આદમથી શેખાદમ સુધી – શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

taj

અહીં છે એવો સરંજામ નથી મળવાનો
તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો
લાખ જન્નત તું દેશે મને મારા ખુદા
મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત

.

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એજ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.

એજ ધરતી એજ સાગર એજ આકાશી કલા
એજ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી.

રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ
એજ છે(લાગી શરત) આદમથી શેખાદમ સુધી.

મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.

ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિની દીપક ના સામે ઘોર આંધારા બધે
એએક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરીલત આદમથી શેખાદમ સુધી.

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી.

કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્ન રત આદમથી શેખાદમ સુધી.

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.

24 replies on “આદમથી શેખાદમ સુધી – શેખાદમ આબુવાલા”

  1. હુ શેખાદમ સાહબ ને ‘ જનસતા ‘ કાર્યાલય અમદાવાદ મા એક વાર રુબરુ મલયો હતો.

  2. શ્રિ શેખાદમ આબુવાલા જિ નિ કોઇપન રચના વિશે વાત કરિ શકુ અટલો સક્ષમ્ હુ નથિ.
    પરન્તુ તેમનિ કોઇ પન ગઝ્લ્ વાચુ કે સભળ તો મારા હદય ના દરેક તાલ મા એક ઝન ઝ્નાટિ.પસાર થૈ જાય તેવુ લાગે.

    જયન્ત

  3. રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
    ’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.

  4. શેખાદમ સાહેબ નુ નામ પદે ને આદમ અને ઈવ ના કાલ થી જાને ગઝલ લખાતી આવતી હોય તેમ લાગે. આ અદ નો આદમી માનવી ની ‘માહી ‘જોઈ શકતો હતો. ને તે રસ ને કાગલ પર ઊતારી લાવવાની તેમની MASTARY હતી. તેમના વગર કદાચ નુ સાહિત્ય સ્વરુપ કદાચ અધુરુ રહેત.

  5. Shekhadam abuwala has written such an eternal poem!! I didn’t pay enough attention to the poem earlier on, but Pankaj Udhas’s singing brought me closer to the meaning of this spiritual ghazal!! Such a powerful shayar and equally accomplished singer!!

  6. In order to retain the importance of Gujarati Language and gujarati Culture, you are doing a fantastic social services by publishing Gujarati songs and Ghazals.Please provide the address from where I can download or buy the CD’s. Thanks.

  7. I like Gujarati gazals, Songs & sugam sangeet, but ungortunately CDs are not available nor i can copy from on line. I shall begrateful if u will let me know from where i can get CDs.
    thanks.

  8. This is really amazing…..it reminds me of everything which I enjoyed in Sydney, Australia…with my llife long friends….Kaiyum Baloch, Nayan Patel, Riten Patel, Shafiq Ahmed Sheikh, Anishbhai, Jonathan, Rajesh Ayer, Mihir Desai,

  9. …ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
    લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી….How true!!!
    Beautifully sung by Pankaj Udhas..Really enjouyed it…

  10. I can not download your Gujarati fonts on some but can read others.
    Is there one particular variety which will let me read all the Gujarati writings on your e-mail?

  11. ખુબ જ પ્રયત્નો કર્યા પણ સાંભળી શક્યો નથી તો ગીતને ફરી ગુંજતું કરવા વિનંતી.

    ભાવિનનાં યથાઘટિત

  12. ગિત સામ્ભલિ નો શક્યા

    શશિકન્ત પારેખ્

  13. મુહબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા
    અને જે હોય છે તે એટલા સદ્દ્ર્ર નથી હોતા
    મળે છે કોઈ એક જ પ્રેમીને સાચી લગન દિલની
    બધાએ ઝેર પીનારાઓ ક શ્ઁક્રર નથી હોતા
    ગ્રેટામ આબુવાલા

  14. મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
    જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.

    ખુબ જ સુંદર.. આ રચના અગાઉ નો’તી સાંભળી…આભાર…

  15. રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
    ’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.

    -શેખાદમની બધી જ રચનાઓ ગમે એવી છે. પણ આ રચના વિશે તો ખુદ શેખાદમને પણ પક્ષપાત હશે જ, જે રીતે મને છે…

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *