનુસ્મૃતિ,યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ,અત્રિ સ્મૃતિ,વિષ્ણુ સ્મૃતિ,હારિત સ્મૃતિ,ઔશનસ્ સ્મૃતિ,આંગિરસ સ્મૃતિ,યમ સ્મૃતિ,આપસ્તમ્બ સ્મૃતિ,સંવર્ત સ્મૃતિ,કાત્યાયન સ્મૃતિ,બૃહસ્પતિ સ્મૃતિ,પરાશર સ્મૃતિ,વ્યાસ સ્મૃતિ,શંખ સ્મૃતિ,લિખિત સ્મૃતિ,દક્ષ સ્મૃતિ,ગૌતમ સ્મૃતિ,શાતાતપ સ્મૃતિ,વસિષ્ઠ સ્મૃતિ,પ્રજાપતિ સ્મૃતિ કરતા આ સ્મૃતિ હ્રુદય સ્પર્શી ગઈ

  2. Dear Jayshreeben and all at Tahuko :

    It is always a continuous craving for us here when TAHUKO will be heard and lo! Miranjan Bhagat is drafted by you and the heart is truly filled up with many memories some pleasant and other not so pleasant.Nonetheless,from October,2009 we wade through more poems in Maryland(U.S.A.)than what we did in Mumbai, heartland of Gujaratis.Thanks in no small measure are due to Jayshreeben,dedicated associates and unnamed
    persons at “Tahuko”.Gujarati tongue will not leg behind to
    express its gratitude to them.

    Yours truly,
    Vallabhdas Raichura.

  3. મારુ ઘર ખાલિ હતુ
    જયશ્રિબેન તમારા કાવ્યો પ્રવેશ્યા
    જિવન ભ્ર્યુ ભ્ર્યુ લાગ્વા માન્દ્યુ
    આવુ વર્તમાન હમેશા રહે
    અમારે સ્મરન નથિ જોઇતુ

  4. This song reminded lots of things in life. It is a very nice song.
    Dineshbhai’s poetry also read, But Life must go on. Ofcourse everyone knows that. Thanks for bringing this nice poetry.
    Sheela

  5. તમારી દરએક પોસ્ત બહુજ આનન્દ આપે છે.

  6. બહુ સરસ….આ ઘર તમે કોને કહો છો…ભુલતી ન હોઉ તો નિરન્જ્ન ભગત નુ જ કાવ્ય …મોકલવ્શો.આભરસહ

  7. દરેક ના જીવનમાં એવી જ ઘટનાઓ ઘટતી હોય છે એ ખુશી નો દર્દ નો વિરહ નો સમય વિતી જતો હોય છે રહી જાય છે કેવળ યાદો સ્મુતિઓ નો અમુલ્ય ખજાનો !!!!!!!!

  8. જયશ્રીબેન,
    સ્મૃતિ – નિરંજન ભગત By Jayshree, on March 6th, 2010 in કાવ્ય , નિરંજન ભગત | ભગતનું ઘર ભાંગ્યું ને નિરાશા માં ગીત રચાયું. પણ કવિ ભર્યા ઘરમાં કોઈક પ્રવેશી ગયું ને ચાલી ગયું કહી કઈંક મભમ રાખી ઘણું બઘું કહેવા માગે છે. સુંદર દર્દ ભરી દાસ્તાન.
    ચન્દ્રકન્ત લોઢવિયા.

  9. સરસ કાવ્ય. જો બની શકે તો શ્રી નિરંજન ભગતનું કાવ્ય ‘કાળની કેડીએ ઘડીક સંગ’ ટહુકોમાં રજૂ કરશો.
    આભાર

  10. બેટા જયશ્રી,

    નિરંજન ભગત જેવી જ અનુભુતિ મારા જીવનમાં પણ આવી ગઈ દસ વર્ષ પહેલા! શબ્દો પણ આક્સ્મીક રીતે સરખા! બે પંક્તિઓ નીચે લખુ છું મારી કવિતાની!

    વેદનાનો વરસાદ!

    “વાદળ ગાજે વિજળી ચમકે ચાર દિશા જળ બંબાકાર
    ડુબી ગયા ઘરબાર મારા, રહ્યા ફક્ત સ્મ્રુતિઓના ભંડાર
    તાજા વાસી ભોજનિયા મારે મન મંદિર પરસાદ….ક્યાંથી વરસે આ વરસાદ?

    શ્રાવણ ભીંજવે કાયા મારી,હૈયુ તુજ યાદ ભીંજાય
    મેહુલિયો તો વરસે મહિનો,હૈયુ ભીજાય બારે માસ
    ધરતી તો થાશે લીલીછમ,મારુ હૈયુ સદા ઉદાસ….ક્યાંથી વરસે આ વરસાદ”

    તને અને તારા વાચકોને ગમશે તેવી શ્રધ્ધા !!

    દિનેશ અંકલ, નડિયાદ,ગુજરાત, ભારત

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *