કરતા જાળ કરોળિયો… – દલપતરામ

(Photo: Webshots.com)

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

–  દલપતરામ

31 replies on “કરતા જાળ કરોળિયો… – દલપતરામ”

  1. કવિ દલપતરામ ડાહ્યાભાઈ ની આ કવિતા ના શબ્દો ક્યાંક થી મળી શકશે?
    “એક શરણાઈ વાળો સાત વર્ષો સુધી શીખી ………..”

    આભાર

    • એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી રાગ રાગણી વગાડવામાં વખણાણો છે
      એકનેજ જાચુ એવી ટેક છેક રાખી એક શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે
      …… વચ્ચેની પંક્તિ યાદ નથી……
      પોલું છે તે બોલ્યું એમાં તેં શી કરી કારીગરી સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે!

    • એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
      રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.
      એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
      શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
      કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
      “ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
      પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
      સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

  2. કવિ શ્રિ દલપત રામ ના બ્ધા કવ્યો મા બોધ હોય છે. નાન પણ મા કેટલાય કવ્યો મોઢે યાદ કરેલા. આજે મારિ ૭૫ નિ વયે હજુ પણ મ્ને તેમ્નાકાવ્ય કાન મા ગુન્જિ રહાયા છે.શ્રિ દલ્પત રામ ને પરણામ. આવુ ઉડુ ચિન્તન આજે ક્યા છે? સમય કેટલો બદલાય ગ્યો છે ?. આજ્ના યુવનો ને તો બસ મસ્તિ ભર્યા ગિતોજ ગ્મે. બધિ સમય નિ બલિહારિ છે.સમય સમય બ્લ્વન છે.

  3. ભાઈ શ્રી દિનેશ ગોગરી, આ તમને ગમશે.

    “ઉંટ કહે આ સમા માં વાંકા અંગ વાળા ભુંડા ભુતળ માં પશુઓ ને પક્ષીઓ અપાર છે
    બગલા ની ડોક વાંકી, પોપટ ની ચાંચ વાંકી,કુતરા ની પૂછડી નો વાંકો વિસ્તાર છે.
    હાથી ની તો સૂંઢ વાંકી, વાઘ ના છે નખ વાંકા, ભેંશ ને તો શીર વાંકા શિંગડા નો ભાર છે.
    સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ, અન્ય નું તો એક વાંકુ, આપના અઢાર છે”

    https://tahuko.com/?p=7623

    • શ્રી અશોકભાઈ તમે આખું ગીત લખ્યું ને વાંચીને હું તો જાણે પેહલા ધોરણમાં પહોંચી ગઈ…!! કવિ શ્રી દલપતરામ ની વાત જ કંઈ ઔર છે. તેમના દોહા નાણભટ્ટ નાણ વગાડે ને તમને સાંભળવા મળે તો કેવો જલસો પડે કઈ રીતે વ્યક્ત કરાય….ખુબ મજા પડે બસ..!!

  4. બહુ વર્ષો પહેલા એક જોડકણુ મોટાભાઈ ગમ્મત મા ગાતા તે યાદ આવી ગયું. મહાકવિ નાનાલાલ, જેઓ દલપતરામ ના દિકરા હતા, તેમની અપદ્યાગદ્ય કવિતા વિષે વ્યન્ગ મા કહ્યુ છેઃ

    “ડાહ્યાભાઈ નો દિકરો ડાહ્યો દલપતરામ, ડફોળ નિકળ્યો નાનીયો બોળ્યુ બાપ નુ નામ”

  5. ઊટ કહે આ સમા મા વાન્કા અન્ગ વાડ્ડા ભુનડા પસુઓ

  6. ઉત્તમ સલાહયોગ્ય સમાજોપયોગી કાવ્ય !
    આભાર અહીઁ રજૂ કરવા બદલ બહેના !

  7. એમ.બી.એ ના કોર્સમા દાખલ કરવા જેવી કવિતા

    અને સાંપ્રત સ્થિતીમા લે આઊટથી હતાશ થયેલા અમેરિકનોએ ખાસ માણવા જેવું

  8. હુ તો સુરજમુખિ નુ એક નાનકડુ ફુલ મને સુરજ થવાન બહુ કોડ
    please put this song or lyrics
    i will very oblige

    Regards
    jignesh patel

  9. આ કવિતાની પહેલી કડીજ યાદ હતી. બાળપણની યાદ તાજી થઈ ગઈ. આભાર.

  10. I was searching this poem science long long period.
    not available anywhere.Very happy to receive from you.
    excellent service for gujarati sahitya.
    just great- you have make me live.
    thanks
    anand panchal

  11. today every body knows spiderman and not spider!!!!.
    the morale is simple.fantacy is acceptable.not the sincere efforts.

  12. Give’s me the memories of my gujarati
    school days. Please keep up your great
    work and Thank You

  13. No, I was not exposed to this wonderful poem through school texts, but my Maa often used to recite this. Every time, i scored less, or met some disappointment or some sort of perceived failures… Maa would recite first few lines, and ask to try again… go for it with a stronger vigor… and have seen many ups and downs in life.. few failures as well… but this poem remains indelible in my min through my mom….
    thanks for putting it on tahuko.com …
    now that it is here.. i would be in a position to share it to my children too…
    abhaar…jayshree ben

  14. એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
    આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

    આ સુન્દર બોધક કવિતા છે. નાનપણમા King Burceની વાર્તા વાન્ચી હતી. તેણે એક કરોળિયાને ૧૮ વાર પ્રયત્નો પછી જાળ બાન્ધવામા સફળ થતો જોયો અને તેમાથી પ્રેરણા મેળવી પોતનુ રાજ્ય પાછુ મેળવ્યુ.જિવન માટે આ સુન્દર દાખલો છે.

  15. ઘણાં વર્ષૉ પહેલાં બાળપણમાં અમને બાળકૉને અભ્યાસમાં અને પરીક્ષામાં સારા માર્કે પાસ થવા અમારા શિક્ષક અમને આ કવિતા દ્વારા પ્રોત્સાહન આપતા હતા તે યાદ આવી ગયું. આજે ઘણાં વર્ષો પછી આ કવિતા વાંચવા મળી તેથી ખૂબ જ આનંદ થયો. આભાર, જયશ્રીબહેન…… નટુ સોલંકી (અમદાવાદ)

  16. આતો મારા બાળપણનિ કવિતા…ચોપડિ સામે રાખિને મોટે-મોટેથિ આ કવિતાગાતાહતા….પ્રયત્નનિ પરાકાશ્ટા ,પરિશ્રમનો કો ઇ વિકલ્પ ના હોય એ આ કવિતા વ્યક્ત …..

  17. હવે અમને ચરણનો ભાર લાગે છે
    મુકામે પહોંચતાં બહુ વાર લાગે છે
    જીવનમાં જેટલી હું વાર હાર્યો,
    એ હરેક ઠોકરથી ગુંથ્યો હાર લાગે છે

    ડો. નણાવટી

    Dr. Nanavati ne Abhinandan

  18. I heard this comparison of Human with spider. The spider at last succeed in making its web, no matter how many times failed. Yes I know Mr. Arun Pathak who is exactly like a spider, he never quit to Show the Plan and went diamond. He teaches the same thing to all of us. I’m feeling lucky and proud to be a part of his web.

  19. પ્રિય આમિત તથા જયશ્રી,
    આ કવિતા શ્રી દલપતરામ ની લખેલી છૅ.મહેનત ને ખન્ત થી કામ જો કરીયે તો સફળતા જરૂર થી મળે.ખુબ મઝા આવી વાંચવાની.
    ચંદ્રિકા

  20. ઘણા વખત પછી આ કવિતા વાંચવા મળી. ઍંમની શૈલી સાદી સરળ.પણ સાથે બોધવાળી.
    ઈલા કાવ્યો મૂકી શકો તો સારુ.

  21. સતત પ્રયત્નો બાદ મળતાં અનુભવોનો
    પણ એક લહાવો છે….દરેક ભુલ
    તમને નવો રાહ ચીંધે છે….

    હવે અમને ચરણનો ભાર લાગે છે
    મુકામે પહોંચતાં બહુ વાર લાગે છે
    જીવનમાં જેટલી હું વાર હાર્યો, એ
    હરેક ઠોકરથી ગુંથ્યો હાર લાગે છે

    ડો. નણાવટી

  22. કવીશ્વર દલપતરામની અત્યંત જાણીતી કવિતા. પ્રકટ કરવા માટે ‘ટહૂકો’ નો આભાર. કવીશ્વરની બીજી કવિતાઓ પણ પ્રકટ કરવા વિનંતિ.

Leave a Reply to Dr. J. K. Nanavati Cancel reply

Your email address will not be published. Required fields are marked *