શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને – ચંદ્રકાંત શેઠ

સ્વર : પ્રણવ મહેતા
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.

શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

10 replies on “શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને – ચંદ્રકાંત શેઠ”

  1. Mne hmesa thi aa kavita gmi che actually me jyare aa kavita fst time mare 10th ma awti tyare mara school teacher she s name also jayshree ben ne aemno aawaj pn khubj saras n mitho hto aemna thi amne aa kavita krawta hta tyare gayi ne sambhlavi hti tyar thi mara kan ma gunji rhi che su bhav che aa kavita no “sodhto hto ful ne foram”

    Thank you so much mam fari yaado ne jagadwa

  2. સરસ .કવિએ સુન્દર કલ્પના કરેી.
    શબ્દ જેવો ગાયકનો સુમધુર અવાજ્.
    વાહ્…વાહ્….

  3. Hello Jayshreeben,

    IT is not enough to just say “thank you” to you for your wonderful WORLD of geet, gazals and more. we have been really enjoying this TAHUKO.

    One Request:
    Is is possible to find lyrics of old old Gujarati Sugam sangeet geets?

    The one I am looking for now is “kahan javun re veran raataldee.. Raat Andhari ne vaadal kalan.. saami re sandhyanee maari ankh malee… My mother used to sing this way back in 1950’s … I also have lots of her old songs and raas collection. If I can put them on you website, it may enrich your collection.

    Best wishes
    ashvin and Bharati Bhatt
    Round rock, Tx

  4. I have studied this poem in 9th standard..i was under impression that this is written by manoj khanderiya but today i came to know this is written by chandrakant sheth..one of my favourite poem..i have heard this before in other raga but today heard in new one…Kshemuji rocks..

  5. બહુ જ સરસ કવિતા છએ પહેલા સાામ્ભ્લવા મા નથિ આવિ

  6. ખુબ ખુબ આભાર
    મને આ કવિતા ખુબ જ ગમે છે.
    ઘણા દિવસો પછી આ કવિતા સાંભળવા મલિ.

  7. ઘના દિવસો પછી ગુજરાતી રચના સામ્ભલી. લાગ્યુન્ કે “શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મન”

  8. શબ્દ સૃષ્ટિની શોધ માટે તમારો કોઇ જ જવાબ નથી
    તમારી સમગ્ર શોધોને દાદ આપવી જ પડે !.બહેના !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *