દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ

(મીણબત્તી…બૂઝવી….દિવાસળી શોધ્યા કરે)

એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જિંદગી એ રીતથી જીવ્યા કરે.

ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.

મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે.

જાણ ખુદની છે છંતાયે એ હજુ
અન્યને પોતા વિશે પૂછયા કરે.

જીવવાનું છે અહિં ઘોંઘાટમાં
લાગણીને એ સતત પીંજયા કરે.

– મેઘબિંદુ

23 replies on “દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ”

  1. ખુબ જ સુન્દર રચના..
    મન ને સ્પરશી ગઈ..
    મીણબત્તી એમણે બુઝવી દીધી..
    સરસ..

  2. Thanks for all the the things One can discover about Gujrati.
    Please guide how to download any song from this site.Some times I want to make my own copy in my pc for the songs.

    Thanks & regards,
    Jay Joshi

  3. પોતાના દિકરા દિકરિ ને અગ્રેજિ મિદિઅમ મા ભનાવિ
    ગુજરતિ ના ભાવિ માતે ચિતા કર્યા કરે

  4. સરસ રચના.
    આ પહેલા પણ કવિની એક સરસ રચના રજુ થયેલી.

  5. માણસ માત્ર ને આ જો અને તો ની પરિસ્થિતી અકળાવતી હોય છે.

    જીવવાનું છે અહિં ઘોંઘાટમાં
    લાગણીને એ સતત પીંજયા કરે.

    આ પંકતિઓ વિશેષ ગમી…

  6. મીણબત્તી એમણે બૂઝવી દીધી,
    ને પછી દિવાસળી શોધ્યા કરે.
    નાઈસ પોએમ, આઈ લાઈક ઈટ

    શ્યામ પરમાર

  7. એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
    જિંદગી એ રીતથી જીવ્યા કરે.

    મોટા ભાગે આપણા બધાનુ જીવન આ રીતેજ પુરુ થતુ હોય છે. જીવન જિવવાની કળા કવિ આપણને સમજાવે છે.

  8. khari vaat chhe, ghani vaar divasali shodhva nikaliye tyare j khyal aave chhe ke minbatti to aapne potej buzavi didheli, tyare modu thai gayu hoy chhe. sunder kavita. Abhaar, Jayshreeben.

  9. મીણબત્તી એમણે બૂઝવી દીધી,
    ને પછી દિવાસળી શોધ્યા કરે.
    આફ્રિન્..આફ્રિન. ખુબજ સુન્દર..

  10. ખુબજ સુંદર.આપના બધાના જ સ્વભાવો આવા જ હોય છ્હે.-મમ્મી

  11. very nice poetry… Meghbindu is known for writing nice poems… Could read his name quite a few times in Purushottambhai’s book published by IMAGE.. It would be great to have more of his poems on site..
    Thanks.
    Dr. Bhooma vashi.
    (Orthodontist, Andheri)

  12. Jayshree Ji,

    An excellant poetry.. Was longing this since long.. Thank for that.. Will live this poetry years to come.. Lovely.. Thank you very much again…
    With respect..
    Kunal Vohra…

  13. જયશ્રીબેન,
    દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ. By Jayshree, on February 25th, 2010 in ગઝલ , મેઘબિંદુ |
    ગીત ગમ્યું. કવિની વઘુ જાણકારી આપશો. મીણબત્તી એમણે બૂઝવી દીધી,ને પછી દિવાસળી શોધ્યા કરે. મનુષ્ય ની આદતો ઉપર સુંદર કટાક્ષ.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply to urvashi parekh Cancel reply

Your email address will not be published. Required fields are marked *