તારી સુવાસ – હરીન્દ્ર દવે

flower.jpg

( Photo by : Manoj Govindan )

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા ?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

સમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન કહેશો ભલા, એનો વાંક ક્યાં ?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

6 replies on “તારી સુવાસ – હરીન્દ્ર દવે”

  1. બસ હવે જઉ એમ કહેતા નહીં તમે,
    શબાબ થી હજી આંખો ભરી નથી.

  2. આંખો મેં હજી આખે રાસ્તે પાથરી નથી…
    હ.દ.એટલે હ.દ.

  3. સમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
    મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

    હજી બે પાંપણો ભેગી કરી નથી અને ત્યા તો સમણા ની વાત……આ તો કોઈ પ્રેમી જ કહી શકે……ખુબ જ સ….રસ…

  4. સુંદર ગઝલ… યાર! આખી ગઝલ જ સરસ છે… ‘એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી’વાળી વાત તો ખૂબ જ જંચી ગઈ…

  5. વાહ!ઃ
    ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
    મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી….
    … એને કશું ન કહેશો ભલા, એનો વાંક ક્યાં?
    એ લોકોએ ક્દીય મહોબ્બત કરી નથી

Leave a Reply to Bhavesh Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *