તેજની સવારી – મકરન્દ દવે

Peelak

( સ્વર્ણ પીળક યાને યુરેસિઅન ગોલ્ડન ઓરિઓલ….  ) 

પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઇ
ઊગતી પરોઢને બારણે…
આ તેજની સવારી કોને કારણે ?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર ?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂર ચૂર ;

એવી ગૂંથેલ અહીં સાચની સગાઇ
એક તારાથી પંખીને પારણે…
આ તેજની સવારી કોને કારણે ?

પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતી સૂરજની લાલી
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
અંગ અંગ ખેલતી ખુશાલી,

આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઇ
ભૂલ્યા-ભુલાયા સંભારણે…
આ તેજની સવારી કોને કારણે ?

7 replies on “તેજની સવારી – મકરન્દ દવે”

 1. Saumil Munshi says:

  જયશ્રીબેન,
  ખૂબ જ સરસ કાવ્ય. ટહુકો. કોમ માણવાની મજા આવી. you are doing wonderful efforts. Good luck to you.

 2. પંચમ શુક્લ says:

  આ તેજની સવારી કોને કારણે ?

  રાજીના રેડ કરે એવું ગીત. સાંઈકવિની મોટા ભાગની રચનાઓ મને પ્રિય છે.

 3. Urmi says:

  એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
  આખું બ્રહ્માંડ ચૂર ચૂર ;

  એવી ગૂંથેલ અહીં સાચની સગાઇ
  એક તારાથી પંખીને પારણે…
  આ તેજની સવારી કોને કારણે ?

  વાહ….

  મસ્ત ગીત… મજા આવી ગઈ…

 4. Rupal says:

  Wonderful, This geet has an exellant expression of my feeling.”Aa tej ni savari kone karane?” Of course tara karane mara bhagawan.I wish I can type gujarati so that I can write actually what I want to write.Very beautiful Geet.Some of the lines made my day.”Evi gunthel ahi saach ni sagai” jem vruksh ne viti vel.”pankhi na tahuka ni…..aang aang khelti khusali” Wow I can only think of two sweet birds POPAT and KOYAL.I wish I can hear Popat every morning.Jo evu thay to mara aang aang khele khusali.Wow those days when I was young and I use to play under the tree of mango.And guess what? Yes Popat.Anyway have to e sukhad sambharna yaad kari ne ja jivavanu.Back to the point “Aa tej ni savari kona karne?” I would say prakruti na e nirmal prem na karane ja “Tej” ni savari sakya bane. Popat nu mitthu bolvu, Koyal na mittha tahuka,Dhodhmar padto varsaad,lilachamm vruksho,dhas masti vehti nadee,urmio thi uchalto saagar,varsaad na karane ghelo banelo Morlo,Morla ho morla ho…gatu nanu balak……Koi e kahyu che ke jetlo manas aa nirmal prakruti na tatvo ni najik rahe tetlo e “Tej” ne pame.As I said I wish I can type in gujarat.I have so much to say but………but one thing for sure aa geet ma ghanu badhu che ane ghanu saras che.Thank you.I was waiting for song like this since loooong.Thanks again.

 5. પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઇ
  ઊગતી પરોઢને બારણે…
  આ તેજની સવારી કોને કારણે ?

  -મારી મનગમતી પંક્તિઓ… ખૂબ સુંદર કાવ્ય.

  સૌમિલ મુન્શીની હાજરી જોઈ આનંદ થયો. અભિનંદન…

 6. Pravin H. Shah says:

  આ તેજની સવારી કોને કારણે ?…….
  સુંદર ગીત!
  આભાર.

 7. Pinki says:

  અધ્યાત્મ અને કાવ્ય તત્ત્વ આ રચનામાં
  બખૂબી પેશ કરવામાં આવ્યું છે.
  આ રચના સાંઈકવિના અધ્યાત્મ તરફી હોવાના
  આક્ષેપનો સુંદર જવાબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *