તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે.. – અવિનાશ વ્યાસ

સ્વર : આરતી મુન્શી

baanki.jpg

.

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! ….. તારી બાંકી રે…..

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !….. તારી બાંકી રે…..

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

63 replies on “તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે.. – અવિનાશ વ્યાસ”

  1. એક મને ગમતો આભનો ચાન્દલોને બીજો ગમતો તુ..

    No other words can express these feelings..

  2. વાહ જ્યશ્રિબહેન વાહ તમરા આ લોકગિતે મને મારુ બાળપણ ની યાદ અપાવી

  3. શાન્તા ભકત
    સવાર સવાર મા આ રાસ સાભળવા મા આવ્યો. મન ખુસ થઈ ગયુ. સ્કુલમા હતિ ત્યારે આ રાસમા ભાગ લિધો હતો. તે દિવસ યાદ આવ્યો. ખુબજ ગમ્યુ

  4. Really it gives me pleasure of my Navratri days.

    please keep it

    from SOHINI A SHAH UMRETHWALA

  5. બૌજ સરસ ગેીત ચે !! I have always loved it…unfortunately i dont have it..
    Thanks for sharing..!!

Leave a Reply to S. Vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *