સુખ – દિલીપ જોશી

(સુખ તો…..જાણે પાંદડા ઉપર પાણી……)

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત

પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ

લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.

-દિલીપ જોશી

11 replies on “સુખ – દિલીપ જોશી”

  1. (સુખ તો…..જાણે પાંદડા ઉપર પાણી……)

    Sundar… I really Like This Poem…

  2. To day I read my poem sukh. Ets a matter of life and death. Life started with morning and death is an night. LINPAN KOI GAR MATINU is a simbol of HINDUS DEATH. Pl. read it again and you will be also findout proper meaning of poems.
    DILIP JOSHI

  3. मैं नहीं चाहता चिर सुख

    मैं नहीं चाहता चिर दुख,
    सुख दुख की खेल मिचौनी
    खोले जीवन अपना मुख!

    सुख-दुख के मधुर मिलन से
    यह जीवन हो परिपूरण,
    फिर घन में ओझल हो शशि,
    फिर शशि से ओझल हो घन!

    जग पीड़ित है अति दुख से
    जग पीड़ित रे अति सुख से,
    मानव जग में बँट जाएँ
    दुख सुख से औ’ सुख दुख से!

  4. ખરેખર…

    “સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
    ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?”

    દિલીપભાઇ આપે આ પંક્તિમાં ખુલ્લી વાસ્ત્વીકતાનું વર્ણન કર્યું છે.

    અને હા….

    શ્રી વિવેક ટેલર ની ધારદાર કોમેન્ટ મને દરેક ગુજરાતિ સાઇટમાં
    નજરે પડે છે..

    keep it up..

    “માનવ”

  5. દિલઈપભાઈ,

    તમે નીચેની પક્તિઓ ખુબ જ સુંદર લખી છે.
    મારી એક કવિતામાં આ જ વિચારો મેં જરા જુદી રીતે લખેલા.

    આંખ ખોલું તો મોસૂઝણું
    ને આંખ મીંચું તો રાત
    ખૂલવા ને મીંચવા વચ્ચે
    આપણી છે ઠકરાત

    “સાથી વિનાનું જીવન !

    આંખ ખોલુ ને આંખ મીંચુ એમાં દા’ડો ક્યાં વહી જાતો રે !
    કોઠી ભરુ ને ખાલી કરું એમાં જનમારો વહી જાતો રે!”

    ડો.દિનેશ ઓ. શાહ,ડી.ડી. યુનિવરસીટી, નડિયાદ,ગુજરાત,ભારત

  6. ગીતની આખરી કડી જ નહીં, આખરી આખા અંતરાનો ગીત સાથેનું તાદાત્મ્ય સમજાયું નહીં… કવિ છેતરામણા સુખની વાત કરી રહ્યા છે… પાંદડા ઉપર પાણી અને સાથે ક્ષણભંગુર પરપોટો આ વાતની માંડણી કરે છે… પહેલા અંતરામાં આ વાત થોડી થોડી જળવાયેલી લાગે છે પણ બીજા અંતરામાં સુખની નશ્વરતા ક્યાંય નજરે ચડતી નથી…

  7. ખૂબ સરસ રચના. તેનો સાચો આનંદ માણવા માટે ‘read it aloud.’ એક અજબ તરલતા અને મસ્તીનો અનુભવ થયો. આભાર.

  8. કવિ શ્રી દિલીપ જોશીના આ ગીતનું મુખડું જ જાણે કે આખા ગીતનો સાર સમાવીને બેઠું છે.
    સુંદર ગીત.
    અભિનંદન કવિ.

  9. જયશ્રીબેન,
    સુખ – દિલીપ જોશી By અમિત, on February 17th, 2010 in ગીત , દિલીપ જોશી. સુંદર આઘ્યાત્મિક ભાવ પ્રદર્શિત કરતું ગીત. સુખ દુઃખ એ તો માયાનો ખેલ છે. પણ ગીતની છેલ્લી પંકતિ નો ગીત સાથે સુમેળ થાતો નથી. કોઈ સમજાવશે તો રાજી થઈશ.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply to Dr. Dinesh O. Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *