ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ-
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઇ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબુ ભાષણ દઇને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

– કૃષ્ણ દવે

18 replies on “ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે”

 1. Kamlesh says:

  નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ-
  મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું

  વાહ….- કૃષ્ણ દવે

  આ તો રવિન નાયક ની…..કેરીઑ પૂરી થાય એ પહેલા..ચોમાસુ બેઠું…..

 2. “રોડ પર ભૂવા પડ્યા, નક્કી આ ચોમાસુ બેઠું”

  સરસ વર્ષાગીત

 3. Sejal Shah says:

  perfect poem as its monsoon here in surat.

 4. Dilip Shah says:

  નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ-
  મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું!

  આજે જ સવારે મોર્નિગ વોક દરમ્યાનઈ મે કૃષ્ણ દવે નો ઉલ્લેખ કર્યો હતો , બીજુ બધુ તો ઠિક છે પણ બા ની ખબર કાઢવા આ રીતે જવાય ! નો સંદર્ભ માં.

  સોંસરવી વાતની સોંસરવી રજુઆત ! એમ ની લાક્ષણીકતા.

 5. esha says:

  krushna bhai,
  Wonderful..

  Nakki have chomasu bethu…

  Esha Dadawala.

 6. Ullas Oza says:

  વરસાદમા “સાથે” ભીંજાવાની મઝા કંઇ ઓર જ હોય છે.
  મોરની કળા અને ટહુકાઓ સાંભળવાનો આનંદ પણ ચોમાસામા આવે છે.
  સુંદર ગીત.

 7. ashalata says:

  very nice= Krishna dave

  વગર નીરે ભીજાઈ ગયા——–

 8. ravindra sankalia says:

  આ કવિતા મને બહુ ગંમી. વરસાદ શરુ થઈ ગયો છે અએટલે વિશેષ્ વદળની ભેટ આપી ઍ પનકતિ બહુ ચોટદાર છે આવી કવિતા આપતા રહો.

 9. hina says:

  very nice poetry it gives a cool feeling in this hot summer.

 10. dr.jagdip says:

  કેવા મઘમઘતાં ભાણાઓ પહેલા વરસાદમાં પરોસો
  જાણે ધગધગતાં તાવા પર છમ્મ કરે ઐયરનો ઢોસો

  પાછાં છબછબીયા, છાંટા, ને ગારો કીચડ બધાં ખૂંદે
  ખીલે થનગનતાં બાળ, અરે બાકી રહે ના કોઈ ડોસો

  ઓલ્યા સણસણતાં શેઢાના ભીનાપા સાદ ફરી પાડે
  હાલો ખળખળતાં ખેતર જઈ, કાછડીને કમ્મરમાં ખોસો

  તારી લથબથ આ કાયાથી નિતરતાં એક એક ટીંપે
  મારી મનગમતી વાત કરી મારી લઉં સહેજ તને ઠોંસો

  ઝીણી ઝરમરતી મસ્તીમાં એક વાર જાત ને ઝબોળો
  સાલી બળબળતી આખી આ જીંદગીનો કાંઈ ના ભરોસો

 11. prabuddh pancholi says:

  કૃષ્ણભાઈની કવિતા વરસાદથી ભાગતા લોકોને પલાળવા સક્ષમ છે.

 12. Kirti Kotak says:

  ઉત્તમ્………….
  કહિ નથિ સક્તો કેવો આનન્દ હ્રદય ને મલ્યો
  આવિ સાઈત નિ સોધ હતિ ને એક મિત્ર દ્વારા આ લિન્ક મલિ
  ખુબ સરસ પ્રયાસ ….. ખુબ ખુબ અભિનન્દન
  ગિતો સેવ કરિ સકાતા હોત તો વધારે સારુ હોત , લોકો બિજા ને પન પોતાના ઘરે સમભ્લાવિ ને આજ ગિતો ને વધારે લોકો સુધિ પહોચાદિ ને આ ગિતો ને વધારે ને વધારે લોકો સુધિ પહોચાદિ સક્યા હોત્
  તો પન આ રિતે ગુજરાતિ ગિતો ના આ અમુલ્ય વારસા ને ભેગો કરિ ને રસિક લોકો સુધિ લાવવા બદલ ખુબ ખુબ ફરિ ફરિ ને અભિનન્દન્…………..
  ખાસ તો અભિનન્દન મારિ મિત્ર મનિશા હાથિ ને જેને મને આ લિન્ક થિ મેલ્વ્યો.

 13. pragnaju says:

  બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
  મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.
  વાહ્

 14. janki says:

  krushan dave saheb……………ekdam saras 6 ………….mane to siyala ma pan chomasa ni yad aavi gay 6…………..thankyou……………..atyare shiyala ma aava lakho ne to mja aave thanks

 15. Dipak Vaishnav says:

  Great Krishna Dave.

 16. Rajnikant Parekh says:

  Bahu sunder rachna chhe.bahuj gamee.chheli pankti adbhut chhe.

 17. હેમંત સંઘવી says:

  લાગે છે કે સ્વ.રમેશ પારેખ ની કેટેગરી નો કવિ આપણને મળી ગયો છે.
  આભાર.

 18. Satish Kalaiya says:

  `Mane kanma aawine kahi gya, nakki aa chomasu bethu!` Wah !
  hawe bijleena gadgadahat thwa joiye,kharu ne ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *