મા મને કોઈ દી સાંભરે નૈ – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! (જન્મ – ૧૭ ઓગસ્ટ,૧૮૯૬ : અવસાન – ૦૯ માર્ચ, ૧૯૪૭). આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. સાંભળીયે આ સુંદરગીત..!

સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજીત શેઠ

સ્વર : મુરલી મેઘાણી (કવિની સુપુત્રી)
સંગીત : ગૌરાંગ વ્યાસ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ….

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

– રવિન્દ્રનાથ ટાગોર

23 replies on “મા મને કોઈ દી સાંભરે નૈ – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)”

  1. મા તે મા. બીજા બધા વગડા ના વા, છતાં વગડા ની વાટ જેવી અજાણ!

  2. મિત્રો માનું મુલ મૂલવીએ તો મુલવી ના સકાય , જીવનમાં કોઈજ પ્રકારની શર્ત વગરનો જો કોઈ પ્રેમ હોય તો એ માનો પ્રેમ છે.. મિત્રો માનું મૂલ્ય તો એજ જાણે નાનપણમાજ કુદરતની આ અમુલ્ય ભેટ ગુમાવી હોય. તો મિત્રો માં ઈ માં બાકી બધા વનવગડાના વા….. I love my mother

  3. murali megani’s voice …..it’s hard to hear 4 me….
    on of the best which raise my feelings….no word to say…

  4. ખરેખર અત્યંત સંવેદનશીલ શબ્દો અને સ્વર.

  5. મુરલી મેઘાણીના સ્વરમા ટાગોરનુીત સમ્ભળ્વાની ઘણીજ મઝા આવી. ખુબજ હ્રદ યસ્પર્શી.આન્ખમા આસુ આવી ગયા.

  6. સામ્ભરે તે વ્યક્તિ જે ભુલઐ ગૈ હોય તો મા ને ભુલવુ તો કથિન જ નહિ પન અસમ્ભવ ચે

  7. ઘણી હ્રુદયસ્પર્શી રચના.શબ્દો અદભુત છે.જેની મા હજી હયાત છે તેઓએ માના પ્રેમનો ભરપૂર લાભ લઈ લેવો જોઇએ અને બદલામાં માનું ઋણ અદા કરવામાં મોડું થઈ ન જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ.

  8. સુંદર રચના…

    અનુપમા શેઠના અવાજમાં તો માણી જ હતી પણ કવિના સુપુત્રીના અવાજમાં ફરી ફરીને માણવું ગમ્યું…

  9. આખોંમાં આંસું આવી ગયા.શાળામાં કયા વર્ગમાં ભણ્યા તે તો યાદ નથી પણ જેટલું હ્રુદય સ્પૃશી ત્યારે લાગેલું તેનાથી પણ વધુ આજે લાગે છે.આજે તો મા પણ નથી રહ્યા પણ યાદ તો ખુબજ આવે છે.

  10. માને શ્રધ્ધાંજલી આપતું “મા”ની ઉપરનું કરુણ પણ બહુ સરસ કાવ્ય છે.અમે શાળામાં ભણતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતું, પણ ત્યારે તો નાના હતાં અને તે વખતે મારી મા જીવતી હતી એટલે આ કાવ્યના બહુ વિશાળ અર્થની ખબર નહોતી. અત્યારે બહુ સમજણ પડે છે. જેને મા ન હોય તેને ખબર પડે કે આ કાવ્ય નથી પણ જીવનની ભયંકર કરુણતા છે.

  11. આ શબ્દોજ દરેક જિવ્ને આક મમ્ત વ્હલ સુખદ સભર્ન નિ મધુર યદ મતે પુર્ત કહિ શકય્.

  12. માની આંખો જ જાણે
    જોઈ રહી છે મને
    એમ મન થાય ગાંડું
    તગતગ તાકતી ખોળલે લૈ
    ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ

    મારા સાસુ યાદ આવિ ગયા…………

  13. My mother could sing this beautiful verse. As she told me: Kavivar Tagore was very young when he lost his mother, hence said this.

    Thanks for this presentation here.

  14. આખમા પાણિ આવિ ગયા સરસ ગિત અને શબ્દો

  15. સાત આઠ વરસની ઊમરથી લઈને તેર ચૌદ વરસની ઉમરના બાળકોની લાગણીને વાચા આપતા કાવ્યો બહુ જ ઓછા
    નજરે ચડૅ છે. પ્રસ્તુત કાવ્ય અનુવાદ છે પણ મેઘાણીજીઍ આ પ્રકારના કાવ્યોની ભેટ આપણને સહુને આપી છે.
    “કાળુડી કુતરીને આવ્યા ગલુડીયા”,મારે ઘેર આવજે બેની ” વગેરે કાવ્યો એનુ ઉદાહરણ છે. આ કાવ્ય ભલે અનુવાદ છે
    પરન્તુ જરાયે પારકુ નથી લાગતુ.નીરુપમા બેનના ઘડાયેલા અવાજમાં એનુ કારુણ્ય સરસ રીતે મુખર થાય છે.

  16. શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
    સાંભરી આવે બા
    પારિજાતકની મીઠી સુગંધ લઈ
    વાડીએથી આવતો વા
    દેવને પૂજતી ફૂલ લૈ લૈ
    મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

    મા મને કોઈ દી સાંભરે નૈ…..કહી ને મા અને બા ને કેવી સુન્દર ને સરળતા થી વર્ણવી છે…શ્રધ્ધાંજલી અર્પિત કરું મનોમન કરું પ્રણામ..!

Leave a Reply to chandrika Cancel reply

Your email address will not be published. Required fields are marked *